SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ S૦૦૦૦૦૦૦- આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS છતાં આગવાં અને અનોખાં રહ્યાં છે. કિંવદન્તીઓ અનુસાર હાલના ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્રના રાજપરા ગામમાં વાઘેલા રાજપૂત કુટુંબમાં તેઓ જન્મેલાં. સમય આશરે ૧૨મીથી ૧૪મી સદી. ભાવનગરના સમઢિયાળાના ગરાસદાર કહળસંગ એટલે કે કહળુભાઈ સાથે લગન થયાં હતાં. આજે પણ આ ગામ “ગંગાસતીનું સમઢિયાળા'' નામથી ઓળખાય છે. કહળુભા ભક્તિ આંદોલનના અનુયાયી હતા. તેઓને અઝેભા નામે પુત્ર હતો જેનું લગ્ન પાનબાઈ સાથે થયું હતું. ગંગાસતી અને કહળુભા અત્યંત ધાર્મિક હતાં, તેથી તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બનેલું. આવનારા લોકો અને સાધુ-સંતો માટે એ ઘર નાનું પડતાં તેઓ ખેતરમાં જઈ ઝૂંપડી બાંધી રહેવાં લાગ્યાં. સત્સંગ ચાલુ જ રાખ્યો. લોક કહેણીથી અથવા મશ્કરીથી સત્સંગની સાબિતી આપવા માટે કહળુભાએ સિદ્ધિઓનો ઉપયોગ કરી, મરેલી ગાય સજીવન કરી. વાત ચોમેર ફેલાઈ ગઈ. સિદ્ધિના અકારણ ઉપયોગને કારણે મળેલી પ્રસિદ્ધિ ભજનમાં બાધારૂપ ન બને એ હેતુથી કહળુભાએ દેહત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ કહળુભાએ પુત્રવધૂ પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી એમને રોકાઈ જવાની આજ્ઞા કરી. ત્યાર પછી કહેવાય છે કે ગંગાસતી પાનબાઈને ઉદ્દેશીને રોજની એક આધ્યાત્મિક રચના સંભળાવતાં. આવાં કુલ બાવન ભજનો ગંગાસતીએ પાનબાઈને સંભળાવ્યાં, જેમાં જીવન-જગત, ગૂઢ રહસ્યો સમેતના વિષયો આવરી લેવાયા હોવાનું કહેવાય છે. પછી એણે સમાધિ લીધી. આજે પણ સમઢિયાળામાં ગંગાસતીની સમાધિ છે. પ્રસ્તુત પદને આપણે ગંગાસતીનું શકવર્તી પદ કહી શકીએ. ગંગાસતીએ આ પદ પણ અન્ય પદની જેમ જ પાનબાઈને ઉદ્દેશીને રચ્યું છે. એ રીતે જોઈએ તો આ રતીનાં પદ એ યુગોથી વગાવાયેલો સાસુ-વહુનો જે સંબંધ છે એની સામે તાતું તીર ફેંકતું પદ છે. સાસુ-વહુના સંબંધ માત્ર કૂતરાં-બિલાડાના સંબંધ જ નથી હોતા, પણ ગુરુ-શિષ્યના પ્રેમલ સંબંધો અને શુદ્ધ સાત્વિક ભાવનાવાદી સંબંધો પણ હોય છે એ વાત પણ આડકતરી રીતે ગંગાસતીએ સાબિત કરી આપી. આ ઉપરાંત આ ગુર્જરભૂમિ માત્ર છીછરા જ્ઞાનની ભૂમિ નથી એ પણ સાબિત થયું. આ પદ અથવા ભજનના પ્રથમ અંતરામાં બહુ ગૂઢ અને ગહન વાત સાવ સરળ અને સાવંત તથા નિર્મળ બાનીમાં કહેવાઈ છે. S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, વીજળીના ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ ! નહિતર અચાનક અંધારાં થાશે જી; જોત રે જોતામાં દિવસો વહી રે ગયા પાનબાઈ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે જી...વીજળીને ચમકારે... આપણું આ જીવન વીજળીના ચમકારા જેવું છે. હજી આપણી સમજમાં આવે ન આવે ત્યાં તો આયખું પૂરું થઈ જાય છે. કહો કે તેજલિસોટા માત્ર. આ તેજલિસોટાના ક્ષણિક અજવાળામાં આપણા જીવનના મર્મને સમજવો, જગતનાં રહસ્યોને સમજવાં, પરબ્રહ્મને પામી લેવા એ ખૂબ જ કપરું કામ છે. એટલે આ કામ કે જે અત્યંત આવશ્યક છે કે કામ વીજળીના ચમકારામાં મોતી પરોવીએ એવું દુષ્કર છે. નહિતર ક્યારે મૃત્યુ આવી જશે અને અંધારું થઈ જશે એની ખબર પણ નહીં પડે. જો આજ-કાલ કરતાં રહીશું તો દિવસોને જતાં વાર નહીં લાગે. કેમ કે કાળ એટલે કે સમયનું ઉદર ભૂખભરેલું છે અને એ સતત ધાસને ખાનાર છે. અહીં કવયિત્રી “એકવીસ હજાર છસો” એમ લખે છે. એક તંદુરસ્ત મનુષ્ય એક દિવસના એકવીસ હજાર અને છરસો પૂરા શ્વાસ લે છે - એક વધુ પણ નહીં અને એક ઓછો નહીં. જો એની ગણનામાં એકની પણ વધઘટ થાય તો સમજી લેવાનું કે હવે મૃત્યુ તમારી નજીક આવતું જાય છે. ગામડામાં વસનારી આ કવયિત્રીને કેટલી વૈજ્ઞાનિક સૂઝ-સમજ છે, એની આપણને આ પ્રથમ અંતરાથી જ પ્રતીતિ થાય છે. અલબત્ત, ‘શિવ સ્વરોદય જ્ઞાન”ની પણ એને પૂરી જાણકારી છે અને વાસ્તવ જીવનમાં એ પ્રાયોગિકતાપૂર્વક જીવે છે - એ પણ પ્રમાણી શકાય છે. જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઈ ! અધૂરિયાને નો કે’વાય છે, ગુપત રસનો આ ખેલ છે અટપટો, આંટી મેલો તો સમજાય છે...વીજળીને ચમકારે આ જ્ઞાન જાણવા જેવું છે અને છતાં પણ જાણ્યા છતાં કાયમ આપણે જાણતાં જ નથી એવી અજાણ વસ્તુ જેવું છે. જોકે, જેમ મૂઓને ઉપદેશ ન અપાય, બિનક્ષમતાવાળાને શિક્ષણ ન અપાય એમ આ જ્ઞાન પણ અધૂરિયા એટલે કે અધૂરા કે અધકચરા જ્ઞાનવાળાને ન અપાય ! નહિતર એને વિપરીત એનાં ભયંકર પરિણામો આવી શકે. સંસાર અને માયાની આ જે બાજી છે તે ગુપ્ત - ૧૯૮
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy