________________
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 પદ્મસિંહ હતો. માતા રોજ નયવિજયજી મ.સા. પાસે ભક્તામર સ્તોત્ર સાંભળવા જતાં. સાથે બાળક જશવંતને પણ લઈ જતાં. એ બાળકને સાંભળતાસાંભળતા ભક્તામર સ્તોત્ર યાદ રહી ગયું.
જે દિવસે માતા અતિવૃષ્ટિના કારણે ગુરુભગવંત પાસે ન જઈ શકી તે દિવસે તેણે ભોજન ન કર્યું ત્યારે દીકરા જશવંતે પૂછ્યું, “મા’” તું કેમ ખાતી નથી ? દીકરા ! આજે ભક્તામરનો પાઠ સાંભળવાનો બાકી રહી ગયો છે. જશવંતે કહ્યું, એ પાઠ હું તને સંભળાવી દઉં. માતાએ કહ્યું, એ પાઠ તને ક્યાંથી આવડે ? જશવંતે કહ્યું, હું તારી સાથે રોજ સાંભળતો હતો તેથી મને યાદ રહી ગયો છે. તેણે માને ભક્તામરનો સ્તોત્ર સંભળાવ્યો. ‘મા’ રાજીની રેડ થઈ ગઈ, પછી ભોજન કર્યું. બીજા દિવસે તે ગુરુદેવ પાસે બાળકને લઈને ગઈ ત્યારે ગુરુદેવે કહ્યું, ગઈકાલે ભક્તામર સાંભળવા ન આવ્યાં ? શું કર્યું ? જમ્યાં કે ભૂખ્યાં રહ્યાં ? ગુરુદેવ, ભૂખી નથી રહી, પણ જમી લીધું ! કેમ ? ભક્તામર પાઠ સાંભળ્યા વગર તમે કેવી રીતે ખાધું ?
ગુરુદેવ! મારા નાના જશવંતે મને ભક્તામર પાઠ સંભળાવ્યો. શું વાત કરો છો ! એને કેવી રીતે આવડી ગયો ? રોજ મારી સાથે લાવું છું. આપશ્રીની કૃપાથી સાંભળતાંસાંભળતાં ભક્તામર પાઠ યાદ રહી ગયો. ગુરુદેવે કહ્યું, વાહ ! નાનો ટબૂકડો ઘણો હોંશિયાર અને બુદ્ધિશાળી છે. ગુરુદેવે તેની માતાને સમજાવી બન્ને ભાઈઓને પ્રતિબોધ કરી દીક્ષા આપી. જશવંતનું નામ યશોવિજયજી મ.સા. રાખ્યું અને નાનાનું નામ પદ્મવિજયજી મ.સા. રાખ્યું.
પૂ યશોવિજયજી મ.સા. દીક્ષા લઈને ઉજ્જ્વળ નક્ષત્રની જેમ ચમકવા લાગ્યા. જૈન સૂત્રોનો એટલો બધો જબરજસ્ત અભ્યાસ કર્યો કે ક્યારેક કોઈ સાધુમહારાજને કોઈ ગાથાનું પદ ભુલાઈ ગયું હોય તો તેઓ તરત જ યશોવિજયજી મ.સા. પાસે આવે. આ પદ આપ મને બતાવશો ? તેઓશ્રી આખી ગાથા સંભળાવી દે. તેઓને વિશિષ્ટ અભ્યાસના કારણે ધારણાશક્તિ, તર્કશક્તિ અને કાવ્યશક્તિનો વિકાસ થયો. સરસ્વતી મંત્રના જાપમાં એકલય બની જતા. સરસ્વતી દેવી પ્રસન્ન થઈ અને તેને બે વરદાન આપ્યાં. એક વિદ્વત્તાનું અને બીજું શીઘ્ર કવિત્વશક્તિનું. એ વરદાનના પ્રતાપે તેઓશ્રી પ્રચંડ પ્રભાવક થયા. એમના ગુરુદેવ શ્રી વિજયપ્રભસૂરિએ તેમને ઉપાધ્યાયની પદવી આપી.
નાની ઉંમરમાં ઘણાં સૂત્રોનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. અમદાવાદમાં ધનજી સુરા નામના શ્રાવકે જોયું કે આ નાના સાધુ ઉંમરમાં નાના છે, પરંતુ તે પ્રતિભામાં
૧૫
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C
અજોડ છે. તેમણે નયવિજયજી મ.સા.ને કહ્યું, આ નાના સાધુને અન્ય દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે બનારસ-કાશી મોકલો. ત્યાં ભટ્ટાચાર્ય પાસે અન્ય દર્શનાશસ્ત્રો ભણીને કમ્પેરેટિવ સ્ટડી કરશે જેથી અન્ય દર્શનશાસ્ત્રો કરતાં જૈન શાસ્ત્રો કઈ રીતે ઉચ્ચ કોટિનાં છે તેનું લોકોની આગળ તે સચોટ વ્યાખ્યાન આપી શકશે, માટે મોકલો. તે કાળની અંદર બનારસ-યુ.પી.ની તરફ કોઈ સાધુ-મહારાજ લગભગ જતા ન હતા. ૧૫૦૦થી ૨૦૦૦ કિ.મી.નો વિહાર કરવો પડે.
ગુરુદેવે કહ્યું, ભાઈ ! તમારી જેમ ઘણાબધા ભાઈઓ કહી જાય છે, પણ સારસંભાળ રાખવા માટે કોઈ આવતું નથી. ગુરુદેવ ! તમે જે કહેશો તે ભોગ આપવા હું તૈયાર છું. ગુરુભગવંતે કહ્યું, આ સામાન્ય કામ નથી. બનારસમાં ભણવું હોય તો પંડિતો નગદ સોનૈયા લેશે. મહારાજસાહેબ ! આપ એની ચિંતા નહિ કરો. જેટલા રૂપિયા અને સોનૈયા જોઈશે તે બધો લાભ હું જ લઈશ. ધનજી સુરાની વાત સાંભળીને ગુરુમહારાજની છાતી ગદ્ગદ્ ફૂલી ગઈ - વાહ ! “વાદ ! મા શ્રી શ્રાવક ૐ નો જૈન શાસન હિપ્ अपना सब कुछ तन, मन, धन न्योछावर करने के लिए तैयार है।'
વાહ ! ધનજી સુરાની જોઈ લો અંતરની ભક્તિ પૂ. યશોવિજયજી મ.સા.ની જાણી તેણે તીવ્ર શક્તિ જ્ઞાન ઉપાર્જન માટે છોડી જેણે ધનની આસક્તિ પરાત્માની દીવાલે જેની લગાવાશે તકતી.
ધનજી સુરા શ્રાવકે Promise આપ્યું કે જેટલો ખર્ચો થાય તેટલા બધાનો લાભ મને આપજો. આ ધનજી સુરા ન હોત તો આજે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજને કોઈ યાદ ન કરત. એક સાધુમહારાજ તેની સાથે બનારસ ગયા. ત્યાં તાર્કિક શિરોમણિ પદ્દર્શનનાં રહસ્યને જાણનારા ભટ્ટાચાર્ય પાસે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ અને મીમાંસાનો તથા ભટ્ટ અને પ્રભાકરના મતનો અભ્યાસ કર્યો, એટલું જ નહિ, પણ નવીન તર્કશાસ્ત્રમાં ચિંતામણિ પ્રમુખ ગ્રંથો શીખ્યા. ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. રોજની એક સોનામહોર પંડિતજીને ભેટ આપવાની. હજારથી વધારે ગીનીનો ખર્ચો કર્યો.
અ ભ્યાસ દરમિયાન કેરળ દેશથી એક વાદી આવ્યો. એ વાદીને કાશીના કોઈ પંડિત જીતી ન શક્યા. ભટ્ટાચાર્યે આ જૈન સાધુને તક આપી. પૂ. યશોવિજયજી મહારાજે જૈન સિદ્ધાંતો, અનેકાંતવાદ, સ્યાદ્વાદ, સાતનય, સપ્તભંગી આ બધાં શાસ્ત્રોના આધારે અને અન્ય દર્શની શાસ્ત્રના આધારે તેમણે કેરળના વાદીનો પરાજય કર્યો તેથી કાશીના વિદ્વાન પંડિતોએ સભા સમક્ષ તેમને ‘ન્યાયવિશારદ'નું બિરુદ
19