SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 મત્તચ્યુત્તેન્દ્રિયદ્વારે પતિતો વિષયેહમ્ । તાપ્રપદ્યાહમિતિ માં પુરા-વેદ ન તત્વતઃ ॥૧૬॥ એવં ત્યક્ત્વા બહિર્વાચં ત્યજેદનચશેષતઃ । એષ યોગઃ સમાસેન પ્રદીપઃ પરમાત્મનઃ ॥૧૭॥ આઠમી ગાથામાં બહિરાત્માને ત્રણ ગતિમાં વર્તતો દેહાધ્યાસ. નવમી ગાથામાં અત્યંત દુ:ખદ નરકગતિમાં પણ દેહાધ્યાસ અને પોતાનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૧૦૧૧મી ગાથામાં સ્વ પરના અજ્ઞાનથી દેહાત્મબુદ્ધિ અને પર દેહમાં પરસ્વરૂપની માન્યતા સાથે સ્ત્રીપુત્રાદિ સાંસારિક ભાવોની કલ્પના-વિભ્રમની વાત કરી છે. ૧૨મી ગાથામાં મોહની દઢતા વધતાં ભવોભવ બહિરાત્મપણાની પરંપરાનું અને ૧૩મી ગાથામાં દેહબુદ્ધિ અને આત્મબુદ્ધિનાં ભિન્ન પરિણામ વર્ણવ્યાં છે. ૧૪મી ગાથામાં દેહબુદ્ધિથી સંસારભાવે સમસ્ત જગતથી દુખાર્ત સ્થિતિનું અને ૧૫મી ગાથામાં સંસારદુઃખોનું મૂળ દેહાત્મબુદ્ધિ છે તે ટાળવા ભલામણ કરી છે. ૧૬મી ગાથામાં જ્ઞાની પુરુષના સદ્બોધથી બહિરાત્માને પોતાની ભૂલ સમજાય છે કે - ‘ઇન્દ્રિયોરૂપી બારીઓમાં રહી વિષયોની રમતમાં હું એટલો બધો રાચી રહ્યો કે આટલો બધો લાંબો કાળ, અનંત ભવનાં પરિભ્રમણ કરવા છતાં મેં મારું યથાર્થ સ્વરૂપ ન ઓળખ્યું. બહિરાત્મદશાને ત્યાગવા સદ્ગુરુનો બોધ, સત્શાસ્ત્રનું શ્રવણ, વાંચન, ચિંતન, સત્સંગ વગેરે સામગ્રી મેળવી તેમાં પુરુષાર્થ કરતાં જીવને પંચેન્દ્રિયના વિષયો, અપ્રિય, બાધારૂપ અને આત્માને અવરોધ કરનારા જણાય છે ત્યારે જ અંતરાત્મદશાનો પ્રભાતકાળ પ્રગટે છે અને પરમાત્મદશા પ્રગટાવવાની જીવને મહેચ્છા ઉદ્ભવે છે. તે સંતોષવા સદ્ગુરુ યોગમાર્ગ કે મોક્ષમાર્ગ પ્રકાશક વાર્તા કહે છે. ઇન્દ્રિયના સંયમની સાથે વાણીના સંયમની પણ જરૂર છે. એ માટે બાહ્યવાચા તથા અંતર્વાચા સંપૂર્ણ તજવી તે પરમાત્મપદરૂપી દીવો પ્રગટાવવાનો ટૂંકો રસ્તો છે. આ માટે વચનસંયમ સાધ્ય કરવાના ઉપાયો આગળની ગાથાઓમાં દર્શાવ્યા છે. તે સાધ્ય થવાથી અંતરાત્મદશા તરફ આગળ વધે છે. પોતાનું સ્વરૂપ અનુભવાયાથી અંતરાત્મા સોહમ્ સ્વરૂપ વિચારે છે - યેનાત્મનાઽનુભૂયે ડહમાત્મનૈવાત્મનાઽઽત્મનિ । સોઽહં ન તત્ત્વ સા નાસૌ નૈકો ન હૌ ન વા બહુઃ ॥૨૩॥ બાહ્ય-આંતર્વાચા રોકાયા પછી જે અનુભવ થાય છે તે વાચાગોચર નથી એમ જણાવતાં કહે છે કે, હું સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી. અનાદિથી જાતિ, જ્ઞાતિ, ૧૩૭ SSC આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5000 વેષ અને પંથની જાળમાં ફસાઈને તું તને જેવો માને છે તેવો નથી, પરંતુ સદ્ગુરુએ અનુભવ્યો છે તેવો સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ ચારિત્ર અને અનંત સુખસ્વરૂપે આત્મા છે. આવું સ્વરૂપ સદ્ગુરુકૃપાએ અનુભવાય છે. તે અનુભવતા જીવ અંતરાત્મદશામાંથી પરમાત્મદશા તરફ આગળ વધતો જાય છે. જ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિથી પરમઆનંદ થયો તે ઉલ્લાસપૂર્વક પરમાત્મદશા પ્રાપ્ત કરેલ આત્મા પ્રદર્શિત કરે છે. પ્રચ્યાવ્ય વિષયેભ્યોઽહં માં મયૈવ મયિ સ્થિતમ્ ; બોધાત્માનં પ્રસ્નોઽસ્મિ પરમાનન્દનિવૃત્તમ્ ॥૩૨॥ આ ગાથામાં સદ્ગુરુએ દર્શાવેલો માર્ગ સુશિષ્ય આરાધ્યો તેણે આત્માને પાંચ ઇન્દ્રિયોમાં રમણ કરવાની ટેવ હતી તે છોડાવી અને તેને આત્મામાં જ આત્મવીર્ય વડે સ્થિર કર્યો જેથી જ્ઞાનસ્વરૂપ પરમ આનંદથી ભરપૂર હું બન્યો. પરમાત્મદશા પામ્યા પછી આગળ તેને ટકાવી રાખવાના ઉપાયો બતાવે છે. જ્ઞાન ન હોય તો ઉત્કૃષ્ટ તપ કરવાથી પણ મોક્ષ પ્રાપ્ત થતો નથી. રાગદ્વેષના અભાવમાં જ પરમાનંદપ્રાપ્તિ શક્ય છે. ઉદાસીનભાવ કેળવી, મન સંકલ્પવિકલ્પોમાં તણાઈ ન જાય, તે આત્મરૂપમાં સ્થિર રહે તેવા ઉપાયો આગળની ગાથાઓમાં દર્શાવ્યા છે. વળી ત્રણે પ્રકારની આત્મદશાઓમાં કેવી રીતે ત્યાગ કેળવવો તથા મનને કેમ પ્રવર્તાવવાથી જીવ ઉન્નતિ સાધી શકે તે ગ્રંથકારે સુંદર રીતે ૪૭૪૮મી ગાથામાં દર્શાવ્યું છે. આગળ ૫૧ પછીની ગાથાઓમાં ફરીથી જ્ઞાનદશા પ્રાપ્તિના પુરુષાર્થ સાથે ઇન્દ્રિય વિષયોમાં વર્તતી લુબ્ધતા ટાળવા ઉપદેશ આપ્યો છે. આમ ફરીથી આત્માની ત્રણ દશા, તેમાંથી બહાર કેમ નીકળી શકાય ? મરણ વખતે ત્રણેય પ્રકારના જીવની સ્થિતિ કેવી હોય ? ભેદજ્ઞાનના અભ્યાસથી જ મોક્ષ મળે છે. તે માટે આતમભાવનાના અભ્યાસની જરૂર, મોહના ઉદયે જીવની દશા કેવી થાય છે ? નિર્વાણ પ્રાપ્તિની પ્રેરણા, હિતાહિતની વિવેકબુદ્ધિથી મિથ્યા શ્રદ્ધાનો નાશ તથા હિતકારી સમાગમથી પરમપદની પ્રાપ્તિ, જ્ઞાનમાર્ગથી પરમપદની પ્રાપ્તિ, સહ સ્વભાવ કે યોગરૂપ પ્રયત્નથી નિર્વાણપ્રાપ્તિની પ્રેરણા, આત્માથી ભિન્ન દેહની યંત્રરૂપ ક્રિયા, શરીરયંત્રમાં આત્મઆરોપણ કે ભેદવિજ્ઞાનથી મિથ્યા તેમ જ યથાર્થ સુખ અને છેલ્લે પરમપદનું વર્ણન અને તેનાં સાધન-સાધનાનું ગર્ભિત સૂચન કરી અંત્ય મંગલ કરવામાં આવ્યું છે. ૧૩૮ -
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy