________________
5. આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500
ઉપસંહાર : મહાપુરુષોએ જે સત્શાસ્ત્રો વાંચવા પ્રેરણા કરી છે તેવા સત્કૃત ગણી શકાય તેવા ગ્રંથોમાં “સમાધિ શતક”નું નામ વિનાસંકોચે દઈ શકાય. કદમાં નાનું હોવા છતાં આત્મવિચારની મુખ્યતા દર્શાવતા આ ગ્રંથમાં આત્મસંબંધી ઘણી બાબતોનું સુંદર રીતે વિવેચન કરવામાં આવ્યું છે. પૂજ્યપાદસ્વામીએ તે વખતના સર્વ મહત્ત્વના વિષયો પર ગ્રંથોની રચના કરી છે. અસાધારણ વિદ્વાન એવા સ્વામીજીના અનેક રાજા-મહારાજા ભક્ત હતા. તેમનો અનુયાયી વર્ગ પણ ઘણો મોટો હતો.
સમાધિ શતકમાં આત્માનાં સ્વરૂપ-દશા, લક્ષણો, તેને ટકાવવા શું કરવું વગેરે બધી બાબતોનું વિવરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે તેમાં બહિરાત્માનાં ૨૬ નામ, અંતરાત્માનાં ૨૬ નામ અને પરમાત્માનાં ૨૯ નામ ઉપયોગમાં લેવાયાં છે જે ગ્રંથકારની વિદ્વત્તા દર્શાવે છે. મુમુક્ષુ જીવોએ સમાધિ શતકનો અભ્યાસ કરી ચિંતન-મનન અવશ્ય કરવું જોઈએ. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ.
(આધાર) સંદર્ભગ્રંથ :
ગ્રંથ યુગલ
શ્રી બ્રહ્મચારીજી - ગોવર્ધનદાસજી
ચતુર્થાંવૃત્તિ
પ્રત : ૩૦૦૦
ઈ.સ. ૧૯૮૭ મનહરલાલ ગોરધનદાસ કડીવાલા
-
વિ.સં. ૨૦૪૩
પ્રમુખ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ-અગાસ
(રાજકોટસ્થિત પારુલબેને એમ. એ. સુધી અભ્યાસ કર્યો છે. જૈન પત્રકાર એવૉર્ડ વિજેતા, આંતરરાષ્ટ્રીય નિબંધ સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મેળવેલ છે. તેમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે).
૧૩૯
२०
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ©
પૂ. શ્રી જીવવિજયજીની રચનામાં
આત્મચિંતન
Q સુબોધીબેન મસાલિયા આપસ્વભાવની સજ્ઝાય
આપ સ્વભાવમાં રે, અવધૂ સદા મગન મેં રહના; જગત જીવ હૈ કર્માધીના, અચરીજ કહ્યુઅ ન લીના. આપ૦ ૧ તુમ નહિ કેરા કોઈ નહિ તેરા, ક્યા કરે મેરા મેરા, તેરા હૈ સો તેરી પાસે, અવર સબ અનેરા. આપ૦ ૨
વપુ વિનાશી તું અવિનાશી, અબ હૈ ઇનકા વિલાસી; વપુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આપ૦ ૩ રાગ ને રીસા દોય ખવીસા, એ તુમ દુઃખકા દીસા; જબ તુમ ઉનકું દૂર કરીસા; તબ તુમ જ્ગકા ઈસા. આપ૦ ૪
૧૪૦