________________
SS S S આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS
SSSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 550555555 વિદ્યાપતિ, નાનક, નામદેવ, હરિદાસ, ધરમદાસ, મિયાં તાનસેન, ભરથરી, રામદેવપીર, હરજીભાટી, રબજી, કે બંગાળના બાઉલ ભજનિકો તથા ઉત્તરના બૌદ્ધ સિદ્ધોથી માંડીને દક્ષિણના અલ્લાર ભક્તો સુધીના જુદાજુદા પ્રદેશોનાં મહાપુરુષો તથા સંતનારીઓએ પોતપોતાની રીતે સાધના અને ભક્તિની આગવી કેડી કંડારી છે અને પોતપોતાની ભાષામાં આત્મચિંતનનું માર્ગદર્શન આપ્યું છે. ભારતીય સંતોની વાણીનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ તે એની અનુભૂતિની સચ્ચાઈ છે. પોતે જેવો અનુભવ કર્યો, જેવું જીવન જીવ્યા, જેવાં વાણી-વ્યવહાર અને વર્તન આ જગતમાં જાળવ્યાં તેવી જ એની વાણી નિર્મળ અને છતાં આકર્ષક બની રહી. ઉપદેશક હોવાના કોઈ જ આડંબર વિના એણે લોકસમુદાયને શબ્દચાબખા માર્યા, પણ સાથોસાથ હરિ-ગુરુ-સંતના દાસાનુદાસ બની રહ્યા. તેઓ શાસ-પુરાણોના અભ્યાસી પંડિતો નહોતા, બહુધા સંતો તો અભણ-નિરક્ષર છતાં બહુશ્રુત હતા. કંઠસ્થ પરંપરાથી વહેતું આવેલું શાસ્ત્રજ્ઞાન, વારંવારનાં યાત્રા-પર્યટનોથી પુષ્ટ થયેલું અનુભવજગત, વિવિધ ભાષા-ધર્મ-સંપ્રદાયો-પંથ અને પ્રદેશોની સંતપરંપરાઓ-સાધના-સિદ્ધાંતોથી પરિચય અને પોતાનો અધ્યાત્મમાર્ગનો અનુભવ... આ બધું જ એક વિશિષ્ટ રસાયણરૂપે પામીને તેમના દ્વારા કાવ્યસ્વરૂપે પ્રગટ થતું રહ્યું છે. સંતવાણીમાં મૂળ ભાવ, મૂળ સર્વ કે મૂળ તત્ત્વ છે અધ્યાત્મસાધના દ્વારા બ્રહ્માનુભૂતિ કે આત્મસાક્ષાત્કારની અનુભૂતિનું બયાન. આ મૂળ કેન્દ્રવર્તી વિષયવસ્તુના આનુષંગે એની વાણીમાં વૈરાગ્યબોધ, ઉપદેશ કે ચેતવણી, લોકકલ્યાણની ભાવના, ગુરુમહિમા, યોગસાધનાના અનુભવો, સાધના અંગે માર્ગદર્શન, સદાચાર અને સત્સંગનું મહત્ત્વ, મનુષ્યદેહની ક્ષણભંગુરતા કે પોતાના મનની મૂંઝવણ જેવા વિષયો તેમની કવિતામાં ગુંથાતા રહ્યા છે. નિર્ગુણ-નિરાકાર જ્યોતસ્વરૂપી બ્રહ્મતત્ત્વ અને તેની અલૌકિક ગુઢ લીલા વર્ણનાત્મક, વ્યંગ્યાત્મક, ભાવાત્મક, વિચારાત્મક કે ચિત્રણાત્મક રૌલીએ પ્રાસાદિક, આલંકારિક કે તદ્દન સહજ, સરળ શબ્દાવલી એ આ સંતોની વાણીમાં ગવાતી આવી છે. તો સગુણ-સાકારની ઉપાસના કે આરાધના કરાનાર ભક્તોએ પણ પોતાનાં અપરંપાર ભાવસંવેદનોને વાચા આપી છે.
| (સંત સાહિત્યના અભ્યાસુ ડૉ. નિરંજનભાઈ, ઘોઘાવદર (ગોંડલ)માં સંતસાહિત્ય સંશોધન કેન્દ્ર, ગોસંવર્ધન, ગૌશાળા અને ગૌસેવામાં પ્રવૃત્ત છે. આ વિષયમાં તેમના ચિંતનસભર લેખો પ્રગટ થતા રહે છે)
‘સ્વરોદ્ય જ્ઞાન'માં આત્માનુભૂતિનો માર્ગ
| a મિતેશભાઈ એ. શાહ પારસ ઔર સુસંતમેં, બડો અંતરો જાન;
વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન.” ભારતની ભવ્ય સાંસ્કૃતિક પરંપરામાં યુગેયુગે મહાપુરુષોનો પ્રાદુર્ભાવ થતો જ રહે છે. ભારતીય સંસ્કૃતિનાં ઉત્થાન, પોષણ અને વિકાસમાં ભારતીય સંતોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારતીય પ્રજામાં ધર્મ પ્રત્યે આસ્થા, સત્ય, દયા, અહિંસા, પરોપકાર આદિ ગુણો દૃષ્ટિગોચર થાય છે તેના મૂળ સોત ભારતીય સંતો-મહાત્માઓ છે.
આવી લોકોત્તર મહાપુરુષોની ભવ્ય પરંપરામાં વીસમી સદીના પ્રારંભમાં મુનિ શ્રી કપુરચંદજી ઉર્ફે ચિદાનંદજી મહારાજ થઈ ગયા. શ્રી આનંદઘનજી મહારાજની જેમ તેઓશ્રી પણ અધ્યાત્મશાસ્ત્રના રસિક અને અધ્યાત્મતત્ત્વમાં નિપુણ હતા એ વાતની તેઓશ્રીએ રચેલ કૃતિઓ સાક્ષી પૂરે છે. તેઓશ્રીએ ચિદાનંદ બહોંતેરી, સ્વરોદયજ્ઞાન,
24