________________
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500
પુદ્દગલ ગીતા, પ્રશ્નોત્તરમાલા, છૂટક સરૈયા, અધ્યાત્મ બાવની, દયાછત્રીસી, પરમાત્મછત્રીસી વગેરે કૃતિઓની રચના કરી છે. તેઓની બધી કાવ્યયરચના સરળ અને અર્થગંભીર છે. દરેક કૃતિમાં કાવ્યચમત્કૃતિ સાથે અર્થગૌરવ અપૂર્વ હોવાથી તેઓની સમગ્ર કૃતિઓ હૃદયંગમ બને છે. તેઓશ્રીના પ્રત્યેક પદ્યમાં અધ્યાત્મમાર્ગનો ઉપદેશ સમાયેલો છે. તેઓશ્રી અષ્ટાંગ યોગના સારા અભ્યાસી હતા. તેમનામાં ઉત્તમ પ્રકારનું યોગબળ હતું. તેમના વિશે એક મત એવો છે કે તેઓશ્રીને અનેક પ્રકારની સિદ્ધિઓ અને શક્તિઓ પ્રગટી હતી. તેઓ તીર્થક્ષેત્રોમાં વિશેષ નિવાસ કરતા હતા. શ્રી શત્રુંજય અને શ્રી ગિરનારમાં તો અમુક ગુફાઓ તેઓના પવિત્ર નામથી ઓળખાય છે. શ્રી સમેતશિખરજી ક્ષેત્રે તેઓનો દેહવિલય થયો હતો તેવી એક માન્યતા છે. તેઓ ખૂબ નિ:સ્પૃહી હતા એમ તેઓના સંબંધી સાંભળવામાં આવતી કેટલીક દંતકથા પરથી સિદ્ધ થાય છે. તેઓ લોકપરિચયથી દૂર રહેતા. પોતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન છે એમ લોકો ભાગ્યે જ જાણી શકે એવી સારી રીતે તેઓ પોતાનું જીવન ગાળતા હતા. કાકતાલીય ન્યાયે જ્યારે કોઈને આ વાતની જાણ થતી ત્યારે પ્રાયે તે સ્થાન છોડી દેતા. તેઓને અનેક સત્શાસ્ત્રોનો પરિચય હતો એમ તેઓની કૃતિનું સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરનારના ખયાલમાં આવી જાય તેમ છે. તેઓની વાણી રસાળ અને અલંકારિક છે. અધ્યાત્મના લક્ષ્યપૂર્વકનો તેઓને ઊંડો શાસ્ત્રાભ્યાસ હતો. તેઓની ગ્રંથશૈલી અર્થબોધકની સાથે એવી આકર્ષક છે કે શ્રી આનંદઘનજીની બહોંતેરી સાથે શ્રી ચિદાનંદજી બહોંતેરી અનેક અધ્યાત્મરસિક લોકો મુક્તકઠે ગાય છે.
૪
શ્રી ચિદાનંદજી મહારાજની કૃતિઓમાં સારી શબ્દરચના હોવાથી તેનું ગાન બાલજીવો પણ સરળતાથી કરી શકે છે. ‘પ્રશ્નોત્તરમાલા' ગ્રંથનું એટલું અર્થગૌરવ છે કે તેમાંના એકએક પ્રશ્નના ઉત્તર માટે એક સ્વતંત્ર ગ્રંથની રચના સમર્થ વિદ્વાન કરી શકે. યોગની સાધના, યોગાભ્યાસની ક્રિયા વગેરેનું ‘સ્વરોદય જ્ઞાન’ ગ્રંથમાં સુંદર રીતે કરેલ છે. આમાં ૬૩ દોહામાં ૧૧૪ પ્રશ્નોના પદ્યમાં ઉત્તરો આપેલા છે. પ્રાણાયામ
યોગની દશ ભૂમિકા છે. તેમાં પ્રથમ ભૂમિકા સ્વરોદય જ્ઞાનની છે. આ જ્ઞાનના અભ્યાસ દ્વારા મોટા ગુપ્ત ભેદોને માનવી સુગમતાપૂર્વક જાણી શકે છે અને ઘણી વ્યાધિઓનું નિવારણ પણ કરી શકે છે. આ વિદ્યા પવિત્ર અને આત્માનું કલ્યાણ કરવાવાળી છે. આમાં ૪૫૩ જેટલા દોહા છે.
મહાત્મા ગાંધજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાચંદ્રજીએ વચનામૃત પત્રાંક૨૨માં ‘સ્વરોદય જ્ઞાન’ના કેટલાક દોહાઓને સમજાવ્યા છે. તેમાં તેઓશ્રી જણાવે છે, “તેના (સ્વરોદય જ્ઞાનના) કર્તા એ આત્માનુભવી માણસ હતા. વર્તમાન સૈકામાં અને
૧૭
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
©
વળી તેનાં પણ કેટલાંક વર્ષ વ્યતીત થતાં સુધી ચિદાનંદજી આત્મજ્ઞનું વિદ્યમાનપણું હતું. તેઓ મધ્યમ અપ્રમત્તદશામાં પ્રાયે હતા. આ કાળ એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે, ત્યાં અપ્રમત્તતા વિષે વાતનો અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પોતાનું જીવન અનિયતપણે અને ગુપ્તપણે ગાળ્યું.” આવો, તેઓની એક આધ્યાત્મિક કૃતિનો રસાસ્વાદ માણીએ. પૂરવ પુન્ય ઉદયકર ચેતન, નીકા નરભવ, પાયા રે,
દીનાનાથ દયાલ દયાનિધિ, દુર્લભ અધિક બતાયા રે. દશ દૃષ્ટાંતે દોહિલો નરભવ, ઉત્તરાધ્યયને ગાયા રે. પૂ.।૧। પૂર્વપુણ્યના ઉદયથી નરભવ પ્રાપ્ત થયો છે. દયાનિધિ એવા પ્રભુએ નરભવ પ્રાપ્ત થવો ખૂબ દુર્લભ બતાવ્યો છે. ‘“શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર''માં દશ દષ્ટાંતથી મનુષ્યભવને દુર્લભ બતાવ્યો છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ -અધ્યાય-૩માં જણાવ્યું છે, " चत्तारि परमंगाणि दुल्लहाणी ह जन्तुणो । माणुसत्तं सुई स्रद्धा संजभम्मि य वीरियं ॥ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે,
“બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો, આંટો નહિ એક્કે ટળ્યો."
‘સ્વામિ કાર્તિકેયાનુપ્રેક્ષા’ ગ્રંથમાં ગાથા-૨૯૭માં જણાવે છે કે જેમ મહાન સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પ્રાપ્ત કરવું દુર્લભ છે તેમ આ મનુષ્યપણું પામવું દુર્લભ છે એવો નિશ્ચય કરી હે ભવ્ય જીવો! મિથ્યાત્વ અને કષાયોનો ત્યાગ કરો એવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
જીવ અનાદિકાળ નિગોદમાં રહે છે. એક શ્વાસોચ્છ્વાસમાં ૧૮ વખત તેમનાં જન્મ-મરણ થાય છે. ત્યાંથી જીવ તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, જલકાય અને પૃથ્વીકાયમાં આવે છે. આ સ્થાવરકાયમાં ઘણો કાળ પસાર કરે છે. ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું જેમ જીવને દુર્લભ છે તેમ ત્રસ પર્યાય (હાલી-ચાલી શકે તેવા જીવો) પ્રાપ્ત થવી જીવને દુર્લભ છે. આવી ત્રસ નાડીમાં ૨૦૦૦ સાગરવર્ષ સુધી ત્રસ પર્યાયને પ્રાપ્ત કરે, તેમાં ઇયળ, વાળો વગેરે બે ઇન્દ્રિયવાળા જીવોમાં, કીડી-મંકોડા આદિ ત્રણ ઇન્દ્રિયવાળી યોનિમાં, ભમરો-પતંગિયા વગેરે ચાર ઇન્દ્રિયોવાળી યોનિમાં જીવ ઘણો કાળ ભટકે છે.
પાંચ ઇન્દ્રિય પ્રાપ્ત થાય તો મન હોતું નથી. મન હોય તો પશુ-પક્ષી આદિ બનીને ભૂખ
તરસ, છેદન-ભેદન આદિ પીડાઓ સહન કરવી પડે છે.
૧૨૮