________________
eeeS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન SSSSS
ચોથી કડીમાં કવિશ્રી બીજી એક મુખ્ય વાત કહે છે કે, રાગ અને રીસા (દ્વેષ) એ બંને તારો ક્ષય કરવાવાળા છે, તને દુ:ખ આપવાવાળાં છે, પણ જ્યારે એ બંને તારાથી દૂર થશે તો જ અને ત્યારે જ તું જગતનો ઈશ્વર બની શકીશ, એટલે કે મોક્ષ પામી શકીશ. ઘણી વાર એવું સાંભળ્યું હશે કે કોઈની જોડે વેર નહીં રાખવું. વેર રાખવાથી ઘણા ભવો ભટકવું પડે છે, પણ આ કડીમાં કવિશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે, રાગ પણ એટલો જ ભટકાવનાર છે. જ્યાં રાગ જીવંત છે ત્યાં જ છૂપા વેશમાં હાજર જ છે. ધારો કે તમારા દીકરા પર તમને ખૂબ રાગ છે. તેને કોઈ પાડોશીના છોકરાએ સળી કરી. તમને ખબર પડી, તો તમે શું કરશો ? પાડોશીના છોકરાને ગુસ્સો કરશો કાં એક લાફો મારી દેશો, તો તમે પાડોશીના દીકરા પર દ્વેષ કર્યો કે નહિ? કેમ ? કેમ કે તમને તમારા દીકરા પર રાગ છે. આમ આપણે તંદ્રમાં જીવીએ છીએ. આપણને જ્યાં દયા છે ત્યાં ક્રૂરતા પણ છે જ. બિલાડીના મોઢામાંથી ઉદરને છોડાવવા (દયા) બિલાડી પર છૂટો ઘા કરીશું (કૂરતા), પણ વીતરાગ ઠંદાતીત છે. તેને ન દયા, ન ક્રૂરતા.... ફક્ત કરુણાભાવ. ન રાગ, ન પ... ફક્ત સમભાવ. દ્વેષ કરતાં રાગ મોટો છે. ભગવાનને કેમ વીતરાગ કહ્યા ? વિતદ્વેષ નહીં કેમ કે જેનો રાગ ગયો, એનો દ્વેષ ગયો જ સમજો. માટે શ્રી જીવવિજયજી કહે છે કે જ્યારે તું રાગ અને રીસાને દૂર કરીશ ત્યારે જ તું દુ:ખથી મુક્તિ પામી શકીશ. ત્યારે તું જગદેશ્વર બની શકીશ.
પાંચમી કડીમાં કહે છે કે પારકી આશા રાખનારને સદાય નિરાશ જ થવું પડે છે, તે વાત તો જગજાહેર છે. માટે તું જો એમ માનતો હોય કે કોઈ વ્યક્તિ કે શક્તિ કે કોઈ ગુરુ તારા માથા પર હાથ મૂકી દેશે ને તારો બેડો પાર થઈ જશે... તો તે તું ભૂલી જા. જો તારે સાગર પાર કરવો હશે તો હાથ-પગ પણ તારે જ હલાલવા પડશે. હાથ-પગ કોઈ બીજું હલાવે ને તું સાગર પાર કરી દે એવું બન્યું નથી ને બનવાનું નથી. માટે પારકી આશા છોડીને તું જાતે અભ્યાસ કરે, સ્વાધ્યાય કર, ધ્યાન કર, કાઉસગ્ન કર, સાધના કર, તો જ તને હંમેશ માટેનો સુખઆવાસ (મોક્ષ) મળી શકશે. માટે યાદ રાખ... કોઈ તને માર્ગ બતાવી દેશે, ચાલવું તો તારે જ પડશે. કોઈ તને ભાણું પીરસી દેશે, ભોજન તો તારે જ કરવું પડશે.
છઠ્ઠી કડીમાં શ્રી જીવવિજયજી બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે, તારો જીવ પ્રમથ વાર નિગોદમાંથી નીકળ્યો ત્યારથી આજ સુધીમાં તારા જેટલા પણ ભવ થયા, તેમાં ક્યારેક કાજી થયો તો ક્યારેક પાજી તો વળી ક્યારેક જગમાં ખૂબ
૧૪૩ ૯
S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, કીર્તિમાન થયો તો ક્યારેક અપમાનિત....અરે... આ તો બધી પુગલની બાજી છે... હવે જીવ એમાં તું લપેટાઈશ નહીં. જીવ ચાર ગતિની ચોપાટમાં ક્યારેક દેવલોકમાં ઇંદ્ર બની આવે છે તો ક્યારેક સાતમી નરકે ફેંકાઈ જાય છે. કોઈક રાજા મૃત્યુ પામી પોતાની જ પાણીની ટાંકીમાં રંગબેરંગી કીડો બની જાય છે, તો કોઈક બોરમાં કીડો બને છે. અરે, આગલા જનમનો ભિખારી જેને બટકું રોટલોય મળતો નહોતો તે ભોજનની લાલચે દીક્ષા લઈ, એક દિવસનો સંયમ પાળી બીજા જનમમાં બન્યો સમ્રાટ અશોકનો પૌત્ર મહારાજા સાંપ્રતિ... તો વળી જુઓ, મહારાણા પ્રતાપ એકવાર સાવ ભિખારી બની ગયો હતો... કોઈ ભિખારીને ભીખમાં મળેલ રોટલો એણે માગ્યો હતો... તેય બાજપક્ષી આંચકી ગયું... અરે આવા કબહીક કાજી ને કબહીક પાજીના હજારો દાખલા શાસ્ત્રોમાંય મળશે ને આપણી આજુબાજુ પણ આપણે જોઈએ છીએ. આ તો બધી પુલની બાજી છે... પણ આશ્ચર્યની વાત છે કે ચાર ગતિની ચોપાટ ખેલતાં હજી જીવ થાક્યો નથી...
છેલ્લી કડીમાં તો કવિરાજે આખા તત્ત્વજ્ઞાનનો સાર કહી દીધો છે કે, હે જીવ... જો તારે જીવમાંથી શિવ બનવું હોય તો શુદ્ધ ઉપયોગ રાખીને સમતાને ધારણ કર. શુદ્ધ ઉપયોગ કોને કહેવાય તે આગળ સમજાવ્યું... જેમાં આત્માનો ઉપયોગ આત્મામાં જ રહે.. બાહ્ય કોઈ પણ ચીજમાં આત્માનો ઉપયોગ જાય નહિ... ને એવું ત્યારે જ બની શકે જ્યારે તમે સંપૂર્ણપણે વર્તમાનમાં રહો... જો ભૂતકાળમાં ગયા.... “લાણું આવું હતું, તેવું હતું. આ ખોટું થઈ ગયું...." વિચારવા લાગ્યા કે આત્માનો ઉપયોગ ગયો બહાર. જો ભવિષ્યમાં ગયા... “હવે હું એને જોઈ લઈશ, ખબર પાડી દઈશ, બહુ મજા આવી જશે..." આત્માનો ઉપયોગ થયો બહાર, પણ જો મનને વર્તમાનમાં સ્થિર કરી (વર્તમાનમાં મન સ્થિર કરવાનો સરળ ઉપાય છે શ્વાસ પર મન ટેકવવું). વર્તમાનમાં આપણી અંદર જે કાંઈ બની રહ્યું છે તેના પ્રત્યે સમતાભાવ કેળવવો. તો આત્માનુભવ થાય ને તેમાંથી અનુભવજ્ઞાન પ્રગટે તો જ મનોહર ધ્યાન થઈ શકે ને એ ધ્યાનથી કર્મનાં પડ ઓછાં થતાં જાય. એમ શુદ્ધ ઉપયોગ ને સમતા ધારણ કરી ... જ્ઞાન અને ધ્યાન દ્વારા જો કર્મકલંકને દૂર કરવામાં આવે... કર્મ શુભ હોય કે અશુભ, કર્ક રાગના હોય કે પના.. તેને ધ્યાન દ્વારા ઉદિરણામાં લાવી સમતા દ્વારા ખપાવતાં જતાં જ્યારે એક પણ કર્મ બૅલેન્સમાં નથી રહેતું ત્યારે આ જીવ શિવવધૂને વરે છે. એટલે કે મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. શ્રી જીવવિજયજી મહારાજની આ રચના પર જરા આત્મચિંતન કરીએ.
૧૪૪