________________
SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 આસક્તિથી મુક્ત થાય. માછીમારરૂપી પ્રતિકૂળ સંયોગ દૂર કરવા તેના વશમાં નથી, પણ પોતાની આસક્તિ-વૃત્તિથી નિવૃત્ત થાય અથવા વૃત્તિની હાજરી હોવા છતાં જ્ઞાન દ્વારા ચેતી જાય તેવા ઉત્કૃષ્ટ ભાવ કવિએ આ પંક્તિમાં ભર્યા છે. ત્રીજા પદમાં ચૈતન્યના જ્ઞાન દ્વાર મોહ પર વિજયની વાત. ચોથા પદમાં આત્મસ્થિરતાની અદ્ભુત વાત કહી છે.
જીવન વિકાસ દર્શાવતાં એકએક પદ પરની વિચારણા આલેખીએ તો એક મોટો ગ્રંથ થઈ શકે એવા વિશાળ અને ગૂઢ ભાવો આ કૃતિમાં છલોછલ ભરેલા છે.
આધ્યાત્મિક રીતે જીવને પોતાના લક્ષસ્થાન-મોક્ષ સુધી પહોંચવાનો વિકાસક્રમ શ્રીમદે જૈન આગમોની પરિપાટી અનુસાર દર્શાવ્યો છે. જૈન ધર્મમાં જીવની નીચામાં નીચી ભૂમિકા મિથ્યાત્વથી શરૂ કરી ઊંચામાં ઊંચી ભૂમિકા સિદ્ધપદ સુધીની દશાના જીવની યોગ્યતા પ્રમાણે ૧૪ વિભાગ પાડેલા છે. તે પ્રત્યેકને ગુણસ્થાન કહેવામાં આવે છે. આ કામાં ચોથા ગુણસ્થાનથી શરૂ કરી ૧૪માં ગુણસ્થાને વર્તતા જીવની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસંગોપાત પોતાની આધ્યાત્મિક સ્થિતિનો તેમ જ અભિલાષાનો ખયાલ પણ શ્રીમદે આ કાવ્યમાં આપ્યો છે. તેથી આ કાવ્ય શ્રીમનાં જીવન-કવનના તેમ જ આત્મિક વિકાસના અભ્યાસમાં ઘણું અગત્યનું બની રહે છે.
૨૧ કડીના આ નાના કાવ્યની ઉત્તમ ગુણવત્તાથી આકર્ષાઈને મુનિશ્રી જયવિજયજી, મુનિશ્રી કાનજીસ્વામી, મુનિશ્રી સંતબાલજી તથા નગીનદાસ શેઠ જેવા વિદ્વાનો આ કાવ્યની વિસ્તૃત સમજણ આપતાં પુસ્તકો લખવા પ્રેરાયા છે.
“અપૂર્વ અવસર પર મુનિ જયવિજયજીએ સૌપ્રથમ વિવેચનપૂર્ણ પુસ્તક લખ્યું છે. “શ્રી ગુણસ્થાન ક્રમારોહણ અથવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? એ પદ પર વિવચન' એ નામનું તેમનું પુસ્તક વિ. સં. ૧૯૭૮માં પ્રકાશિત થયું હતું. તેમાં મુનિશ્રીએ પ્રત્યેક કડીનો ભાવ, વિશેષાર્થ વગેરે વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યમાં જીવનો ચોથાથી ૧૪મા ગુણસ્થાન સુધીનો વિકાસક્રમ શ્રીમદે બતાવ્યો છે અને જીવ કેવા ક્રમથી એકએક ગુણસ્થાન ચડતો જાય છે તે બતાવ્યું છે, તેથી મુનિશ્રીએ આ કાવ્યને “શ્રી ગુણસ્થાન ક્રમારોહણ” જેવા સાર્થક નામથી ઓળખાવ્યું છે. તે પછી વિ. સં. ૧૯૯૬-'૯૭ આસપાસ પૂ. કાનજીસ્વામીનાં “અપૂર્વ
- ૧૮૧
999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999. અવસર એવો ક્યારે આવશે ? કાવ્ય પરનાં પ્રવચનોની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ હતી.
આ બે પુસ્તક પછી પૂ. મુનિ શ્રી સંતબાલજીનું ‘સિદ્ધિનાં સોપાન” નામનું "અપૂર્વ અવસર', પરનું વિવેચન પુસ્તક વિ. સં. ૨૦૦૭માં - ઈ.સ. ૧૯૫૧માં પ્રગટ થયું. આ પુસ્તક આ કાવ્યનો ગંભીર આશય સમજાવવા ઉપરાંત સાધક પોતાનું દીનત્વ પ્રભુ પાસે કબૂલતો હોય તેવી જાતની કલ્પના કરીને આ કાવ્યનો વિશેષાર્થ સમજાવ્યો છે. આ કાવ્યમાં ૧૪મા ગુણસ્થાનની પ્રાપ્તિ-સિદ્ધપદની પ્રાપ્તિ સુધીનો ક્રમ બતાવાયો છે. તેને લક્ષમાં લઈને મુનિશ્રીએ યોગ્ય રીતે “સિદ્ધિનાં સોપાન' એવું નામ આ કાવ્યને આપ્યું છે.
આ બધાં પુસ્તકોના વિશિષ્ટ ગુણોને લક્ષમાં લીધા પછી, આ આખું કાવ્ય વધુ વિસ્તારથી તથા ઝીણવટથી સમજાવવાનો પ્રયત્ન શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠે તેમના “પરમપદ પ્રાપ્તિની ભાવના” નામના “અપૂર્વ અવસર" પરના વિવેચના પુસ્તકમાં કર્યો છે. ગુણસ્થાનકમારોહણ બતાવવાની સાથે આ કાવ્યમાં શ્રીમદે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષા વ્યક્ત કરી છે. આ કાવ્યની છેલ્લી ગાથાની પહેલી પંક્તિ “એહ પરમદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં” પરથી શ્રી શેઠે આખા કાવ્યનો સાર જણાવતું “પરમપદ પ્રાપ્તિની ભાવના" એવું શીર્ષક યોદું જણાય છે.
જૈન આગમોની પરિપાટ અનુસાર શ્રીમદે આ કાવ્યમાં કરેલી ગુણસ્થાનવર્તી જીવની કક્ષાની ગોઠવણી વિશે મુનિશ્રી સંતબાલજી તેમનાં સિદ્ધિનાં સોપાન' નામના પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે :
“પણ એ વર્ગીકરણ અને ગોઠવણ એવાં તો ઉત્તમ અને સફળ થયાં છે કે આગ્રાનો તાજમહેલ જેમ શિલ્પનિયાનો અભુત કળાનમૂનો છે, તેમ આ ગીતા જેવા સર્વમાન્ય ગ્રંથની હરોળમાં આવે એવો આધ્યાત્મિક જગતનાં આલિશાન મંદિરનો કળાનમૂનો છે, એમ મને લાગ્યું છે. ગીતાની આસપાસ જેમ આખું આધ્યાત્મિક જગત છે, તેમ આની આસપાસ આધ્યાત્મિક જગતમાંથી કાઢી આપેલો કેવળ મલીદો છે. એ પચાવવા માટે અમુક ભૂમિકા જઈએ, પણ જેને પચે એનો બેડો પાર.'
આ દિવ્ય કૃતિનો ઉપસંહાર અંકિત કરી આપણી આકંઠ સરસ્વતીને પાવન કરીએ.
- ૧૮૨