SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 તરકીબોમાંથી સૂઝ અને ધર્મનો પરિચય પ્રાપ્ત થાય છે. આવા ઉપદેશકોએ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યના ઊંડા જ્ઞાનથી અભિજ્ઞ થઈને ભારતનાં પ્રાચીન સાહિત્ય અને સાહિત્યસ્વરૂપોને પોતાનાં ઉપદેશાત્મક પદોનું માધ્યમ બનાવેલું. એ રીતે અસ્તિત્વમાં આવેલી અહીંની પરંપરાની પદભજન-રચના પ્રકારની ગિનાન, નસિહત, કસીદા રચનાઓ, પ્રભાતિયાં, ગરબી અને આરતી જેવી રચનાઓ મુસ્લિમ ઉપદેશ સંતોએ રચી છે તે ખૂબ જ મહત્ત્વની છે. એમની અભિવ્યક્તિનું સ્વરૂપ અને વિષયસામગ્રી પૂરાં ભારતીય અને તળપદાં છે. માત્ર લિપિ અને કેટલાંક ભાષાકીય રૂપો જ અરબી-ફારસી છે. એમાં બહુધા મધ્યકાલીન ગુજરાતી ભાષા જ દૃષ્ટિગોચર થાય છે. આમ પોતાની વિચારધારાને બદલે જેને ઉપદેશ આપવો છે એ પ્રજાની સંસ્કૃતિ, સાહિત્ય અને માનસિકતાનો અભ્યાસ કરીને એના માધ્યમ દ્વારા અજાણ્યા સમાજમાં પોતાનાં વ્યક્તિત્વને-અસ્તિત્વને સ્વીકૃતિ અપાવવામાં, સ્થાપિત કરવામાં આ મુસ્લિમ સંતો સફળ થયેલા. આવી મુસ્લિમ સંતપરાપરામાં કાયમુદ્દીન ચિશ્તીનું સ્થાન મહત્ત્વનું છે. તેમનું જન્મવર્ષ નિશ્ચિત નથી, પરંતુ મૃત્યુવર્ષ હિજરી સન ૧૧૮૭ એટલે કે ઈ.સ. ૧૭૬૮ નિશ્ચિત છે. નંદરબાર તરફના ધોકડા ગામે તેમનું મૃત્યુ થયેલું. પછી મહી નદીના કાંઠે આવેલા એકલબારા ગામમાં તેમની ઇચ્છા મુજબ તેમને દફનાવવામાં આવેલ. ત્યાં તેમની દરગાહ છે. આજે પણ હિન્દુમુસ્લિમ પરિવારો ત્યાં દર્શનાર્થે જાય છે. કાયમુદ્દીન ચિશ્તીના પૂર્વજો ઇરાકની હેરાત નદી પાસે ચિશ્ત નામે શહેર આવેલું છે. ત્યાં ચાર મહાન બુઝર્ગ ચિશ્તી ખ્વાજાઓ થઈ ગયા. એમાંના એક ચિશ્તી ખ્વાજાની વંશપરંપરામાં બાબા ફરીદસાહેબ પીર જાણીતા છે. આ પીરને હિન્દુસ્તાનના બાદશાહો સાથે ગાઢ સંબંધ હતો અને મોટે ભાગે હિન્દુસ્તાનમાં જ રહેતા હતા. દિલ્હીના સુલતાન શમ્મુદ્દીન અલ્તમશના પુત્ર સુલતાન ગ્યાસુદ્દીનની પુત્રી સાથે લગ્ન થયેલાં હતાં. આમ જ્ઞાની ઉપરાંત શાહી ખાનદાન પરિવાર તરીકે તેમની ખ્યાતિ પણ આ કારણે હતી. આ બાબા ફરીદના વંશજો ત્રણસો વર્ષ પછી ગુજરાતમાં પ્રવેશી પાટણમાં આવી ત્યાં જ સ્થાયી થયા હતા. ત્યાંથી કડીમાં નિવાસી થયા હતા. પીરપરંપરામાં હજરત બદરુદ્દીનસાહેબ પણ ખૂબ પ્રખ્યાત હતા. એમના પુત્ર કાયમુદ્દીન બચપણથી જ પિતાની પાસેથી વારસામાં કુરાનનું જ્ઞાન મેળવીને એમાં ખૂબ જ ઊંડા ઊતરેલા. ૧૪૭ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 આઠમે વર્ષે તો એમને સમગ્ર કુરાન કંઠસ્થ હતું. પિતા પછી તેમણે પીરપદ પ્રાપ્ત કરેલું. તેમનો અરબી, ફારસી, સંસ્કૃત અને ગુજરાતી જેવી ભાષા પર ભારે કાબૂ હતો. તેઓ હિન્દુસ્તાની પ્રજાનાં સંસ્કારોથી, રીતરિવાજોથી પણ ભારે પ્રભાવિત હતા. પીરસાહેબ કાયમુદ્દીન પૂરા શાકાહારી હતા. એમની દરગાહ-રોજાની આસપાસ આજે માંસની દુકાન નથી કે એ પરિસરમાં પણ માંસાહાર વર્જ્ય ગણાય છે. પણ તેઓ ભારતીય યોગવિદ્યા, વેદાન્તના પણ ઊંડા અભ્યાસી હતા. તેમનું ઊંડું અધ્યયન જ નહીં, પણ જીવનમાં એનો વિનિયોગ પણ તેઓ કરતા, અર્થાત્ સાધનામાં પણ આગળ વધેલા. યોગનું રહસ્ય પામીને ષટ્ચક્રભેદન જેવી ક્રિયામાં સફળ પણ થયેલા. આ કારણે કેટલીક સિદ્ધિઓ હાંસલ કરેલી. એમને મુસ્લિમ તેમ જ હિન્દુ એમ બન્ને જ્ઞાતિઓ શિષ્યો-અનુયાયીઓરૂપે હતા. કાયમુદ્દીન ચિશ્તીની શિષ્યપરંપરા એમના શિષ્યોમાંના ઈબ્રાહિમ તો અભરામ ભગત તરીકે સમગ્ર ઉત્તર ગુજરાતમાં બહુ ખ્યાતનામ છે. બીજા એક પૂંજાબાવા પણ જાણીતા છે. કાયમુદ્દીન મુરીદ, ચમનસાહેબ શિષ્ય, નિરાંત ભગત, જીવન મસ્તાન નામના પાટીદાર ભગત અને એમની પિતરાઈ બહેન રતનબાઈ પણ ખૂબ જ જાણીતાં છે. રતનબાઈની કબર તો પીરસાહેબની દરગાહમાં જવાની નિસરણીનાં પગથિયાં પાસે છે. આ ઉજ્જ્વળ શિષ્યપરંપરા પણ ગુરુ કાયમુદ્દીન ચિશ્તીની માફક પદભજન-રચના અને પદ– ભજન-ગાન તરીકે જ અભિમુખ રહેલ જણાય છે. કાયમુદ્દીન ચિશ્તીનું ક્વન કાયમુદ્દીન ચિશ્તીના બે ગ્રંથો ‘દિલે રોશન’ અને ‘નૂરે રોશન’ મનાય છે. ‘દિલે રોશન’નો પ્રાપ્ત ન થવાને કારણે અભ્યાસ થઈ શક્યો નથી, પરંતુ ‘નૂરે રોશન’માંથી પસાર થતાં ખયાલ આવે છે કે મધ્યકાલીન ગુજરાતી, વ્રજ, હિન્દી ભક્તિ-પદ-રચના-ભજનપરંપરાની જેવી જ એ બધી રચનાઓ છે. આમાં ધનાશ્રી, બિલાવલ, મલ્હાર, મેવાડો જેવા રાગ અને ગરબા, વિવાહના ઢાળ તો બિલકુલ મધ્યકાલીન ગુજરાતી પરંપરાના જ જણાય છે. ઉપરાંત ગરબી, બારમાસી, પદ, ભજન વગેરે સ્વરૂપો, પણ તેમણે પ્રયોજ્યાં છે અને વિષયસામગ્રીમાં પણ સવિશેષપણે ભારતીય યોગવેદાન્તનાં તત્ત્વોને સ્થાન મળેલું છે. એમની રચનાઓમાંથી અત્રે એક બારમાસી સ્વરૂપની ‘અગમના બાર મહિના’ નામની કૃતિની વાચના, એનો સારાંશ અને અર્થઘટન રજૂ કરવાનો ઉપક્રમ છે. ૧૪૮
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy