SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 કાયમુદ્દીન ચિશ્તી કૃત બારમાસી : ચરણે સતગુરુને રમીએ, ઝીણા થઈ મુરશદને નમીએ, ત્યારે તો અલખ ધણીને નમીએ........(ટેક) સુરતા સૂન માંહી લાગી, કે વાંસળી અગનમાં વાગી, ખુમારી પ્રેમ તણી જાગી......ચરણે સદ્ગુરુને કારતકે કાયામાં જાગી, શબ્દ અગમ જાય લાગી, કે ત્યાંહાં નહીં વેદ કિતાબ કાજી......ચરણે ૨ માગશરે મન મારું મોહ્યું, દર્શન નૂર તણું જોયું, કે મેં તો અરસ કુરસ જોયું......ચરણે ૩ પોષે પિંડ મારું ખોયું, મન તો સતગુરુસે મોહ્યું, કે મેં તો અરસ કુરસ જોયું......ચરણે ૪ માહે મહાસૂનમાં ફોડી, સુરના સાહેબશું જોડી, કે શુધ મેં તો દેહી તણી છોડી......ચરણે ફાગણે બ્રહ્મ થયો પ્રકાશ, લાગી મને અંતરઘટમાં આશ, કે ઘટમાં પોતે થયા પ્રકાશ.......ચરણે ૬ ચઇતરે ચરણ જઈ લાગી, ધૂન મારી સાહેબશું વાગી, કે ભ્રાન્તિ મન તણી ભાગી......ચરણે ૭ વૈશાખે મન સુખમાં મોહ્યું, કે દર્શન નૂર તણું જોયું, કે તે તો સાહેબશું મોહ્યું......ચરણે જેઠે જગતમાં જાગી, તાળી આભમંડળમાં લાગી, ચિત્તમાં ચેતન જઈ જાગી......ચરણે અષાઢે અલેક રહ્યો ભરપૂર, હું તો જઈ ઊભી હજૂર, કે વાજાં વાગે અનહદ તૂર......ચરણે શ્રાવણે સુરંતા જઈ લાગી, મેં તો મન મમતા ત્યાગી, પિયુજીસે રંગ કેસરી બાંધી......ચરણે ભાદરવે વરમંડને ફોડી, સુરતા ગઈ વૈકુંઠ છોડી, દરસ મેં તો જીવતાં જોડી......ચરણે આસો મહિને હરિરસ પીધો, ગરબો અગમ તણો કીધો, ભેદ શાહ કાયમુદ્દીને લીધો.....ચરણે ૧૪૯ ૫ ૮ દ ૧૦ ૧૧ ૧૨ ૧૩ © આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન બારમાસીની વિષયસામગ્રી બારમાસીના આરંભે સરસ્વતીચંદનાને બદલે ગુરુવંદનાની વિગત મૂકી છે. ગુરુને નાના થઈને (વિનમ્રતાના ભાવથી) પ્રથમ વંદન કર્યાં પછી જ પરમાત્માને વંદન કરવાનું આલેખેલ છે. (અહીં ગુરુ દ્વારા જ પરમાત્માનું દર્શન શક્ય બન્યું હોઈને ગુરુને પ્રથમ સ્થાને મૂક્યા જણાય છે). એ પછીની કડીમાં એકાગ્રતા સમાધિ-અવસ્થામાં લીન થયાનો ઉલ્લેખ છે. આ સમાધિ-અવસ્થામાં તેજતત્ત્વમાં વાંસળીનો ધ્વનિ સંભળાયો છે. પ્રભુપ્રીતિનો કેફ ચઢચો છે. અહીં પ્રભુપ્રીતિમાં એકાકાર તલ્લીન થયાનો નિર્દેશ છે. (સૂફીપરંપરામાં ઈશ્વરને માશૂકા માનવામાં આવે છે અને કૃષ્ણભક્તિ પરંપરામાં ભક્ત પોતે જ માશૂકાનો ભાવ અનુભવતો હોય છે. અહીં કાયમુદ્દીન ચિશ્તી સૂકીપરંપરાને બદલે કૃષ્ણભક્તિની ગોપીભાવની પરંપરાને અનુસર્યા છે). કારતક મહિનામાં અનાહતની સ્થિતિ જાગી એવું આલેખન છે. જે ઇન્દ્રિય દ્વારા ગમ્યા નથી તે અગમતત્ત્વ તરફ્નો અનુરાગ કાયામાં જાગૃત થયો છે એ અનુભૂતિનું આલેખન કરવામાં આવ્યું છે. આ સ્થિતિ અગમ્ય છે. એને અનાહતની સ્તિ પણ માનવામાં આવે છે. આ સ્થિતિમાં પહોંચે એને વેદની કે કુરાનની અને કુરાનની આયાતો પઢાવનાર કાજીની આવશ્યકતા રહેતી નથી. માગશર મહિનામાં તેજતત્ત્વનાં દર્શનને કારણે મન મોહિત થયું છે એટલે એણે આપપણું ગુમાવ્યું છે. સોહમ્મોહમ્ નાહ્ને કારણે આ મારાપણું લય પામે એવી સ્થિતિએ પહોંચાય છે તેવી સ્વાનુભૂતિનું નિરૂપણ છે. પોષ મહિનામાં મન સદ્ગુરુમાં મોહિત હોવાને કારણે દેહભાવ ખોવાયાનો નિર્દેશ છે. આ કારણે બધું અરસ (બેસ્વાદ) જણાય એવો અ-રસ-કુરસ-ખરાબ સ્વાદના સાક્ષાત્કારનો અનુભવ અહીં નિર્દેશાયો છે. પછી સંસારસુખમાં રસ રહેતો નથી. એ ભાવને અભિવ્યક્ત કર્યો છે. દેહભાવ ભુલાયો, અર્થાત્ શૂન્ય (અમનીભાવની) સ્થિતિને (તુરીય અવસ્થાને) પામ્યાની વિગત એમાં નિહિત છે. સોહમ્મોહમ્ મંત્રજાપના પરિણામરૂપ આ સ્થિતિ છે. મહા મહિનામાં દેહ પરત્વેના જોડાણનો (સભાનતાનો) ભાવ છૂટવાનો નિર્દેશ છે. મહાશૂન્યરૂપી સંસારની સાથે સંબંધ તોડીને પરમતત્ત્વ (માલિક) જોડે સંબંધ સ્થપાયો છે તેવું આલેખન છે. ફાગણ મહિનામાં બ્રહ્મરૂપી પ્રકાશ - તેજનાં દર્શનની હૃદયમાં અભીપ્સા જાગી અને એ કારણે શરીરમાં એ તેજ અવતર્યું એની પરમતૃપ્તિનો નિર્દેશ છે. ૧૫૦
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy