________________
992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
6 ચૈત્ર માસમાં સોહસોહન્ના અનાહત નાદની ધૂન પરમાત્માનાં - માલિકનાં ચરણોમાં લઈ જાય છે. ભ્રાંતિ (અર્થાત્ શરીર-સંસાર-હુંપણું) ભાંગ્યાનો નિર્દેશ છે. અદ્વૈતભાવ-શિવગૌરીભાવની અનુભૂતિ-એકત્વને પામ્યાની સ્થિતિની વિગતો અહીં સ્થાન પામી છે. - વૈશાખ મહિનામાં મન શૂન્ય (પરમતત્ત્વ)માં મોહિત થવાને કારણે પરમતેજનાં દર્શન થયાનો અનુભવ વર્ણવ્યો છે. એ પછી સમગ્ર અસ્તિત્વ પણ પરમતત્ત્વ પરત્વે મોહિત થયું એમ જણાવ્યું છે.
જેઠ માસમાં જગતમાંથી આભમંડળ સાથે (છંદોગ્ય ઉપનિષદમાં આકાશનું જે રીતે નિરૂપણ છે તે દર્શાવે છે કે આ સમગ્ર નામ અને રૂપ તેમાં જ સમાવિષ્ટ હોવાથી તે પરબ્રહ્મ છે. ઉપરાંત તૈત્તિરીય ઉપનિષદમાં આકાશને આનંદ તરીકે નિરૂપેલ છે. તે પણ તેનું પરબ્રહ્મપણું પુરવાર કરે છે અને એને જ અહીં આભમંડળ તરીકે નિરૂપેલ જણાય છે). તન્મય-તલ્લીન થયાનો નિર્દેશ છે. હૃદયમાં આવો ઊંડો ભાવ ચૈતન્યરૂપે જાગૃત થયાનો નિર્દેશ છે.
અષાઢ માસે પૂર્ણતાનો-અહાલેક (અલક્ષ્ય)નો (સઘળી બાજુ બ્રહ્મ છે એવો) અનુભવ થયાની વિગતો છે. પાતે સેવા માટે પ્રિયતમ પાસે હજૂરરૂપે ઊભી રહી છે. અનાહત તેજના પરમાનંદ-વાયુવેગી વાજિંત્ર સાંભળવાનો અનુભવ થયાનો નિર્દેશ છે.
શ્રાવણ માસમાં પ્રિયતમમાં જ હવે એકાગ્રતા લાગી છે અને એ કારણે મન મમતાનો ત્યાગ કરીને કેસરી રંગને - પ્રિયતમના રંગને - પ્રાપ્ત કરીને એનામય, એમાં એકાકાર થઈને ભળી ગયાની એકત્વની અનુભૂતિનો નિર્દેશ છે.
ભાદરવા મહિનામાં બ્રહ્માંડને ફોડીને પ્રત્યક્ષ અપરોક્ષાનુભૂતિથી જીવતા અર્થાત્ સદેહે જ તેને પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન થયું છે. એટલે વૈકુંઠને પામવાની એકાગ્રતાતાલાવેલી છૂટી ગઈ છે એવું આલેખન થયેલું છે.
આસો માસમાં અગમ્યનો-પરબ્રહ્મનો ગરબો ગાઈને કાયમુદ્દીને ભેદને-રહસ્યને જાણી લીધેલ છે. હરિરસનું પાન અર્થાત્ પરમાત્માના સાક્ષાત્કારનો પરમાનંદ પ્રાપ્ત કરી લીધો છે.
વિષયસામગ્રીનું અર્થઘટન
અહીં પ્રેમલક્ષણા ભક્તિમાર્ગ (સગુણ) અને જ્ઞાનમાર્ગ (નિર્ગુણ) એમ બન્ને પ્રવાહનું દર્શન થાય છે. થોડાક અરબી, ફારસી શબ્દો સિવાય બધે જ પૂરું ભારતીય તત્ત્વદર્શન-યોગસાધના, વિષયસામગ્રી અને ભાષા દ્વારા પ્રગટે છે. એ રીતે બારમાસીમાં
૧૫૧
65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S, યોગસાધનાની અનુભૂતિના સાક્ષાત્કારના તબક્કાઓની અભિવ્યક્તિ કેન્દ્રસ્થાને છે.
પચ્ચક્રભેદનની સાધનાને લોકધર્મસંસ્કૃતિમાંના વિવિધ સંપ્રદાયોમાં ઊલટની સાધના-પલટની સાધના તરીકે ઓળખાવવામાં આવે છે. અહીં અલખધણી, સાહેબ, ઘટ, વરમંડ જેવા શબ્દો પ્રયોજાયા છે. તે લોકસંસ્કૃતિના લોકપંથોસંપ્રદાયો મહાપંથ અને રવિભાણપંથમાં પણ દષ્ટિગોચર થાય છે. એ રીતે આ બારમાસી રચના અને એના રચયિતા લોકધર્મસંપ્રદાય સાથે અનુસંધાન ધરાવતી પરંપરા સંકળાયેલા હોય એવું અનુમાન થઈ શકે. પીરપરંપરામાં પણ ઘટ-ઘટની ઉપાસનાપદ્ધતિ જોવા મળે છે. એ રીતે મૂળભૂત રીતે અહીં ઊલટની સાધનાની પરંપરાનું, અર્થાત્ પર્યક્રભેદનની સાધનક્રિયાનું દર્શન પ્રાપ્ત થાય છે.
- બારમાસીમાંનો બારની સંખ્યાદર્શક આંક ચોથા ચક્રનો પરિચાયક છે. આ ચોથા ચક્રને અનાહત નામે ઓળખવામાં આવે છે. આ ચકના આસનની પાંખડીઓની સંખ્યા બાર હોય છે. આ બાર પાંખડીની સંખ્યાનું નિદર્શન બારમાસીના બાર આંક દ્વારા મળી રહે છે. અનાહતનો નિર્દેશ કારતક માસમાં અને એ પછી અનેક માસમાં થયેલો છે. આ ચોથા ચક્રના દેવ - અધિપતિ શિવગૌરી છે. અહીં ચૈત્ર અને શ્રાવણ માસમાં એનો નિર્દેશ છે. આ ચક્રનું સ્થાન હૃદય છે. અહીં ફાગણ, જેઠ વગેરે માસમાં એનો નિર્દેશ થયેલ જોવા મળે છે. આ ચક્રનો ગુંજારધ્વનિ સોહમસોહમ્ છે, જેનો નિર્દેશ પોષ, મહા, ચૈત્ર વગેરે માસમાં થયેલો છે. આ ચક્રનું તત્ત્વ તેજ છે, જેનો નિર્દેશ અહીં માગશર, વૈશાખ, જેઠ, અષાઢ, ભાદરવો વગેરેમાં થયેલો જોવા મળે છે.
આમ આ રચના ચોથા ચક્રભેદની-અનાહત-ભેદની અનુભૂતિની અભિવ્યક્તિ છે. અહીં સુધી સાધનાપંથે પહોંચનાર પુરુષને સાધુ અને સ્ત્રી હોય તો તેને સાધવીની પદવી-બિરુદ પ્રાપ્ત થાય છે. એ રીતે આ રચના કાયમીનની સાધુ પદપ્રાપ્તિની અનુભૂતિની અભિવ્યક્તિ છે. એ રીતે અહીં બારમાસીમાં ભારતીય યોગસાધના ધારાનું, પોતાને પ્રાપ્ત અનુભૂતિનું આલેખન કેન્દ્રસ્થાને છે.
યોગસાધના ઉપરાંત અહીં ભારતીય તત્ત્વદર્શનનાં અનેક ઉદાહરણો પણ સ્થાન પામ્યાં છે. નાના થઈને રહેવાની-અલ્પતાના ભાવની શિષ્યની વિભાવના, ગુરુમહિમાનું તત્ત્વ, શરીર પરત્વેના ભાવનું દૃષ્ટિબિંદુ, આપપણું-મારાપણું ભુંસાવાની વિગત, અદ્વૈતભાવના, તન્મય, એકાકાર અને ભ્રાંતિનું અને શૂન્યનું જે નિરૂપણ થયેલું છે તે વેદ-ઉપનિષદકથિત વેદાન્તવિચારની સાથે - ભારતીય તત્ત્વદર્શનની
- ૧૫૨