________________
GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 એના શાશ્વત સંદેશને લઈને સૌને કૃતાર્થ બનાવતી રહી છે. આ કારણે મીરાંનું સ્થાન માનવગુરુનું બન્યું છે. માત્ર પરમેશ્વરની પ્રિયા હોવાને નાતે જ નહીં, પણ જીવનનો અર્થ પામ્યાને કારણે પણ મીરાં મરમી માનવગુરુ સિદ્ધ થઈ છે.
મીરાંની ચૂળ ઓળખ મધ્યકાલીન ગુજરાતની ઉત્તમ સંત કવયિત્રી; મેડતિયા રાઠોડ કુળની પુત્રી, સિસોદિયા કુળની પુત્રવધુ. દુઃખી વિધવા હોવા છતાં પોતાને અખંડ સૌભાગ્યની સ્વામિની ગણતી સધવા; ગોકુળ-વૃન્દાવનમાં ક્રતી ચિરપ્રવાસી ને દ્વારકામાં અનંતને ભેટતી સ્ત્રીની છે. એના જીવનમાં આવેલા તબક્કાઓની વચ્ચે એણે જીવેલા જીવનનો સમયગાળો આશરે ઈ.સ. ૧૪૯૭થી ૧૫૪૭ સુધીનો ગણાયો છે.
મીરાંની સાચી ઓળખ તો પરમેશ્વરની પ્રિયતમા તરીકેની ગણી શકાય. જનમ ધરીને મીરાંએ જે કર્યું છે તે આ. મૃત્યુ સમયે પણ તેની પાસે જે મૂડી છે તે આ જ. મીરાં ચિરપ્રેમિકા છે. પ્રેમ તત્ત્વ તેને રીતસરની ઘેરી લીધી છે. સમજ આવ્યા પછી તેને પ્રેમનો મહિમા સમજાયો છે એવું નથી. એ જાણે કે પ્રિયતમા બનીને જ કોઈની પુત્રી તરીકે, કોઈક દેશમાં જન્મી છે. આ વાતનો એકરાર કરતાં તે કહે છે :
આધ વૈરાગણ છું,
‘બાલા તે પણમાં પ્રીત બંધાઈ. જાણે કે થઈ રહ્યું! જે ક્ષણથી મીરાં પ્રેમપાશમાં બંધાઈ તે જ ક્ષણથી સંઘર્ષ શરૂ થઈ ગયો. આ સંઘર્ષ તેણે સહેલાં દુઃખોનો નહોતો, તેના વૈધવ્યનો નહોતો, જનસમાજ તેની પીડાને સમજવા તૈયાર નહોતો તેનો પણ નહોતો. આ સંઘર્ષ હતો પ્રિયતમની વધુ ને વધુ નિકટ થવાની ઉતાવળનો. જેનું નામ હતું વિરહ. મીરાં વિષાદની નહિ, પણ વિરહની મારી છે. અસીમ તત્ત્વને મીરાં ચાહી બેઠી છે. હવે ચિંતા છે તેને હાથવગું કરવાની : ‘નંદના કુંવર સાથે નેડલો બંધાણો, મારે છેડવો ઝાલીને ફરવું છે.”
મીરાંનું આ પ્રારંભિક, ઊઘડતું વ્યક્તિત્વ છે. પ્રેમની ભાળ જેને લાગી એ ધન્ય તો થઈ જ ગયું, પણ પછી બીજી ચિંતા ઉત્પન્ન થાય છે પ્રિયતમની ભાળ લાગવા અંગેની. એકલા પ્રેમથી કંઈ ચાલતું નથી. પ્રેમતત્ત્વને પામેલી મીરાં જીવનની વસમી યાત્રાએ - પ્રિયતમની શોધમાં નીકળી પડે છે. વિરહની મારી હોઈને તે શિથિલ બની ગઈ છે. પોતે અનુભવેલા શૈથિલ્યને એણે અનેક જગાએ,
૨૦૩
S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, અનેક રીતે વ્યક્ત કર્યું છે :
‘હું તો ટળી રે સંસારિયાના કામની રે,
મુંને લેહ લાગી હરિના નામની રે.” મીરાંની સામે, તેના પ્રેમની સામે જેણે ફરિયાદ નોંધાવી છે તેવા લોકોને પણ વિવશ મીરાં જવાબ આપે છે : ‘મારું મનડું વીંધાણું રાણા, ચિત્તડું ચોરાણું રાણા, હું શું કરું ?'
મીરાં પ્રેમથી એટલી તો ભરાઈ ગઈ છે કે પોતે કરેલા પ્રેમને જાણે તે સહી શકતી નથી. આ પ્રેમે તેને વીંધી નાખી છે :
‘પ્રેમની, પ્રેમની, પ્રેમની રે, મુને લાગી કટારી પ્રેમની. ઈશ્વરે પ્રેમનું આક્રમણ કરીને મીરાને ઘાયલ કરી છે, મૂંઝવી મારી છે.
‘કટારી લાગી આરપાર રે, મનડું તો ઘાયલ થયું! આ વાત કહેવી પણ કોને ! પ્રેમ કર્યો તેની જ સામે જ્યાં ફરિયાદ હોય ત્યારે જવું પણ ક્યાં ? આથી મીરાં પોતા જેવા જ લોકોને યાદ કરીને આશ્વાસન મેળવે છે :
‘રામબાણ વાગ્યાં હોય તે જાણે' કહીને યાદ કરતાં તેને પોતાના સહધર્મીઓનું સ્મરણ થાય છે :
ધ્રુવને માર્યા, પ્રહલાદને માર્યા તે ઠરી ના બેઠા ઠામ.” જેનાજીના સામું મીરાંના પ્રિયતમે જોયું તે બધાની શાંતિ જ હરાઈ ગઈ. મીરાં તો રહી અબળા. તેનું ગજું શું ? | ‘પિયુજી હમારો પારધી ભયો, મેં તો ભઈ હરિણી શિકાર.” એક તો પોતે હરિણી-સી કોમળ, પાછો તેનો શિકાર થયો ને એ પણ હોશિયાર શિકારીનાં શસ્ત્રોથી. એ જ ક્ષણે મીરાંનું મીરાંપણું-સ્વત્વ ખોવાઈ ગયું. ‘કાનુડે ભાળીને કીધાં ખાખ !' કહેતી મીરાં ધીમેધીમે પ્રેમમાંથી ભક્તિમાં જાણે સરકતી ગઈ છે. આ પ્રેમ એને પરમતત્ત્વના મિલન સુધી લઈ જાય છે.
૨૦૪