________________
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500
વધુ ને વધુ કર્મો પેદા કરે છે માનવીની આવી પરિસ્થિતિ દર્શાવતાં સંત કબીર અમની પ્રથમ ‘બિરહુલી'માં માર્મિક રીતે કહે છે
નિત ગોૐ નિત સીંચેં બિરહુલી, નિત નવ પલ્લવ ડાર બિરહુલી.
એટલે કે જેમ ખેતરમાં બીજ નાખીને છોડ થઈ ગયા બાદ ખેડૂત પાકને ખોદે (ગોંડે) છે, એને પાણી પાય છે, એની સંભાળ લે છે, એ જ રીતે સંસારમાં ખૂંપેલો માનવી રાગદ્વેષ દ્વારા એનાં કર્મના પાકને ખોદતો રહે છે, પાણી પાતો રહે છે અને પરિણામે એના સંસારવૃક્ષમાં નિત્ય નવીનવી ડાળીઓ ફૂટતી હોય છે. કર્મની લીલા દર્શાવી માનવી કઈ રીતે પોતાનાં કર્મો બાંધીને સમગ્ર જીવનને બદબાદ કરે છે તે દર્શાવે છે.
સંત કબીર એક વૃક્ષની ઉપમા દ્વારા આ દર્શાવે છે. એમના કહેવા પ્રમાણે આ કર્મના વૃક્ષમાં એક પ્રસિદ્ધ ફૂલ ખીલે છે, જેને એષણા કે વાસના કહેવામાં આવે છે. જ્યાં સુધી વ્યક્તિ આ જગતમાં છે, ત્યાં સુધી એના મનમાં એષણા કે વાસના સતત કાર્યરત હોય છે. વળી બીજાં પ્રાણીઓ કરતાં માનવીની વાસના વિશેષ પ્રબળ હોય છે અને માનવી જુદાજુદા પ્રકારની એષણાથી ઘેરાઈ જાય છે. એની પાછળ આંધળી દોટ મૂકે છે. એની એષણા એનાં મન, વાણી અને ઇન્દ્રિયો સઘળાંની આસપાસ વીંટળાઈ વળીને એને બાંધી દે છે.
કોઈ વ્યક્તિ નિઃસંતાન હોય, તો એને પુત્રની એષણા હોય છે, એને જીવનમાં ગમે તેટલી સુખ, સમૃદ્ધિ કે સત્તા મળી હોય, તોપણ સંતાન વિના સઘળું સુખ ધૂળ બરાબર લાગતું હોય છે, કારણકે એષણા એના મનમાં નિઃસંતાન હોવાનો એવો વસવસો જગાવે છે કે જીવનની બીજી કોઈ બાબત વિશે એ લેશમાત્ર વિચાર કરતો નથી. એવી જ રીતે કેટલીક વ્યક્તિઓમાં વિત્તેષણા હોય છે. એ રાત-દિવસ ધનને માટે દોડતી હોય છે. ધન એ એના ખિસ્સા પર રહેવાને બદલે એના હૃદય પર વસતું હોય છે. એ અહર્નિશ ધનપ્રાપ્તિના વિચારો કરતો હોય છે અને ધન એ જ એના જીવનનાં સર્વ કાર્યોનું કેન્દ્ર બની રહે છે. આવી વ્યક્તિ લક્ષ્મીપતિ નહીં, બલકે લક્ષ્મીદાસ બની જાય છે અને લક્ષ્મી જ્યાં દોડાવે ત્યાં બીજું બધું ભૂલીને દોડતો રહે છે.
વ્યક્તિમાં ત્રીજી ઇચ્છા એ લોંકણા છે. એને આ લોકમાં પ્રસિદ્ધિ પામવાની તીવ્ર ઇચ્છા હોય છે અને આવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એ કોઈ પણ અવળો
૩૭
PS
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ©©
માર્ગ અપનાવતા અચકાતો નથી. માણસ આ એષણાનો ગુલામ બની જાય છે અને તેથી એના મનમાં એની અતૃપ્તિ છવાઈ જાય છે. આને સંત કબીર એક માર્મિક પંક્તિથી દર્શાવતાં કહે છે,
ફૂલ એક ભલ ફૂલલ બિરહુલી, ફૂલિ રહલ સંસાર બિરહુલી.
સંત કબીર કહે છે કે કર્મના વૃક્ષ પર એક ફૂલ ખીલે છે. એ એષણાનું ફૂલ સંસારી વ્યક્તિમાં સંદૈવ વસતું હોય છે. આ રીતે મનુષ્ય એને બંધનરૂપ બનતાં સાત કર્મબીજ એ ધરતીમાં વાવતો જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, મન તથા અહંકાર એ સાત બીજ છે. એ પોતાના જીવનરૂપી ખેતરમાં એને નાખીને જેમ બીજને પાણી પાવામાં આવે છે અને એની આસપાસની જમીનને ખોદે છે, એ રીતે પોતાના રાગદ્વેષ વગેરેથી સંસારી જીવ એ કર્મબીજના પાકને ગોડે છે, પાણી પાય છે અને ધીરેધીરે આ બીજમાંથી મન, વચન અને ઇન્દ્રિય પર છવાઈ જતું સંસારવૃક્ષ ઊગે છે અને તે વૃક્ષ પર એષણા નામનું ફૂલ ખીલે છે. વ્યક્તિના મનરૂપી ઉપવનમાં ત્રણેય પ્રકારની એષણાનાં ફૂલ ખીલતાં હોય છે.
આ રાગદ્વેષને દૂર કઈ રીતે કરવા ? મન, અહંકાર જેવાં સાત બીજથી થતાં કર્મબંધનોનું નિવારણ કરવું કઈ રીતે ? એષણાઓનો કઈ રીતે અંત આણવો ? તો એના ઉત્તરમાં સંત કબીર કહે છે કે એષણાઓની લીલા અનેરી છે. વ્યક્તિ જ્યારે સાધનાની શરૂઆત કરે, ત્યારે તો એનામાં એષણાઓ અને વાસનાઓ જાગતી હોય છે. આ એષણા અને વાસના ત્યજવાનો વ્યક્તિએ પ્રયત્ન કરવો પડે અને તે માટે એણે સંતસમાગમ સેવવો જોઈએ. સંત કબીર કહે છે કે સંતજન સદા એષણાનાં ફૂલને તોડતા રહે છે, અર્થાત્ એ કે સંત સંદૈવ જાગતી ઇચ્છાઓ, એષણાઓ અને વાસનાઓનો ત્યાગ કરતા રહે છે.
જો તમે વૃક્ષ પર ઊગેલા ફૂલને તોડી નાખો, તો પછી એમાંથી ફળ આવવાની સંભાવના ક્યાંથી રહે ? સંત એ તો માનવીની એષણાના પુષ્પ તોડનારો માળી છે. એ આવી એષણાઓ દૂર કરીને સ્વયંને અને સાધકોને ભવબંધનોથી મુક્ત કરતો હોય છે. એષણા અને વાસનાના ફૂલને સતત તોડતા રહેવું, એનું નામ જ સંતત્વ. સાધક જ્યારે સાધનાની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરે છે, ત્યારે એના મનમાં એષણાનું કોઈ ફૂલ ખીલતું નથી અને જો કોઈ ફૂલ ખીલે તો સંત
Ve