________________
SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999
માતા-પિતા અને સ્ત્રી-પુત્રાદિકથી નિધે તારો સ્વાર્થ સરવાનો નથી, કેમ કે એ સૌ સ્વાર્થનાં જ સગાં હોઈ સ્વાર્થનિષ્ઠ હોય છે. એ અમારી વાત બરાબર લક્ષગત રાખી ગલત કરીશ નહીં એમ પરોપકારરસિક શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે.
સારબોધ : જીવ મુગ્ધતાથી જે શરીર, કુટુંબ-કબીલાદિક માટે મોહવશ મરી પડે છે તે સંબંધ બંધાય કારમા, ક્ષણિક ને સ્વાર્થી છે. નિત્યમિત્ર સમો દેહ અને પર્વમિત્ર સમા સ્વજન-કુટુંબીજનો પોતાનો સ્વાર્થ સરે ત્યાં સુધી જ સંબંધ ધરાવે છે. ખરો નિ:સ્વાર્થ સંબંધ (નાતો) તો કેવળ જુહાર-મિત્ર સમા ધર્મનો જ છે. તે પરદુ:ખભંજક હોઈ સુજ્ઞ જનોએ સદા આશ્રય કરવા યોગ્ય છે. ત્રણ મિત્રોની કથા ઉપદેશમાળાની ટીકાના ભાષાન્તરમાંથી વાંચી સાર ગ્રહી, માદક મોહને તજી, ધર્મપ્રેમ જગાડવો જોઈએ અને તેને જ સાચવી પોષ્યા કરવો જોઈએ. અનંતકાળ સુધી ભવચક્રમાં ફરતાંફરતાં આવો દુર્લભ મનુષ્યભવ ભાગ્યયોગે મળ્યો છે તે જ્ઞાનચક્ષ ખોલી સાર્થક કરી લેવા ચૂકવું ન જોઈએ. ઘણાએ જ મુગ્ધજનો “આ ભવ મીઠા, પરભવ કોણે દીઠા' એવાં નાસ્તિક પ્રાયવચનો વદી અનાચારે કે દુરાચારને સેવી બધો ભવ હારી જાય છે. સુજ્ઞ જનો તો સદાચારથી તેને સાર્થક જ કરે છે.
સમજ પરી મોહે સમજ પરી, જગમાયા સબ જૂઠી, મોહે સમજ પરી. એ આંકણી. કાલ કાલ તું ક્યા કરે મૂરખ, નાહી ભરૂંસા પલ એક ઘડી. જગ....૧ ગાફિલ છિન ભર નાંહી રહો તુમ, શિર પર ઘૂમે તેરે કાલ અરી. જગ...૨ ચિદાનંદ એ વાત હમારી પ્યારે, જાણો મિત્ત મનમાંહે ખરી. જગ....૩
અર્થ: હે પ્રભુ! જગદીશ્વર ! આ જતનની બધી માયા જૂઠી છે, ખોટી છે, વિનાશી છે, ફસાવનારી છે એમ હવે મને આપના પ્રતાપથી ખબર પડી ગઈ છે. હવે શુદ્ધ ચેતના પોતાના આત્માને સમજાવે છે કે તું કાલ કાલ-અથવા કાલે કરીશ એમ શું કાર્યને અંગે શું કર્યા કરે ? અહીં તો તારી સ્થિરતાનો ભસો એક ઘડી કે એક પળનો નથી. એક ઘડી કે પળ પણ તું જીવીશ એએવો નિરધાર નથી. ૧
માટે હે આત્મા ! તું એક ક્ષણવાર પણ ગાફિલ (ગફલતમાં) રહીશ નહીં, કેમ કે તારા મસ્તક પર તારો કાળશત્રુ ભમ્યા જ કરે છે અને તેને પોતાના સપાટામાં લેવાની તજવીજ કર્યા જ કરે છે. ૨.
999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 999899
ચિદાનંદજી મહારાજ કહે છે કે, હે મિત્ર ! આ મારી કહેલી વાત તું તારા ચિત્તમાં ખરેખરી નિઃસંદેશ માની લે. ૩.
સાર આજ સુધી આ જગતની માયાને આ પ્રાણી સાચી માનતો હતો, એકાએક નાશ નહીં પામી જાય એમ સમજ્યો હતો, પરંતુ જ્યારે ગુરુમહારાજના ઉપદેશથી તેમ જ જાતઅનુભવથી એ બધી માયા જૂઠી છે, અહિતકર છે, ક્ષણવિનાશી છે એમ ખાતરી થઈ, ત્યારે હવે એ ચેતી જઈને કહે છે કે – ‘હવે તો મારી ખાતરી થઈ છે કે, આ જગતની માયા સર્વ જૂઠી છે અને તેનો એક પળનો પણ ભરૂસો રાખવા જેવું નથી.’ ઘણી વખત સારાં કાર્યો કરવામાં આ જીવ વાયદા કર્યા કરે છે, તેને તેવા પ્રાણીકાળનો ભરૂસો અમુક અંશે કરે છે, પરંતુ શાસ્ત્રકાર તો કહે છે કે, 'તારા પડછાયાને મિષે જ કાળ તારી સાથે ભમ્યા કરે છે અને તારું છળ જોયા કરે છે, જ્યારે તેને લાગ મળશે કે તરત જ તે તને કાંઈ પણ ચેતાવ્યા વગર દેહથી વિખૂટો કરી દેશે', માટે જે કાંઈ શુભ કાર્ય થઈ શકે તે કરી લેવા માટે ચિદાનંદજી મહારાજ પણ શિખામણ આપે છે અને મિત્ર તરીકે સંબોધી તેને સાવધાન રહેવા સૂચવે છે.
મુસાફિર ! રેન રહી અબ થોરી. એ ટેક. જાગ જાગ તું નિંદ ત્યાગ દે, હોત વસ્તુની ચોરી. મુસાફિર.... ૧ મંજિલ દૂર ભર્યો ભવસાગર, માન ઉર મતિ મોરી, મુસાફિર.. ૨ ચિદાનંદ ચેતનમય મુરત, દેખ હૃદય દ્રગ જોરી. મુસાફીર....૩
અર્થ: હે મુસાફ ! હવે રાત્રિ ઘણી થોડી રહી છે, માટે તું નિદ્રાનો ત્યાગ કર અને જાગૃત થઈ જા, કારણકે તારી નિદ્રાવસ્થામાં તારી અનેક વસ્તુઓની ચોરી થઈ ગઈ છે.
સાર: આ ટૂંકા પદમાં પણ કર્તાએ હિતશિક્ષા ઘણી આપી છે. આત્માને તેની સ્થિતિ ઓળખાવી છે અને હવે ફરીને પ્રમાદમાં ન પડી જાય તેટલા માટે મજલ ઘણી દૂર છે એમ બતાવીને સાવચેત કરેલ છે. આ પદનું રહસ્ય જે ભવ્ય જીવ પોતાના હૃદયમાં ધારણ કરી, તેનો વિચાર કરી, તદાનુકૂળ વર્તન કરવા સાવધાન થઈ જશે તે મનુષ્ય અવશ્ય વાંચ્છિત લાભને મેળવી શકશે.
સંદર્ભઃ શ્રી ચિદાનંદકૃત બહોતેરી - કુંવરજી આણંદજી, ભાવનગર
(અમદાવાદસ્થિત પ્રવીણભાઈએ જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા પર Ph.D. કરેલ છે. દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પ્રવચન આપે છે.) *