________________
992 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
તારલાના તેજનું વધવું એ કંઈ સાવ નાની ઘટના નથી. અંધારાં સાથે તેજ, આ બેનું સાચાર્ય તેજને સાધે છે. અંધારાં સાથે અર્થની સહજતા સાથે પ્રતીકની સજતા જુઓ,
ભલે હો નાવડી નાની, સમંદર હો તુફાની, અમારો નાખુદા આલાજિગર છે આસમાની.
દરેક અવસ્થામાં ખુદા તો મહેરબાન જ હોય છે, ભલે ને મનુષ્ય કોઈ પણ હોય. આ ખુદા કોઈ પણ અવસ્થામાં આવે તેને ઓળખવાની તૈયારી આપણી હોવી જોઈએ. આ પરમનો અનુભવ તેમણે સતત કર્યો છે અને એની અનુભૂતિમાં તેઓ જીવ્યા છે. દેહરૂપી દીવો ઓલવાઈ જાય અને કોઈ જ્યોત એમની રાહ જોતી હોય, હેતના ટકોરાની રાહમાં તેઓ હોય છે. “અદીઠો સંગાથ' તેમની ખૂબ જાણીતી રચના છે. અવકાશમાં પગલું માંડતાં નીચે હરિવરનો હાથ જોતાં કવિ, સતત પોતાની સાથે પરમને અનુભવે છે. ભય અને સંશય - આ બંને જ્યારે પરમ હોય, ત્યાં ન હોય. જેને મનમાં શંકા ન તે જ ત્યાં પહોંચે છે, જ્યાં શ્રદ્ધા હોય તે એ અનુભૂતિ પામી શકે છે.
‘ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં, ફૂટી એને રૂંવેરૂંવે આંખજાગીને જોઉં તો કોઈ નથી એકલું.”
અધ્યાત્મદિશાનો ઉઘાડ તેમની કવિતાનો મુખ્ય સૂર છે. આ પરમ ક્યારેક ગીત બની તો ક્યારેક સંગીત બની તેમનામાં આલાપ જન્માવી રહ્યાં છે. જીવનની કપરી બાબતો વખતે આ સુકાની જ મદદ કરે છે. બીજી તરફ સર્જકનો સ્વભાવ પણ મોજીલો છે. પંક્તિ જુઓ :
રોજ પૂછો છો કામનું ? રોજ પૂછો કમાણીનું ? એવી નકામી મુજ કને માહિતી મારા સમ, નથી.
તેમની કવિતામાં એકવાર ભીતરનો સૂર પ્રાપ્ત થાય પછી દુનિયાના બદલાતા સૂર અંગેની બેપરવા જોવા મળે છે. ભાવમાં વિશેષ રહેવાનું સર્જકને વધુ ફાવે છે. ભક્તનું હૃદય અને ભગવદ્ભાવનું વિશાળ વાંચન એમનાં બે મહત્ત્વનાં પાસાં છે. માનુષી અને દિવ્ય એ બંને પાસાં એમના વ્યક્તિત્વને પૂરક બનાવે છે. મકરન્દ દવેએ કહ્યું છે કે, અંદરની પ્રેરણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મનમાં ફણગો ફૂટે છે અને પછી આંતરિક દિશા સૂઝે
૧૯૩
GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 છે. મરકન્દ દવેને આપણે “ગમતાનો ગુલાલ' કરનારા સર્જક તરીકે ઓળખીએ છીએ. તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે કે, આ પ્રયોગ તેમને કુન્દનિકાબહેન પાસેથી મળ્યો છે. તેઓ માને છે કે પોતાની પાસે જે સુંદર છે, શિવ છે, સત્ય છે તે સમસ્તને માટે છે. એટલે તો માધવને મટુકીમાં વેચવા નીગળેલી ગોપી સાથે કવિ પોતાની કરતાલ વગાડે છે. આપવાનો, વહેંચવાનો, પોતાને જે મળ્યું છે તે સમસ્તને મળે તેવો ભાવ ખૂબ સૂચક રીતે આ શેરમાં જુઓ,
‘તમે તો ખોબલે પાઈ રહ્યા, છતાં પ્રીતમ, તરસ નહીં માટે ન પાઉં જો તમામ લગી.
લોકોને કશાકનો નશો ચડતો હોય છે, સત્તાનો, સંપત્તિનો, પદ ને પ્રતિષ્ઠાનો નશો ચડતો હોય છે. આ કવિને સમુંદરની લહેરુનો નશો ચડ્યો છે. એ અગાધ ચૈતન્યનો સમુદ્ર છે. એની લહેરુએ કવિનાં રોમેરોમને ઝંકૃત કર્યા છે, કારણકે એના ઘટમાં એની ભીતર કોઈક ઘેરઘેરું ગહેકે છે. એ જ પરમતત્ત્વ છે. પીડાની પારનું આ અખંડ અનુભૂતિનું કાવ્ય છે.
મકરન્દ દવેનું પદ્ય નિર્ભેળ, નિસ્વાર્થ અને મુક્તપ્રેમનું છે. કવિ પોતાના જીવનની પ્રત્યેક પળને મુક્ત બની ચાહી શકે છે, વ્યથા અને વેદના, દરિદ્ર અને અભાવ વચ્ચે મનુષ્ય તાકી શકે એમાં નવાઈ નથી, પરંતુ એની વચ્ચે પણ કવિ સ્વપ્ન જોઈ શકે છે. કવિ આની વચ્ચે પણ પરમની અનુભૂતિ પામી શકે છે. માણસનું નામ એ તો એનું વસ્ત્ર છે, એનું રૂપ છે, એનો બાહ્યાચાર છે, પણ જે મનમાં લયની ગતિ નિરંતર ચાલે અને પરમાત્મા એ લયમાં જ ભળી જતા હોય છે. મકરન્દ દવેના પદ્યમાં કવિની આરત, ભક્તની તરસ, સત્યની શોધનો ભીતર ઊછળતો સમુદ્ર, જે એમની કવિતાને વહેણની ઉફરી અને જ્ઞાનની પારદર્શકતાથી સભર છે.
(મુંબઈસ્થિત ડૉ. સેજલ શાહ, મણિબહેન નાણાવટી વિમેન્સ કૉલેજનાં ગુજરાતી ભાષાનાં વિભાધ્યાક્ષ છે. “પ્રબુદ્ધજીવનનાં તંત્રી છે. એમનાં પુસ્તકો ‘મુઠ્ઠી ભીતરની આઝાદી’ અને ‘આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ' ઉપરાંત ગુજરાતી પદ્ય વિમર્શ : ફાગુ, બારમાસીનું સંપાદનકાર્ય કર્યું છે).