________________
GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5555555
સંતોની વાણીમાં
આત્મદર્શન
999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99999. અસંખ્ય ભિન્નતા હોવા છતાં સમગ્ર ભારતવર્ષની પ્રજામાં ઊંડી તલસ્પર્શી મૂળગત એકતા જોવા મળે છે અને એ છે ભારતીય સંસ્કૃતિની એકતા. ભારતની ભાવાત્મક અને સાંસ્કૃતિક એકતા ઓખાથી આસામ સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ભારતની અનેક પાસાંવાળી અને રંગવાળી છતાં શ્રી ઝવેરચંદ મેઘાણી કહે છે એમ ભાતીગળ ચૂંદડી જેવી વિશિષ્ટ ભાત પડતી રહી છે. ભારતનો ધર્મચિંતન પ્રવાહ, અધ્યાત્મ સાધનાનો પ્રવાહ કાયમને માટે રાજકીય સંઘર્ષો કે સાંપ્રદાયિક કટ્ટરતાથી મુક્ત રહ્યો છે. જગતના સૌથી પ્રાચીનતમ સાહિત્ય એવા આપણા
ટ્વેદમાં એક જ સત્યને કવિઓ અને વિચારકો જદી જુદી રીતે, જુદીજુદી ભાષામાં અભિવ્યક્ત કરે છે. એની વસ્તુમાં કે ગુણમાં ફેર નથી, માત્ર નામરૂપમાં ફેર છે એમ જે ચિંતન અપાયું છે તે ભારતીય લોકસમાજમાં અને અધ્યાત્મ પરંપરાઓમાં સિદ્ધ થયું છે.
ભારતીય સંતોની વાણીમાં ભાવાત્મક એકતા અનેક દૃષ્ટિકોણથી આપણે તપાસી શકીએ. ભાષાની એકતા, વિષય, વિચાર કે અભિવ્યક્તિની એકતા, શૈલીની એકતા, સાધનાત્મક પરિભાષાની એકતા, સંગીતના રાગ, તાલ, ઢાળ, ઢંગની એકતા, સ્ત્રીપુરુષ કે નાતજાતના અભેદની એકતા, સાહિત્યસ્વરૂપો કે પ્રકારોની એકતા...
ભારતીય ચિંતનધારાના પ્રવાહ મુજબ, હજારો વર્ષથી ભારતમાં થયેલી વેદધર્મની, સનાતન ધર્મની સ્થાપના અને વૈદિક ચિંતનધારામાંથી સમયે સમયે જે નવા અંકુરો ફૂટ્યા તે બૌદ્ધ, જૈન, શૈવ, શાક્ત, વૈષ્ણવ વગેરે સંપ્રદાયોમાં વિકસિત થતા રહ્યા. અનેક નદીઓના પ્રવાહ જેમ દેદે સ્થળે સમુદ્રમાં વિલીન થઈ જાય છે એમ તમામ ભારતીય ભાષાઓના સંત-ભક્ત-કવિઓનું અંતિમ ગંતવ્યસ્થાન તો શુદ્ધ અધ્યાત્મ ભક્તિ કે આત્મચિંતન જ છે. પછી એ સગુણ-સાકારનો ઉપાસક હોય, નિર્ગુણ-નિરાકારનો ઉપાસક હોય કે સગુણ-નિરાકાર અથવા તો નિર્ગુણસાકારનો સમન્વયવાદી ઉપાસક હોય. યોગ-સાધનાને, વેદાંત ચિંતનને, જ્ઞાનમાર્ગને કે ક્રિયાયોગને પુરુષ તરીકે કલ્પીને અને ભક્તિને નારી સ્વરૂપ કલ્પીને છેક પ્રાચીન સમયથી ચાલી આવેલી અધ્યાત્મધારાની સરવાણીઓ અહીં વહેતી આવી છે.
પરિણામે બંગાળી, આસામી, ઓડિયા, મૈથિલી, ભોજપુરી, વ્રજ, કોશલી, પહાડી, રાજસ્થાની, માળવી, ગુજરાતી, કચ્છી, મરાઠી, કોંકણી, પંજાબી, સિંધી, ઊર્દુ, કન્નડ, તમિળ, તેલુગુ અને કાશ્મીરી જેવી વિવિધ ભાષા-બોલીઓમાં પ્રાચીન ભારતીય સાહિત્ય પરંપરાઓનું સાતત્ય અખંડ અને અવિરત જળવાતું રહ્યું. એમણે
૧૧૬
a ડૉ. નિરંજન રાજ્યગુરુ આત્મચિંતન-આત્મદર્શનનો અધ્યાત્મભાવ એ ભારતીય સંતસાહિત્યનું કેન્દ્રબિન્દુ સમાન તત્ત્વ ગણાવી શકાય. વિષય એટલો વ્યાપક છે કે કોઈ એક જ ભાષાના-પ્રદેશના-ધર્મ-પંથ-સંપ્રદાયના સંત કે ભક્તકવિની રચનાઓ લઈને વાત કરીએ, કે બેઈ એક જ પરંપરાના સગુણ કે નિર્ગુણ ઉપાસક સંતોની વાણી લઈને વાત કરીએ, કે કોઈ એક ચોક્કસ પદ-પ્રકાર લઈને વાત કરીએ તોપણ એને પૂરેપૂરો ન્યાય ન આપી શકીએ. છતાં વિષયને આવશ્યક એવી સૂક્ષ્મ, ઉડી છતાં ઉપરછલ્લી પરિચયાત્મક દૃષ્ટિ રાખીને હું વાત કરીશ.
કબીર ફૂવા એક હૈ, પનિહારી હૈ અનેક;
બરતન ત્યારે ન્યારે ભયે, પાની સબનમેં એક. ભાષા, પ્રદેશ, ધર્મ, જાતિ, વર્ણ, પોષાક, રીતરિવાજો અને જીવનરીતિઓમાં
૧૧૫ ૨