________________
SSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 આ વારસાને જાળવ્યો ખરો, પણ પોતપોતાની ભાષામાં સવાયો કરી દેખાડ્યો. તમામ અર્વાચીન ભારતીય ભાષાઓના ઉદ્દગમ કાળે ધર્મ અને અધ્યાત્મ, ચિંતન અને સાધના, જ્ઞાન અને ભક્તિ, કર્મ અને યોગ જેવાં તત્ત્વો સાહિત્યના અનેક પ્રકારોમાં વર્ણવાતાં રહ્યાં, જેમાં અધ્યાત્મમાર્ગી સંત-ભક્તકવિઓ દ્વારા પદ-ભજન જેવાં ઊર્મિગીતો અને કથાત્મક આખ્યાનો, મહાકાવ્યો, ગદ્ય-પદ્યાત્મક પુરાણકથાઓ, દંતકથાઓ તથા લોકાખ્યાનો દ્વારા આત્મા-પરમાત્માના સંબંધો અને તત્ત્વજ્ઞાન વિશેના સાહિત્યનું સર્જન થતું રહ્યું.
આચાર્ય ક્ષિતિમોહન સેન તેમના “બાંગ્લાની સાધના' પુસ્તકમાં જણાવે છે તેમ ભારતવર્ષના તમામ અધ્યાત્મમાર્ગી સંતો-ભક્તોએ ઉપાસના કરી છે. સત્ની - સત્યની... સત્ય એ જ એમની જીવનસાધના. કબીરસાહેબ ગાતા હોય, “સાંચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ, જાકે હિરદે સાંચ હૈ, તા કે હિરદે આપ.” તો ભક્તસાધક દાદુ કહે છે, “સૂધા મારગ સાચકા, સાચા હોઈ તો ભાઈ, મૂઠા કોઈ ના ચાલે, દાદુ દિયા દિખાઈ.' તમામ ધર્મ, પંથ, સંપ્રદાય અને એની વિવિધ સાધનાધારાઓમાંથી સંત કબીરસાહેબે સમન્વયની સાધનાનું સર્જન કર્યું, રૌવ, શાકત, વૈષ્ણવી પ્રેમસાધના, ઈસ્લામ કે સૂફી, જ્ઞાનમાર્ગી, યોગમાર્ગ, ભક્તિમાર્ગી, જૈન, બૌદ્ધ, તંત્ર એમ તમામ પ્રકારની ભક્તિ સાધના કે સંતસાધનાની સરવાણીઓ આપણને કબીરસાહેબ પછીના વિધવિધ ભારતીય ભાષાઓના સંત ભક્તવિઓની વાણીમાં જોવા મળે છે.
જૈનોના ‘પાહુડ દોહા' સર્જક મુનિ રામસિંહે બંગાળમાં (ઈ.સ. ૧૦૦૦ આસપાસ) ગાયેલું “એન્થ સે સુર સર જમુના, એન્થ સે ગંગા સાગરું, એન્યુ પઆગવના રસિ, એયુ સે ચંદ દિવાઅરું.’ આ દેહમાં જ ગંગા-જમના, આ દેહમાં જ પ્રયાગ અને વારાણસી અને આ દેહમાં જ છે ચંદ્ર તથા સૂર્ય. તો કબીરસાહેબ ત્યાર બાદ ગાતા હોય, ‘યા ઘટ ભીતર સપ્ત સમુંદર, યાહી મેં નદિયા નારા, યા ઘટ ભીતર કાશી દ્વારકા, યા ઘટ ભીતર ચંદ સૂરા.” વેદકાલીન સમયથી ચાલ્યું આવતી આત્મસાધના અને તત્ત્વવિચાર-ચિંતન પરંપરાઓને સહજસરળ, લોકબોલીમાં-લોકઢાળોમાં મૂકી આપીને મધ્યકાલીન ધર્મસાધનાના પ્રવાહને જીવંત રાખવાનું કાર્ય આપણા આવા ભજનિક સંત કવિઓએ કર્યું છે. એની વાણીમાં ધાર્મિક- આધ્યાત્મિક માર્ગદર્શન હોય, પુરોગામી સંતો-ભક્તોનો મહિમા ગવાયો હોય, શબ્દ દ્વારા સૂરતાની-સ્થિરતા-તલ્લીનતા કેમ પ્રાપ્ત કરવી તેનું નિદર્શન હોય
65554 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ૦૦૦૦૦૦૦S અને સાત્વિક આનંદ પ્રાપ્ત કરવા માટેનાં વિધિવિધાનોની જાણકારી પણ હોય.
ભારતીય સંસ્કૃતિ સત્ય, ધર્મ અને સંતની સંસ્કૃતિ છે. નાનકડા એક ખંડ જેવા વિશાળ ભારત દેશમાં અનેક જુદી જુદી સંસ્કારસરવાણીઓ વહેતી આવી છે. યુગોથી આપણો દેશ અધ્યાત્મના જન્મક્ષેત્ર તરીકે જાણીતો થયો છે, અહીં જાતિ કે સંપ્રદાયની દૃષ્ટિએ ગણતરી માંડવાનો પ્રયાસ કરીએ તો થાકી જવાય એટલી જાતિઓના જુદા જુદા ધર્મ-પંથ-સંપ્રદાયના રૂઢિગત સંસ્કારો ધરાવતા લોકો વસે છે, જેમના રીતરિવાજ, બોલી, ભાષા, પહેરવેશ, ક્રિયાકાંડો, સંસ્કારો, રહેણીકરણી, આચારવિચાર તદ્દન ભિન્નભિન્ન હોવા છતાં કોઈ એક તાંતણે બંધાઈને સૌ જીવી રહ્યા હોય એવું લાગે છે એનું કારણ એટલું જ છે કે એ તમામ લોકોના અંતરમાં આદર્શ માનવનું બીજ રોપનાર આપણા લોકસંતભક્તોની વાણી ગુંજી રહી છે. માનવ માનવ વચ્ચે સમાનતાના ભાવ રોપવાનું કાર્ય કર્યું છે. આપણા લોકસંતોભજનિકો તથા સંત કવયિત્રીઓએ. અધ્યાત્મનું ક્ષેત્ર તો એવું વિચિત્ર છે કે કોઈને એકસરખો જ અનુભવ થયો હોવા છતાં એની અભિવ્યક્તિ ક્યારેય એકસરખી ન થાય. એકનું એક ગુલાબ સો માણસો સુધે ને એની સુગંધનું વર્ણન કરે ત્યારે ભેદભાવ જોવા મળે. જે તે માણસની પોતાની મૌલિક અનુભૂતિનું બયાન એમાં હોય. તત્ત્વ એક જ, પણ એની અનુભૂતિની અભિવ્યક્તિ જ્યારે શબ્દોમાં થાય ત્યારે એ તત્ત્વના કોઈ વિશેષ-નવા જ પરિમાણનો ખયાલ આવે.
આપણા સંત-ભક્તો-વિચારકોએ આત્મસાક્ષાત્કાર તથા બ્રહ્મસાક્ષાત્કાર માટે અભ્યાસ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એમ ચાર રસ્તાઓ દ્વારા ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો એવો ઉપદેશ પ્રાચીનકાળથી જ આપ્યો છે ને એ પરંપરા મુજબ સગુણ અને નિર્ગુણની ઉપાસના સદીઓથી થતી આવી છે. સગુણોપાસક ભક્ત જે પરમતત્ત્વને બહારના જગતમાં સાકાર સ્વરૂપે જુએ છે, એનાં દર્શન કરે છે, એ જ તત્ત્વને પોતાના અંતરમાં કોઈ અકળ, અનિર્વચનીય, નિરંજન જ્યોત સ્વરૂપે જોનાર સંત નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક ગણાય છે. હિન્દી વિવેચનામાં નિર્ગુણ ભક્તિના ઉપાસકોને “સંત” અને સમગ્ર ભક્તિમાર્ગના આરાધકોને ‘ભક્ત' કહેવાની એક પરિપાટી ચાલે છે. અલબત્ત, સાધનાની દૃષ્ટિએ થોડોઘણો તફાવત લાગે, પણ જે પરમતત્ત્વનો આત્મઅનુભવ સાકાર સ્વરૂપે ‘ભક્તો' રજૂ કરે છે એ જ અનુભવને નિર્ગુણ કે અવ્યક્ત જેવાં પ્રતીકો દ્વારા રજૂ કરવાની મથામણ ‘સંતો' કરતા હોય છે. પરબ્રહ્મ તો એક જ છે. જેને શ્રુતિએ ‘નેતિ નેતિ' કહી ઓળખાવ્યા છે. સંત કવયિત્રી
૧૧૮
૧૧૭ -