SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 55555555 મીરાંબાઈના નામે ગવાતાં એક ભજનમાં ગવાય છે : આતમાને ઓળખ્યા વિના રે, લખ ચોરાશી નહીં તો મટે રે જી ભ્રમણાને ભાંગ્યા વિના રે, હે જી ભવના ફેરા નહીં રે ટળે રે જી - એવા આતમને ઓળખ્યા વિના રે...૦ કોયલ ને કાગ રે, રંગરૂપે એક છે હો જી. ઈ તો એની બોલી થકી ઓળખાય રે... - એવા આતમને ઓળખ્યા વિના રે...૦ હંસલો ને બગલો રે, રંગરૂપે એક છે હો જી ઈ તો એના ચારા થકી રે ઓળખાય રે.. - એવા આતમને ઓળખ્યા વિના રે...૦ સતી ને ગુણકા રે રંગરૂપે એક છે હો જી સતી રાણી સેવા થકી રે ઓળખાય રે... - એવા આતમને ઓળખ્યા વિના રે...૦ ગુરના પરતાપે રે, બાઈ મીરાં બોલિયાં હો જી દેજો અમને સંત ચરણમાં વાસ રે... - એવા આતમાને ઓળખ્યા વિના રે...૦ જ્યાં સુધી અવિદ્યાની ભ્રમણામાં જીવ અથડાતો હોય ત્યાં સુધી એને આત્માની ઓળખ નથી થતી. ભક્તિ એ વૈયક્તિક ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે. બીજી રીતે કહીએ તો રામ, કૃષ્ણ, વિષ્ણુ કે શંકર જેવા કોઈ પણ ઈશ્વરની પ્રેમપૂર્વક આરાધના કરવાથી, તેની સાથે એકરૂપ થવાથી ઈશ્વર પ્રાપ્ત થઈ શકે એવો ભક્તિનો મૂળભૂત વિચાર છે. વ્યક્તિએ બધા જ પ્રકારના મોહથી પર રહીને ઈશ્વરની આરાધના કરવી, પોતાનું સ્વત્વ (અહમ્) ઓગાળીને પોતાના આત્માની ઓળખાણ માટે પ્રભુમાં લીન થવું, નિરહંકારી બનવું, સુખ કે દુ:ખની લાગણીનો અનુભવ કર્યા વિના મનની સમતુલા જાળવી રાખવી અને હંમેશાં પ્રભુસ્મરણમાં રત રહેવું, યોગમાં રહેવું એ ભક્તિ માટેનાં આવશ્યક તત્ત્વો છે અને એ દ્વારા આધ્યાત્મિક જીવન જીવતાં સંસારસાગરમાં તરવાની આવશ્યકતા આવી જાય છે. શ્રદ્ધા, તપ, સંયમ અને વ્રત દ્વારા ભોગોનો નાશ કરીને અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સત્ય અને બ્રહ્મચર્ય જેવા નિયમોનું પાલન કરી સમસ્ત કામનાઓને ઈશ્વરવિમુખ બનાવી ૧૧૯ GSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 555555 દેવાની વૃત્તિ કેળવવી એ ભક્તિભાવનાને દૃઢ કરનારાં પરિબળો છે. એને ભક્તિનાં લક્ષણો પણ કહી શકાય. આ પરિબળોની અસર નીચે ભક્તિ કરનાર ભક્તો અને તેમની આરાધનાના વિવિધ પ્રકારો આપણે ત્યાં પાડવામાં આવ્યા છે. જેમજેમ મન સંસારમાંથી દૂર થઈને ભગવાનમાં લાગવાની તૈયારી કરે છે, તેમતેમ સંસારનાં મોહ-માયાનાં બંધનો એને ઘેરી લેવા ડાચાં ફાડીને ઊભાં જ હોય છે. એમાંથી તો સત્સર જ છોડાવી શકે. એટલે મનની ચંચળતા સામેનો સંગ્રામ સંતોએ પોતાનાં ભજનોમાં રજૂ કર્યો છે એમાં ગુરુની સહાયતા માગી છે. સાંસારિક એષણાઓથી છૂટવાની તીવ્ર આંકાક્ષા અને મથામણનું આલેખન પણ કર્યું છે. બે લાગણીઓ વચ્ચે ખેંચાતા સાધકની મનોવ્યથા જ્યારે અસહ્ય બની જાય છે ત્યારે એકમાત્ર પ્રભુનું શરણું લેવાની સાચી સમજ ગુરુ પાસેથી મેળવવાની લાગણીરૂપે આ ભજનો આલેખાતાં હોય છે. મૃત્ય અને જિંદગી બે વિરોધી તત્ત્વો છે, પણ સંતોએ એ બને તત્ત્વોનો સમન્સવ કર્યો છે પોતાની જીવનસાધનામાં. એકવાર મન મરી જાય પછી કોઈ ભય નથી. પોતાના શ્વાસ પર કાબૂ મેળવી લીધો હોય એને યમરાજ કેમ ડરાવી શકે ? પોતાની ભીતરના અહંકારને મારી નાખ્યો હોય એવા શુરવીર ક્યાંય નથી જડતા, પણ જ્યાં ત્યાં દેખાય છે “કરીને હાલી નીકળનારા. એટલે જ અખૈયો કહે છે કે મને મરેલા કોઈ નથી મળતા. જો કોઈક મરેલો મળી જાય ને એની એટલે કે સરુની કૃપાદૃષ્ટિ પડી જાય તો પછી ચોરાશીના ફેરા ટળી જાય. સંત કવિ અખૈયો કહે છે કે હું જ્યાં નજર કરું છું ત્યાં મને જીવતા માનવી દેખાય છે, મરેલા એટલે કે જે જીવતા મરી ગયા હોય, જેણે પોતાના મનને કાબૂમાં લઈ લીધું હોય, જેની તમામ વાસનાઓ સમાપ્ત થઈ ગઈ હોય એવા જો મળી જાય તો જન્મ-મૃત્યુના ચક્કરમાંથી બચી શકાય. એટલે તો ગોરખનાથજી વારંવાર ગાય છે : “મરો હે જોગી મરો, મરણ હે મીઠા...’ મેદાનમાં એટલે કે આ સંસારમાં એવા યોગીપુરુષ મૃતદેહરૂપે હયાત હોય, પણ કોઈની નજરમાં નથી આવતા, કારણકે એમણે કામ, ક્રોધ, ઈર્ષાને મારી નાખ્યાં છે. એ પોતે મરેલા છે, એવા મડદાઓ જ મેદાનમાં ખેલ માંડે છે. એક જ અક્ષરનો - એટલે કે જે કદી નાશ પામતો નથી એવા પ્રણવ કે સોહનો અનુભવ કર્યો હોય એને કદી કાળ મિટાવી શકતો નથી. જેણે સાચા સંતનું, સગુરનું શરણ લીધું હોય તે જ પોતાના મનને મારીને એનો મેંદો બનાવી શકે, એને ગાળીને એનો ગોળો વાળી શકે. - ૧૨૦
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy