________________
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 સમ્યક્ સુભાવ માંહિ બોધિબીજ વાયો હૈ... દ્રવ્યપ્રકાશ-૧/૧,૨ જીવ જ્યારે અંતર્મુખી બને છે ત્યારે તેનો સંવેગભાવ તીવ્ર બને છે, તેના પરિણામે તેની દેહાત્મ બુદ્ધિનો નાશ થાય, તે જડ-ચેતનનો ભેદ કરી સ્વરૂપની અનુભૂતિ કરે છે, આ જ બોધિબીજ કે સમ્યગ્દર્શન છે. અહીંથી જ તેની અધ્યાત્મયાત્રાનો પ્રારંભ થાય છે.
‘સ્વ સ્વરૂપ અવલંબ વિનુ શિવ પથ ઔર નહીં જ’ દ્રવ્યપ્રકાશ-૩/૬૦
ગણિશ્રી હંમેશાં વ્યવહાર અને નિશ્ચય, બંને નયથી પ્રરૂપણા કરે છે તેમ છતાં ક્યારેક વાસ્તવિકતાને પ્રગટ કરવા વ્યવહારપ્રધાન ક્રિયાઓનો ઉચ્છેદ કરતા તેઓ અચકાતા નથી.
દ્રવ્ય પ્રકાશ ગ્રંથ દાર્શનિક વિચારધારાનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવા છતાં ગણિશ્રીએ સાદ્યંત અધ્યાત્મને જ પ્રાધાન્ય આપ્યું છે, ગણિશ્રીની બહુશ્રુતતાને પ્રગટ કરતા આગમસાર ગ્રંથમાં તેમણે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું વિસ્તૃત વર્ણન છે.
णिच्छयमग्गो मुक्खो, बबहारो पुण्णकारणो जुत्तो ।
પટમો સંવર ગુત્તો ગમય હેતુ તો વીશે । આગમસાર
નિશ્ચયનયનો માર્ગ જ મોક્ષમાર્ગ છે. તે જ કર્મોને રોકવાનો માર્ગ છે, અર્થાત્ સંવરરૂપ છે. વ્યવહારનય પુણ્યનું કારણ છે. તે શુભોશ્રવરૂપ છે.
આ એક જ શ્લોકમાં મોક્ષમાર્ગની સચોટતાપૂર્વક સ્પષ્ટતા કરી છે. ગ્રંથકારનું આ કથન સ્વયંની શ્રદ્ધા, આંશિક અનુભવ અને આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિનું પરિચાયક છે.
‘અધ્યાત્મગીતા’માં ગણિત્રીએ અધ્યાત્મ વિકાસક્રમ નિર્દિષ્ટ કર્યો છે. અધ્યાત્મ જ્ઞાનની સહાયતાથી જ આત્માનું સ્વરૂપ સમજાતાં જીવને પૌદ્ગલિક ભાવોની આસક્તિ છૂટતી જાય છે.
*આત્મગુણ રક્ષણા તે ધર્મ સ્વગુણ વિધ્વંસના તે અધર્મ...’ અધ્યાત્મ ગીતા-૧૭ સાધકની સ્વરૂપમાં તન્મય થવાની તથા આત્મગુણોનું રક્ષણ કરવાની રુચિ જાગૃત થાય છે. રુચિ અનુસાર પુરુષાર્થના સાતત્યે સ્વરૂપ રમણતારૂપ ચારિત્રને પ્રાપ્ત કરી જીવ શાશ્વત સુખનો ભોક્તા બને છે.
૪૯ કડીના આ કાવ્યમાં જીવની અશુદ્ધાવસ્થાનું કારણ, શુદ્ધિનો માર્ગ,
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
સમ્યગ્દર્શન, દેશિવરિત કે સર્વવિરતિ અવસ્થા, અપ્રમત્તદશા, ક્ષપશ્રેણિ, કેવળી અવસ્થા અને સિદ્ધાવસ્થા, આ રીતે અધ્યાત્મ વિકાસનાં પ્રત્યેક સોપાનોનું સ્પષ્ટ દર્શન છે.
અધ્યાત્મ પ્રબોધ-દેશનાસાર ગ્રંથમાં તેઓએ અધ્યાત્મ વિકાસ માટે નવતત્ત્વની પ્રરૂપણા કરી છે. તે કૃતિ દિગંબર પરંપરામાં મૂર્ધન્ય સ્થાન ધરાવતા અધ્યાત્મપ્રધાન સમયસાર ગ્રંથનું જ સંક્ષિપ્તિકરણ હોય તેમ પ્રતીત થાય છે.
‘નયચક્રસાર’ જેવા દાર્શનિક ગ્રંથમાં પણ તેમનો આધ્યાત્મિક અભિગમ પ્રગટ થાય છે. તેમણે ગ્રંથની પીઠિકામાં જ સમ્યક્ત્વની પ્રાપ્તિનો ક્રમ, ગ્રંચિભેદ અને ત્રણ કરણના વિષયને સમજાવ્યો છે. પ્રમાણ, નય, નિક્ષેપ કે સપ્તભંગીનું જ્ઞાન કેવળ ખંડન-મંડન માટે જ નહીં, પરંતુ સત્યજ્ઞાનની પ્રાપ્તિ માટે છે. દાર્શનિક વિષયોનું આધ્યાત્મિક અર્થઘટન કરી તેઓ સાધકોને સહાયક બન્યા છે.
તેઓ અધ્યાત્મ વિકાસને ઝંખી રહ્યા હતા. તેના માટે તેઓ સતત સ્વાધ્યાય અને ધ્યાન, આ બે સાધનોનું સેવન કરતા હતા. તેઓ ધ્યાનમાંથી જ્યારે ચલિત થાય, ત્યારે ચિત્તને સ્વાધ્યાયની ધારામાં જોડી દેતા હોય તેમ લાગે છે. અધ્યાત્મ વિકાસમાં ઉપયોગને એકણ બનાવવો અત્યંત જરૂરી છે. શ્રી વિચારસાર ગ્રંથમાં ગણિશ્રીએ ગુણસ્થાન ઉપર ૯૬ દ્વ્રારોનું વર્ણન કર્યું છે. એક જ વિષયના અનેક ભેદ-પ્રભેદ કરવા તથા તેની અનેક રીતે વિચારણા કરવી, તે ચિત્તની ચંચળતાને દૂર કરવાનો એક ઉત્તમ ઉપાય છે. ગણિશ્રીએ આ ઉપાયને અપનાવ્યો છે.
જ્ઞાનમંજરી જેવા તેમના ટીકગ્રંથોમાં પણ તેમની અધ્યાત્મ રસિકતા, દાર્શનિક અને સાહિત્યિક ત્રિવિધ શક્તિનો સુભગ સમન્વય થયેલો છે. સજ્ઝાયોમાં પણ તેમનો વળાંક અધ્યાત્મ તરફ જ હોય છે. અષ્ટપ્રવચન માતાની સજ્ઝાયમાં પાંચે સમિતિનું સ્વરૂપ તેમણે નિશ્ચયનયથી સજાવ્યું છે.
યોગ જે આશ્રવ પદ હતો તે કર્યો નિર્જરા રૂપ રે,
લોહથી કાંચન મુનિ કરે, સાધન સાધ્ય ચિદ્રુપ રે... ઢાળ-રાપ. યોગની પ્રવૃત્તિ આસવનું કારણ છે, લોહસમ યોગને ઉપયોગસમ પારસમણિનો સ્પર્શ થાય તો તે યોગ કંચન બની જાય છે! તે કર્મબંધનું કારણ બનતો નથી. સંક્ષેપમાં ઉપયોગના અનુસંધાનપૂર્વક યોગની સમ્યક્ પ્રવૃત્તિ તે જ સમિતિનું રહસ્ય છે. આ રીતે અનેકવિધ કથાયુક્ત સજ્ઝાયોમાં તેમનો ઝુકાવ યેનકેન પ્રકારે આત્મશુદ્ધિ તરફ છે.