SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, ‘’એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ કે નરક એ એક્કે ગતિથી મોક્ષ નથી, માત્ર માનવદેહથી મોક્ષ છે. કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદ્વિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એથી આપણને મળેલો એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લેવો અવશ્યનો છે.” જોકે, દેવો પાસે અનેક સમૃદ્ધિ અને રિદ્ધિસિદ્ધિઓ હોય છે, છતાં દેવગતિમાંથી મોક્ષે જવાતું નથી. સમ્યષ્ટિ દેવો પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ અર્થે માનવભવની ઝંખના કરતા હોય છે. તો આપણને મળેલ દુર્લભ માનવભવને સમ્યગ્ દર્શન અને સંયમની પ્રાપ્તિ દ્વારા સફળ કરવો જોઈએ. રોહણગિરિ જિન રત્નખાણ તિમ, ગુણ સહુ યામેં સમાયા રે; મહિમા મુખથી વરણત જાકી, સુરપતિ મન શંકાયા રે પા વિશ્વમાં દેવો અને નારકીઓ અસંખ્યાતા છે, તિર્યંચો અનંત છે, મનુષ્યોની સંખ્યા સૌથી ઓછી છે. વિશ્વમાં મનુષ્યના વધુમાં વધુ ૨૯ આંકડા (૭૯૨,૨૮૧,૬૨૫,૧૪૨,૬૪૩,૩૭૫,૯૩૫,૪૩૯,૫૦૩,૩૬)ની સંખ્યા હોય છે. રોહણગિરિ પર્વત રત્નોની ખાણ ગણાય છે તેમ આ મનુષ્યભવ પણ સદ્ગુણોની ખાણ છે. જો મનુષ્ય સત્પુરુષાર્થ કરે તો અનેક સદ્ગુણોની નિધિ પ્રાપ્ત કરી શકે, જીવમાંથી શિવ, સાધકમાંથી સિદ્ધ અને નરમાંથી નારાયણ બની શકે. ઇન્દ્ર પણ જેનો મહિમા મુખથી પૂર્ણપણે વર્ણવી શકતા નથી એવો ઉત્તમ માનવભવ પ્રાપ્ત થયો છે તો સદ્ધર્મની આરાધના દ્વારા તેને સફળ કરવો જોઈએ. “કાયા હજુ સાજી છે, હાથમાં હજી બાજી છે, ત્યાં સુધી ધર્મ કરવાની તક હજુ તાજી છે.” કલ્પવૃક્ષ સમ સંયમ કેરી, અતિ શીતલ જિયાં છાયા રે; ચરણ કરણ ગુણ ધરણ મહામુનિ, મધુકર મન લોભાયા રે ।।૬।। માત્ર મુનષ્યભવમાં જ સંયમની આરાધના દ્વારા પૂર્ણ મોક્ષપદની પ્રાપ્તિ થઈ શકે છે. સંયમ કલ્પવૃક્ષ સમાન ઇચ્છિત મોક્ષફળને આપનાર છે. ‘શ્રી સારસમુચ્ચય’ ગ્રંથમાં કહ્યું છે, " नृजन्मनः फलं सारं यदेतदज्ञानसेवनम् । अनिगूहित वीर्यस्य संयमस्य च धारणम् ॥” 131 આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C “સંયમમાર્ગ છે બેસ્ટ, કરશોન સમય વેસ્ટ, ઉદયને ગણજો ગેસ્ટ, સિદ્ધક્ષેત્રે થશે રેસ્ટ”. આવા સંયમધર્મની આરાધના અર્થે મહામુનિઓનું ચિત્ત મધુકરની જેમ લોભાયું છે. ‘શ્રી રત્નકરણ-શ્રાવકાચાર’માં તપસ્વી મુનિની વ્યાખ્યા આપતાં કહ્યું છે, " विषयाशावशातीतो निरारंभोऽपरिग्रहः । ज्ञान ध्यान तपो रक्तः तपस्वी सः प्रशस्यते ॥" ખરેખર આવા મહામુનિઓએ માનવભવને સાચા અર્થમાં સફળ કર્યો છે. યા તન વિણ તિહું કાલ કહો કિને, સાચા સુખ ઉપજાયા રે; અવસર પાવ ન ચૂક ચિદાનંદ, સદ્ગુરુ ચું દરસાયા રે IIII આત્મિક સુખ, અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ માત્ર માનવદેહથી જ શક્ય છે. સાચું સુખ આત્મામાં છે, બહાર શોધવાથી તે પ્રાપ્ત નહિ થાય. ધ્યાન દ્વારા જેઓએ આત્માનુભૂતિ કરી છે તેઓને જગત નીરસ લાગે છે. આત્માના આનંદનો જેણે આસ્વાદ માણ્યો તેને વિષયરસ વિષે સરખો લાગે છે. માટે ગમે તેમ કરીને આત્માના આનંદનો રસ ચાખવા જ્ઞાનીઓ આપણને આજ્ઞા કરે છે. ‘શ્રી સમયસાર કળશ’માં અમૃતચંદ્રાચાર્ય દેવ જણાવે છે, ‘વિ વપિ તૃત્વા તત્ત્વતંતુ સન્' અર્થાત્ તું મરીને પણ તત્ત્વનો કૌતૂહલી થાય. 66 આવા મોક્ષતત્ત્વની પ્રાપ્તિ માત્ર માનવભવમાં જ શક્ય છે. સપ્ત ધાતુમય હોત, તદપિ ભવોદધિ તરનકો, હૈ યહ ઉત્તમ પોત.” “માનવજીવન મિલા હૈ બેસ્ટ, ઈસે મત જાને દો વેસ્ટ મોહભાવકો દો રેસ્ટ, ધર્મભાવનાકા કરો ટેસ્ટ, યહી હૈ ગુરુદેવકી રિક્વેસ્ટ”. (અમદાવાદ સ્થિત મિતેશભાઈ ‘દિવ્યધ્વનિ’ના તંત્રી છે. સામયિકો અને વર્તમાનપત્રોમાં અવારનવાર તેમના સુંદર લેખો પ્રગટ થાય છે). ૧૩૨
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy