________________
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 એનો પારખું વસે છે. આ આત્મદેવને માનવી ભૂલી જાય છે. જે પોતાની ભીતરમાં છે એને ભૂલીને બહાર પ્રાપ્તિ માટે ઉધમાત કરે છે. જ્યારે ભીતરમાં રહેલા આત્મબોધના ગુરુસિંહાસને વિવેક બેઠો છે, આથી શરીર નષ્ટ થાય છે, પણ આત્મદેવ નષ્ટ થતો નથી. એ હકીકતમાં તો હાજરાહજૂર છે.
આત્મદેવની ઓળખ આપતી વખતે સંત કબીર બાહ્યાચારો પર પ્રહાર કરે છે. એ કહે છે કે, આમ ભક્તિનાં ગીતો ગાવાથી, ધર્મકથાઓનું શ્રવણ કરવાથી, શાસ્ત્રગ્રંથો વાંચવાથી અથવા તો સંધ્યા કે તર્પણ જેવી ક્રિયાઓ કરવાથી તમને કશું મળશે નહીં. ગમે તેટલું તીર્થાટન કરો, તોપણ કશું વળવાનું નથી. આ સગળાં ક્રિયાકાંડો, બાહ્યાચારો કે બાહ્ય પ્રવૃત્તિઓ કરવાથી કશું નહીં વળે, લાંબીલાંબી જટા વધારવી, આખા શરીરે રાખ ચોળવી, માથે મુંડન કરાવવું, માટી-પથ્થરના પિંડને પૂજવો કે માત્ર ફળાહાર કરવો – એ બધી તો બાહ્ય બાબતો છે. ભીતર સાથે એને કોઈ લેવાદેવા નથી. આમ કરવા જનાર આત્મદેવને ઓળખી શકતો નથી અને આત્મલીનતા પામી શકતો નથી.
‘કબીર’ શબ્દનો અર્થ છે ‘મહાન’, પરંતુ સંત કબીરના (ઈ.સ. ૧૪૪૦થી ૧૫૧૮) ગહન તત્ત્વજ્ઞાનના બોધને પૂર્ણરૂપે સમજવાનું અને પામવાનું આટલા સૈકા પછી પણ હજી બાકી છે. સંત કબીરને સદ્ગુરુનાં મહિમા કે અંધશ્રદ્ધાના વિરોધને માટે વિશેષે યાદ કરાય છે, પરંતુ ભારતીય પરંપરાના એક મહાન તત્ત્વજ્ઞાની તરીકે પામવાનો કવચિત્ જ પ્રયાસ થયો છે.
આનું કારણ એ છે કે સંત કબીરના ‘બીજક'માં આ ગહન અનુભવ અત્યંત લાઘવથી આલેખાયો છે, આથી સાધક સંત કબીરના ગહન અનુભવ પાસે જાય, ત્યારે સૌપ્રથમ તો એણે એનાં શબ્દ, અર્થ અને ઉપમાને પામવાના હોય છે અને પછી એની ભીતરમાં રહેલા તત્ત્વજ્ઞાનને અનુભવવાનું હોય છે. નાળિયેરની ઉપરનું કઠણ કોચલું તોડીએ પછી જેમ નાળિયેરનું સ્વાદિષ્ટ મીઠું-મધુરું જળ પ્રાપ્ત થાય, એ જ રીતે સંત કબીરની ‘બિરહુલી’માં પ્રગટતું તત્ત્વજ્ઞાન પામવાને માટે જિજ્ઞાસુએ, સાધકે પ્રબળ જ્ઞાનપુરુષાર્થ કરવો પડે છે.
આખુંય આકાશ આંખામાં ભરી લઈને વિરાટનો ભેદ ઉકેલતા હોય તેમ સંત કબીર વિરચિત ‘બીજક’માં અંધશ્રદ્ધામાં ઘેરાયેલા સમાજને ચાબખા મારવાથી માંડીને ધ્યાન, યોગ અને અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાનાં દર્શન થાય છે. ભારતીય પરંપરામાં સંત કબીર એક એવા સંત છે કે જે રમતાંરમતાં, ક્યારેક હસતાંહસતાં
33
SO આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 5000
કે પછી કોઈ ઘરગથ્થુ દૃષ્ટાંત આપીને નગહન સત્યનું પ્રાગટચ કરતા હોય છે. વળી સરળ અને સુગમ શબ્દો પ્રયોજીને એ અગમને પકડે છે.
સંત કબીરના ‘બીજક’નું નવમું પ્રકરણ છે ‘બિરહુલી’ અને આ બિરહુલી એટલે શું ? ‘બિરહુલી’ એટલે વિરહિણી, પણ એ વિરહી કેવો ? સામાન્ય રીતે તો ‘બિરહુલા’નો અર્થ ‘સાપ’ અને બિરહુલીનો અર્થ ‘સાપણ' થાય છે, પણ અહીં તો ‘બિરહુલી’ શબ્દ એ વિરહરૂપી સાપ દ્વારા દંશ પામવાને કારણે પીડિત એવા વિરહી ભક્તને માટે છે.
આ વિરહી ભક્ત સ્વયં પરમાત્માની ખોજમાં નીકળ્યો છે. એના વિયોગથી અતિપીડિત છે. એની પીડાના દર્દને એ વારંવાર વર્ણવે છે ! ક્યારેક એ વિરહની વેદનામાં પરમાત્માને આજીજી કરે છે, તો ક્યારેક પરમાત્માની પ્રાપ્તિ કાજે પુષ્કળ આક્રંદ કરે છે. આત્માએ કોઈ વિરહિણી પ્રિયતમાની માફ્ક પ્રિયતમ પરમાત્માને મેળવવા માટે ઠેરઠેર ભટકવાનું નથી, એને બહારના જગતમાં દોડવાનું નથી, કારણકે ભીતરમાં રહેલા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે બાહ્ય દોડ વ્યર્થ છે.
ભીતરમાં વસતો પરમાત્મા ક્યાંથી તમને બહાર મળવાનો છે ? પરમાત્માના વિયોગની વાતો કરનારા એક ભ્રમરચિત વિશ્વમાં વસે છે. એને પોકારીપોકારીને બોલાવનારા હવાઈ કલ્પનામાં રાચે છે. એને માટે જાણે તરફડતા હોય એમ જીવનારા વિલાપ અને પ્રલાપભર્યું મિથ્યા જીવન જીવે છે. કારણ શું ? કારણ એટલું જ કે વ્યક્તિ સ્વ-રૂપને સમજવાને બદલે બાહ્ય જગતમાં ભટકે છે, પરપદાર્થોમાં રુચિ ધરાવે છે અને તેને પરિણામે એ નિજ સ્વરૂપથી દૂર ને દૂર જતો જાય છે.
હકીકતમાં આત્મામાં જ પરમાત્મા છુપાયેલો હોવાથી પહેલી વાત તો એ છે કે બહાર કશી શોધ કરવાની જરૂર નથી. જેની શોધ કરવાની ન હોય, તેનો વિરહ ક્યાંથી સંભવે ? જે તમારી નિકટમાં, ભીતરમાં વસે છે, એને કઈ રીતે બહાર હોવાનું માનીને કે દૂર ગયેલો ગણીને એનો વિયોગ કે વિરહ અનુભવી
શકાય ?
સંત કબીર એમની ‘બિરહુલી'માં વેદનાથી તરફ્તતા અને પરમાત્માની પ્રાપ્તિ માટે વિરહની અવસ્થા દાખવતા ભક્તની ભક્તિની વ્યર્થતા બતાવે છે. જ્યાં સુધી બાહ્ય જગત અને બાહ્ય પદાર્થોમાં વ્યક્તિનું ચિત્ત લીન છે, ત્યાં સુધી એને પોતાની આંતરિક શક્તિ કે આંતરિક તત્ત્વનો કોઈ અહેસાસ થતો નથી. માનવીએ સ્પષ્ટરૂપે સમજવું જોઈએ કે બાહ્ય જગત એને કશું આપી શકે એમ નથી. સ્વપ્ન પાસેથી
૩૪