________________
SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES છુપાવ્યું. રાગથી જતન કરે, આંખ અને મનને બહેલાવે ! માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા જાળવી રાખવા માયાનું સેવન !
પાપ છૂપું ન રહે, સુધન શ્રાવકની નજરે ચડયું. ધીરગંભીર શ્રાવકે આચાર્યશ્રીને અણસાર પણ ન આવે, નાનપ ન લાગે એ રીતે છ માસના પ્રયત્ન પછી ગાથાના અર્થ સમજવાના બહાના હેઠળ આચાર્યશ્રીને સન્માર્ગે લાવ્યા. આચાર્યશ્રીનો આત્મા જાગૃત થયો, વાસ્તવિક સાધુતાને આંબવા પ્રયાસ કરે છે, પણ વીતેલા જીવનના દિવસો, મહાવ્રતોનું ખંડન, અયોગ્ય આચરણ વગેરેથી લાગેલા દોષો, થયેલાં પાપો ડંખવા લાગ્યાં, કાંટાની જેમ ચૂભવાં લાગ્યાં. ખૂણેખાંચરે પડેલાં પાપોનું આંતનિરીક્ષણ કરી આત્મચિંતન કરવા લાગ્યા.
આવા આંતનિરીક્ષણ અને આત્મચિંતનથી છલોછલ ભરેલા હૈયામાંથી જે ઉદ્ગારો સરી પડયા... તે જ લોકમુખે ગવાતું, પશ્ચાત્તાપની પાવન ગંગામાં આત્મજ્ઞાન કરાવતું મહામંગલકારી સ્તવન છે, “રત્નાકર પચ્ચીશી.'
“મેં દાન તો દીધું નહીં ને, શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભભાવ પણ ભાવ્યો નહિ.”
સરળભાવે સૂક્ષ્માતિસૂક્ષ્મ પાપોનું પ્રગટીકરણ કરનારા શ્રી રત્નાકર આચાર્ય યોગ્ય ધર્મકાર્યો કે પુણ્યકાર્યો ન કર્યાનો વલોપાત અને અયોગ્ય પાપકાર્યો કર્યાનો ભારોભાર ખેદ આ સ્તવનમાં વ્યક્ત કર્યો છે, જાણે આત્મચિંતન દ્વારા મનોમંથન કરતા પ્રત્યેક શ્લોક કે દરેક શ્લોકના પ્રત્યેક શબ્દ દ્વારા દિલને હચમચાવી નાખતું આ સ્તવન જગતને ભેટ ધર્યું ! આજે પણ એનાં વાંચન, ગાન દ્વારા સૌને પાપનો એકરાર કરવાનો અવસર સાંપડે !!! ભૂતકાળમાં પ્રમાદને કારણે થયેલાં, વર્તમાનમાં અજીતનાથી થઈ રહેલાં, ભવિષ્યમાં કરવા માટે કલ્પનાથી ચિંતવેલાં સર્વ પાપો નજર સમક્ષ આવે, પાપો તરફ નફરત થાય... પોતાની જાત પ્રત્યે ધિક્કાર જાગે ! ગળીગળીને એ પાપો ક્ષીણ થતાં જાય... પાપ કરવાની ભાવના ઘટતી જાય... અને આત્મા વિશુદ્ધ, વિશુદ્ધતર, વિશુદ્ધત્મ આંતરવેદના દ્વારા પશ્ચાત્તાપની પાવન ગંગામાં આત્મસ્નાન કરતા પરમાત્મા સમક્ષ જાણે ભવઆલોચનાપૂર્વક આત્મચિંતન કરે છે.
હવે જોઈએ આચાર્યશ્રીનું આત્મચિંતન ! તેઓ પૂર્વાવસ્થામાં દાન, શીલ, તપ કે ભાવધર્મ ન કર્યો તેથી જીવન નિષ્ફળ ગયું તેમ કહે છે... હા, દાન કરવા માટે ધન જોઈએ, શિયળ પાળવા માટે સર્વ જોઈએ, તપ કરવા માટે દેહાધ્યાસ છૂટવો જોઈએ, પરંતુ ભાવધર્મ તો પોતિકી વસ્તુ છે. મેં ભાવધર્મ પણ ન આચર્યો !!
SSS S « આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESS SS ‘ભાવે ભાવના ભાવીએ''- આ પંક્તિમાં ભાવ અને ભાવના બે શબ્દો છે...ન વૈકાલિક ભાવ કે ન પ્રાસંગિક ભાવના મેં ભાવી ! કોઈ દાન દે, શિયળ પાળે, તપ કરે, પણ ભાવ વિના તે માત્ર ધનવ્યય, કાયકલેશ કે ભૂખનું દુ:ખ છે... અહો ભાવધર્મના આચારણ દ્વારા મારૂદેવા માતા, ગુણસાગર, ઈલાયચીકુમાર આદિ કેવળજ્ઞાન પામ્યાં, પણ સૌથી સહેલો, સસ્તામાં સસ્તો, અંતરપર્શ, હૃદયસ્પર્શી ભાવધર્મ મેં ભાવ્યો નહિ.
સંસારવૃદ્ધિનાં મુખ્ય કારણ ક્રોધ, માન, માયા, લોભ આ ચારેય કષાયોમાં ખૂબ જ રાચ્યો. ક્રોધાગ્નિથી હું બળ્યો, લોભરૂપી સર્ષે મને ડંસ દીધો, માનના અજગરે તો ભરડો લીધો, માયાની જાળમાં હું ફસાયો ! અરે ! કોધને કારણે પ્રેમભાવનો નાશ થયો, માનને કારણે મારો વિનયધર્મ ગુમાવ્યો, માયાના કારણે મિત્રતાનો નાશ થયો અને લોભ તો સર્વવિનાશક છે. અરે ! મારા આ કષાયો મારા આત્મગુણોને પ્રગટ ક્યાંથી થવા દે !? મેં મારાં સ્વભાવજન્ય સમતા, વિનય, સરળતા, સંતોષ આદિને મલિન કરી ક્રોધ, માન, માયા, લોભ આદિ વિભાવોથી ચૈતન્યવંત આત્માને કલુષિત કર્યો !!! મેં આ શું કર્યું ? શા માટે કર્યું ?
પૂર્વજન્મોમાં કે આ જન્મમાં મારા આત્માનું હિત સધાય એવું તો કંઈ પણ ન કર્યું... જેથી મારા કેટલાય જન્મો નિષ્ફળ ગયા. વર્તમાન જન્મ પણ નકામો જઈ રહ્યો છે.
“અમૃત ઝરે તુજ મુખ રૂપી, ચંદ્રથી તો પાણ પ્રભુ,
ભીંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું હું તો વિભુ.” મારું મન કાળમીંઢ પથ્થર જેવું છે, પરમાત્માની અમૃતસમાન વાધારા ઝરતી હોવા છતાં, એ ઉપદેશધારાથી મન જરામાત્ર દ્રવતું નથી. મારા પૂર્વજન્મના પુણ્યયોગે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી ત્રિરત્નો મળ્યાં, પરંતુ પ્રમાદવશ મેં એ જ્ઞાનાદિ ધર્માનુસાર આચરણ ન કર્યું જેથી અનંત પુદ્ગલ પરાવર્તન જેટલો જંગીકાળ આ સંસારમાં મેં વિતાવ્યો.
વળી, જે દરેક મનુષ્યને સહજ રીતે ન મળી શકે એવું સાધુત્વ ચારિત્ર મોહનીય કર્મ અને વીયાંતરાય કર્મના ક્ષયોપશમે, પૂર્વના પુણ્યના ઉદયે અને વર્તમાનના પુરુષાર્થે મળ્યું. હું સંસાર ત્યાગી અણગાર બન્યો, પણ આસક્તિ અકબંધ રહી, પરિગ્રહ પ્રત્યેની પ્રીત ન ઘટી, મારા આ વૈરાગીના વેષથી જગતને ઠયું ! લોકોને ભરમાવવા, ભમજાળમાં નાખવા જ જાણે આ વેષ ધારણ કર્યો હોય