Book Title: Yogsar Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ १३ સાધના કરનાર અજોડ સાધક, પરમ પૂજય ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ શિષ્યરત્ન અને લઘુબંધુ, મારા દાદાગુરુદેવ, પરમ પૂજ્ય સમતાસાગર પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી મહારાજાના નામ પરથી આ ટીકાનું નામ “પમીયા વૃત્તિ' રાખ્યું છે. પરમ પૂજય સિદ્ધાંતદિવાકર, ગીતાર્થગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા અને પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ, ગુરુદેવશ્રી આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રન્થરત્નને પ્રકાશિત કરવાની અનુમતિ આપી તે બદલ તે.પૂજયોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કૃતજ્ઞભાવે તેમને વંદું છું. આ સંપૂર્ણ ટીકાનું સંશોધન સંશોધનની દુનિયામાં પ્રખ્યાત અમારા સમુદાયના એક વિદ્વધર્મ મહત્માએ કરેલ છે. પણ સંશોધક તરીકે પોતાનું નામ લખવાની તેમની ઈચ્છા ન હોવાથી અહીં તેમનું નામ લખ્યું નથી. તેમનો આભાર માનવા સાથે તેમને ધન્યવાદ આપું છું. આ ટીકા રચતાં રચતાં અને મુફો જોતાં જોતાં મને તો ખૂબ જ લાભ થયો છે. વાચકોને પણ સટીક આ ગ્રન્થના પારાયણ દ્વારા ખૂબ લાભ થશે એમાં બેમત નથી. સટીક આ ગ્રન્થ એકવાર વાંચીને પૂરો કરવા માટે નથી. પણ વારંવાર આ ગ્રન્થનું પઠન, ચિંતન, મનન કરીને એના પદાર્થો જીવનમાં ઉતારવાના છે. આ ગ્રન્થનો જો બરાબર અભ્યાસ કરવામાં આવે અને એને જીવનમાં ઉતારવામાં આવે તો જીવનપરિવર્તન થયા વિના ન રહે, બહારની દુનિયામાંથી નિવૃત્તિ લઈ અંદરની દુનિયામાં વિહરવાનું મન થાય, દોષો દૂર થાય અને ગુણો પ્રગટે, અંદરમાં રહેલા પરમાત્મા પ્રગટ થાય, તાત્વિક ધર્મની આરાધના થાય, સમતા અને સત્ત્વ આત્મસાત્ થાય અને આત્માની વિશુદ્ધિ થાય. શક્તિશાળી આત્માઓએ તો આ મૂળગ્રંથ કંઠસ્થ કરી તેને આત્મસાત કરવા જેવો છે. સટીક આ ગ્રન્થનું વાંચન કર્યા પછી અનેકને એના વાંચન માટે પ્રેરણા કરવી. ખરેખર, આ એક અવલ કોટીનો ગ્રંથ છે. અધ્યાત્મ જગતના શિખરો સર કરવા માટે આ ગ્રન્થ પગથિયાનું કામ કરી આપણને ઊંચે ચઢાવશે. આ ગ્રન્થને ખૂબ ચાવીચાવીને વાંચવો, એટલે કે ખૂબ ચિંતન-મનનપૂર્વક વાંચવો. સંસ્કૃત ભાષાને નહીં જાણનારા જીવો પણ આ મહાન ગ્રન્થના અભ્યાસથી વંચિત ન રહી જાય અને આ ગ્રન્થ આબાલ-ગોપાલ સર્વત્ર પ્રસિદ્ધ બને અને લોકભોગ્ય બને એ ઉદ્દેશ્યથી આ સટીક ગ્રંથનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ પણ મેં લખ્યો છે. ભાવાનુવાદમાં ટીકાની જ વાતો સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરી છે. તેથી બાળજીવો પણ આ ગ્રન્થના મર્મને સમજવા ભાગ્યશાળી બનશે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 430