________________
વિજળી પૈસો વગેરે વાપરે નહીં તેવા ત્યાગી ગુરૂ મળ્યા ! મહારાષ્ટ્રનો એક પ્રસંગ
મહારાષ્ટ્રમાં વણીમાં એક આચાર્ય ભગવત્ત પધાર્યા સામૈયું નીકળ્યું છે. એક મરાઠી બાઇચરણનો સ્પર્શ કરવા નીચે નમી. ગીતાર્થ આચાર્ય ભગવંતે તેમ કરવાની ના કહી તેથી પેલી બાઈને ખાટું લાગી આવ્યું તેણે કહ્યું “આમ્હી અછૂત નાહી” આચાર્ય ભગવંત એનો ભાવાર્થ સમજી ગયા. તરત જ પેલી બાઇને જવાબ આપ્યો, બાઇ ! રાજાચી રાણી પણ આવ્હાલા અછૂત આહે' પેલી મરાઠી બાઇ કહે આવા તો અમારા દેવ પણ નથી. આવા તમારા ગુરુ છે. એ મસ્તક ઝૂકાવતી ગઇ. જિંદગી સુધી આપણને ખ્યાલ કરાવી દે તેવા શબ્દો બોલી ગઇ.
વર્તમાનનું શિક્ષણ જ શ્રધ્ધા અને સંસ્કાર ભ્રષ્ટ કરે છે. માછલીમાં જીવતત્વ છે એવું દર્શન જૈનદર્શન કરાવે છે. જ્યારે માછલીમાં પોષણત્વ છે એવો ખ્યાલ આજનું શિક્ષણ કરાવે છે.
જૈન દર્શન દયા જયણાનું સ્વરૂપ દેખાડે છે જ્યારે બીજામાં ખાવાનું બતાવે છે ને પોષણને પુષ્ટિ આપે છે. આજનું શિક્ષણ આચાર, શ્રધ્ધા, અને ધર્મથી ભ્રષ્ટ કરે છે.
તમે કહો કે બધા ધર્મો સરખા છે. મારા ભગવાન ઊંચા છે. અમારા ૮મે પગથીએ બીજાના દેવ ૭મે પગથીએ છે માટે આપણે બધાયને માનીએ આ તમારી ફિલોસોફી ખરું ને ? તમારી રસોઇ ફિક્સ, સલૂન ફિક્સ, ડોક્ટર વડીલ બધાય ફિક્સ પણ ભગવાન બધા માનો તો ન ચાલે. એય પણ ફિક્સ જોઇએ. કપડા પણ આઠ સ્ટોર્સ ફરીને લો છો. ગમે તે દુકાન ના કપડા નથી ચલાવતા.
નારીને મન એક પતિ, સીતા ને મન એક રામ તેમ ભક્ત ને મન એકજ ભગવાન. કોઇ સ્ત્રી બધાને પતિ તરીકે માને તે બરોબર છે ? ના, વ્યવહાર શુદ્ધિ તો જરૂરી જ હોય. સુલસાનું સમ્યગ્દર્શન
અંબડ પરિવાજક ગજગામિની ઇત્યાદિ લબ્ધિઓનો સ્વામી. વિદ્યાબળે આકાશમાં ઉડતો યાત્રાઓ કરતા ચંપાનગરીમાં આવ્યો. ત્યાં જિનમંદિરોની સ્પર્શના કરી પ્રભુ વીર ને વંદન કરી પૂછે છે “પ્રભુ ! રાજગૃહીની યાત્રાએ જાઉં છું મારા યોગ્ય ત્યાંની કોઇ કાર્યસેવા ? પ્રભુ જોઇ રહ્યાં છે કે અંબડ ને સમકિતનો આફરો ચડ્યો છે. જુઓ પ્રભુ ! હું આવો વિદ્યાધર અને અનેક શિષ્યોનો ગુરુ હોવા છતાં પણ તમારું સમકિત લીધું છે !” હવે એને સમ્યગ્દર્શનીનું દર્શન કરાવવું જોઇએ. આ મોકો છે, સેવા કાર્ય પણ માંગે છે.