Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 193
________________ • · કામાદિ વિકાર વધારનારી દુષ્ટચેષ્ટાઓ કરી. કુતૂહલવૃત્તિ દાખવી. પ્રથમ શિક્ષાવ્રતસંબંધી સામાયિક વ્રતસંબંધી નિયમનો ભંગ કર્યો. સામાયિકમાં સ્વાધ્યાય ન કર્યો. વ્યવહારસંબંધી વાતો કરી. ચરવળો-મુહપત્તિની આડ પડી. • મુહપત્તિ વગેરે ઉપકરણો ખોવાઇ ગયાં. • · સમય પૂર્વે સામાયિક પાર્યું. સામાયિકમાં સ્થંડિલ-માતું જવું પડયું. ચિત્તનો સંઘટ્ટો થયો. ઉજેઇ પડી. • સ્ત્રીનો સંઘટ્ટો થયો. વિકથા કરી. નવકારવાળી પડી ગઇ, તૂટી ગઇ. સામાયિકમાં નિદ્રા આવી. દ્વિતીય શિક્ષાવ્રતસંબંધી દેસાવગાસિક વ્રતસંબંધી નિયમોનો ભંગ કર્યો. એમાં અતિચાર લગાડયા. ઉપયોગ રાખ્યો નહિ. તૃતીય શિક્ષાવ્રતસંબંધી પૌષધ વ્રતસંબંધી નિયમોનો ભંગ કર્યો. સૂર્યોદય પછી પૌષધ લીધો, સૂર્યોદય પૂર્વે પાર્યો. દિવસે ઊંધ્યા. પૌષધમાં કાજો-દેવવંદન-પોરિસી-ચૈત્યવંદન-પડિલેહણ આદિ ક્રિયાઓ બરાબર કરી નહિ. સ્વાધ્યાય કર્યો નહિ. સચિત્તાદિની વિરાધના કરી. વાડામાં ઠલ્લે ગયા. ન ૧૮૬

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198