Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 195
________________ 'સંયમ અભિલાષા આ પ્રાણમય શંશા છોડી, શ્રમણ હું ક્યારું છું ! ડગલે અને પગલે સતત હિંસા મને કરવી પડે, તે ધન્ય છે જેને અહિંસાપૂર્ણ જીવન સાંપડે; ક્યારે થશે કરૂણાઝરણથી આÁ અંતર આંગણે, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧ ક્યારેક ભય ક્યારેક લાલચ ચિત્તને એવાં નડે, સંસારના વ્યવહારમાં જૂઠું તરત કહેવું પડે ; છે સત્યમહાવ્રતધર શ્રમણનું જીવનઘર રળિયામણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૨ જે માલિકે આપ્યા વગરનું તણખલું પણ લે નહીં, વંદન હજારો વાર હો તે શ્રમણને પળપળ મહીં; હું તો અદત્તાદાન માટે ગામપરગામે ભમ્, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું જ્યારે બનું ! ૩ જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોંપાય ના, મુજ આયખું આખું વીત્યું તે ઇન્દ્રિયોના નાચમાં; લાગે હવે શ્રીસ્થૂલભદ્રતણું સ્મરણ સોહામણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૪ નવવિધ પરિગ્રહ જિંદગીભર હું જમા કરતો રહ્યો, ધનલાલસામાં સર્વભક્ષી મરણને ભૂલી ગયો; મૂર્છારહિત સંતોષમાં સુખ છે ખરેખર જીવનનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૫ અબજો વરસની સાધનાનો ક્ષય કરે જે ક્ષણમહીં, જે નરકનો અનુભવ કરાવે સ્વ-પરને અહીંને અહીં;

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198