Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 194
________________ • રાત્રે ઠલ્લે ગયા. પરઠવતાં જયણા પાળી નહિ. પેસતાં-નીકળતાં નિહિ આવસ્યહિ કહેવામાં ઉપયોગ રાખ્યો નહિ. પરઠવતાં “અણુજાણહ જસુગ્ગહો વોસિરે વોસિરે” કીધું નહિ. સ્ત્રીનો સંઘટ્ટો થયો. પચ્ચકખાણ પારવાનું રહી ગયું. પારણાની ચિંતા કરી. દેરાસર જવાનું રહી ગયું. ગુરુવંદનાદિ રહી ગયું. ચતુર્થ શિક્ષાવ્રતસંબંધી અતિથિસંવિભાગ વ્રતનો ભંગ કર્યો. અશુદ્ધ આહાર વહોરાવ્યો. આદર-બહુમાનથી રહિત પણે વહોરાવ્યું. દાતાની નિંદા કરી. સંલેષણાદિસંબંધી પાક્ષિકાદિસંબંધી ઉપવાસાદિ તપ કર્યો નહિ. પચ્ચકખાણનો ભંગ થયો, પારવાનું ભૂલી ગયા. અભિગ્રહ ભાંગ્યા. નિયાણું કર્યું. આલોક-પરલોકનાં સુખ ઇચ્છયાં. એકાશનાદિમાં ઊઠતા પચ્ચખાણ કર્યું નહિ. વાચનાદાતાનો વિનય ન કર્યો, અવિનય કર્યો. તપની નિંદા કરી. પ્રતિક્રમણમાં ઊંઘ આવી. બેઠાં પ્રતિક્રમણ કર્યું. વાંદણાદિ અવિધિપૂર્વક દીધાં. છતી શક્તિએ દાનાદિ ધર્મ કર્યો નહિ. તપ-વિનય-વૈયાવચ્ચ આદિ ધર્મકાર્યોમાં પ્રમાદ-અવિધિ કરી. આત્મહત્યાના વિચારો આવ્યા...ઇત્યાદિ.

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198