________________
માલિકની રજા વિના વસ્તુ લેવી રાખવી! તેનું નામ અદત્તાદાન અને તેનાથી અટકવું તેનું નામ “વિરમણ'.
જેમ મૃષાવાદના મૂળમાં હાસ્યાદિ ૪ છે, તેમ અદત્તાદાનના મૂળમાં મુખ્યતયા અસંતોષ છે. જીવનમાં જેટલો અસંતોષ વધારે તેટલો અદત્તાદાનનો દોષ વધારે..! સંતોષી નર સદા સુખી’ એમ કહેવાને બદલે એમ કહો કે “સુખી નર સદા સંતોષી
જે સુખી છે તે કાયમ માટે સંતોષી હોય...તળિયા વિનાના અતૃપ્તિના ખપ્પરને પૂરવા માટે તે આખી જિંદગી બરબાદ ન કરી નાખે.. પુણ્યના ઉદયકાળમાં પુણ્યના માલિક તરીકે તે જીવતો હોય. ગુલામ તરીકે નહિ !..કોઈ જગ્યાએ પરમાત્મભક્તિનો ભવ્ય મહોત્સવ ચાલતો હોય..ક્યાંક જિનવાણી શ્રવણ કરવાની તક મળતી હોય.કોઇક ઠેકાણે ધર્મનું કોઇ કામ આવી ગયું હોય તો સુખી પરંતુ સંતોષી માણસ દુકાન વગેરે બંધ કરી ખુશીથી તે તે કાર્યોમાં ભાગ લે..તેને દુકાને ગયા વિના ન જ ચાલે એવું નહિ.પરંતુ આ બને ક્યારે ?
ત્યારે જ કે જ્યારે જીવનમાં સંતોષને મુખ્ય રાખ્યો હોય. એક વાત સમજી રાખજો કે કાયાની જરૂરિયાત મર્યાદિત છે. ખાવા માટે ચાર રોટલી..સૂવા માટે ચાર ફૂટ જમીન ઈત્યાદિ મળી જાય પછી તે વધારે માંગવા તૈયાર નથી...વધારે આપો તો તેને ચાલે તેમ નથી. જ્યારે મનની માંગણી અમર્યાદિત છે. ગમે તેટલું તમે તેને આપો. ઓછું જ પડે છે ! તેની માંગણવૃત્તિ ગમે તેટલું મળવા છતાં ઊભી જ રહે છે...! ક્યારેય તે તૃપ્ત થતી નથી..!..આનું કારણ એ છે કે મનની માંગણીઓ અમાપ છે. !
દસ હજારની ગણત્રીથી ધંધો શરૂ કરો....નવ હજાર મળે કે તરત જ મન એક લાખનું લક્ષ્ય બતાવે..નવાણું હજાર પહોંચો કે દસ લાખનું લક્ષ્ય બતાવે નવ લાખ પહોંચો કે કરોડનું લક્ષ્ય બતાવે.હવે આ ખપ્પર પુરાય શી રીતે ? ભૂલશો નહિ, આપણું વાસનાનું શરીર એટલું બધું મોટું છે કે આખી દુનિયાનાં કપડાંથી તે ઢંકાય તેમ નથી.
એટલે ડાહ્યો માણસ વાસનાની યાત્રાને પૂરી કરવાને બદલે અધૂરી જ છોડી દે છે. અને આશ્ચર્ય તો એ વાતનું છે જે આ યાત્રાને અધૂરી છોડી દે છે તેની વાસના નામશેષ થઇ જાય છે !.જે પૂરી કરવા દોડે છે તેની વાસના વધુ ને વધુ પ્રજવલિત થતી જાય છે..
દનિયાની ચીજો મેળવી લેવાની લોભવૃત્તિ જીવને ચોરી કરવા પ્રેરે છે. એ ચીજો ન મળે ત્યાં સુધી સતત અસમાધિ.સંક્લેશની આગમાં જીવને બાળો છે. ધારેલી ચીજ કરતાં ઓછી મળે તો ય અજંપામાં તેને રાખ્યા કરે છે.
૧૯૯૨ ની સાલમાં શેરબજારમાં તેજી આવી તેજીના મોજામાં રાતોરાત લખપતિ