________________
તેનું નામ લેવું નહીં.”
-કોઇ પણ ધાર્મિક અનુષ્ઠાન ભલે એ પૂજન હોય કે સામાયિક. તેના પ્રારંભમાં વિધિકાર પ્રગટ અપ્રગટ દિગૂ પરિમાણ બંધન કરી મનને તેની બહાર ન જવા અથવા બહારના અશુભ તત્ત્વોના વિચારોનો સ્પર્શ કરતાં અટકાવવા પ્રયત્ન કરે છે. દશમે દેશાવગાસિક વ્રતની અંદર પોતાની હાજરી સંબંધની ચર્ચા આવે છે. તે પણ ક્ષેત્રની મર્યાદા માટે જ છે.
પ્રભુવીરના અલ્પ ઉપદેશથી ચંડકૌશિકે સંસારમાં પોતાની દ્રષ્ટિવિષ આંખો દ્વારા થતી બધી હિંસક પ્રવૃત્તિ બંધ કરી અણસણ સ્વીકારી ૧૫ દિવસના અંતે આઠમા દેવલોકમાં મહર્ષિક દેવ થયો. દિન્ પરિમાણ વ્રતનો આ રીતે પ્રત્યક્ષ સુખદ અનુભવ આ જીવને થયો.
મુનિવરો જ્યારે ગ્રામાનુગ્રામ વિચરે ત્યારે પોતાની દ્રષ્ટિથી ૫/૭ ફૂટ દૂર સુધીની જગ્યાની પ્રર્માજના કરતાં વિચરે જેથી કોઇ જીવોની હિંસા ન થવા પામે, ખાડામાં પડી ન જવાય, કાંટા કાંકરા, કાચ, વિગેરે ન વાગે. આમ દિમ્ પરિમાણ જેમણે કર્યું છે. તેમણે પરિમિત ક્ષેત્રમાં પણ ઇષ્ટફળની પ્રાપ્તિ અવશ્ય થઈ શકે છે.
આજના યુગમાં એક દેશની સરહદમાંથી બીજા દેશની સરહદમાં જવા આવવા ઉપર અંકુશ હોય છે. જો કે આ નિયમ વ્યાવહારિક રીતે અવસ્થા આદિને સાચવવા હશે પણ બીજા દેશનો માનવી જેમ મંજુરી વિના સરહદને ઓળંગે તો ગુનેગાર કહેવાય છે. તેમ દિન્ પરિમાણ વ્રતને ભાંગનાર પાપનો બંધ કરે છે. તે નિશ્ચિત છે. દિમ્ પરિમાણ વ્રત સંબંધી લાભ નુકશાનના ઉદાહરણો : આ શ્રેણિક પુત્ર કોશિક દક્ષિÍધ ભારતના ત્રણ ખંડ જીતી વૈતાઢ્યથી આગળ ત્રણ
ખંડ જીતવા ત્રિમિસ્તા ગુફા પાસે ગયો. ગુફાપાલક ગિરિમાલકને સમજાવી આગળ વધુવું હતું પણ ગુફાપાલકે ના પાડી. ઘણો વાદવિવાદ થયો. છેવટે ગુફા પાલકે થપ્પડ મારી પરિણામે મરીને છઠ્ઠી નરકે ગયો. કુમારપાળ રાજાએ ચોમાસામાં પાટણની બહાર ન જવાની બાધા લીધી છે. તે વાત શક રાજાએ જાણી. તેના ઉપર ચઢાઈ કરી. આ વખતે ગુરુદેવ પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રતાપે શત્રુરાજા સ્વાધીન થયો. ભૂલ સ્વીકારી પાછો સ્વનગરે ગયો. ભગવાન વીરને ઋજુવાલિકા નદીના કિનારે કેવળજ્ઞાન તો થયું પણ વિરતિના પરિણામવાલા કોઇ યોગ્ય આત્મા ત્યાં હાજર ન હોવાથી અથવા એ ક્ષેત્રમાં સંઘ સ્થાપના માટેની યોગ્યતા ન હોવાથી અપાપાપુરીમાં સંઘની સ્થાપના થઇ.