Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 167
________________ જ્યારે આ વ્રતનું ક્ષેત્ર અમર્યાદિત છે. અગ્યારે અગ્યાર વ્રતોના પાલનમાં જે કાંઇ તમે બાધા, વિરતિ, પચ્ચકખાણ કે ત્યાગ કરેલા, સ્વીકારેલા હોય તેમાં અલ્પ પણ સમય માટે ઘટાડો કરવો કે ત્યાગ કરવો એ આ વ્રતના મુખ્ય વિચાર છે. એટલે અગિયાર વ્રત ઉપર કાબુ રાખવાનો તેમાં સંકેત છે. વર્તમાનકાલીન આરાધક આત્માઓ વર્તમાનમાં જે પદ્ધતિથી આ વ્રતની આરાધના કરે છે. તેમાં ૨ પ્રતિક્રમણ અને ૮ સામાયિક કરાય છે. ઉપરાંત યથાશક્તિ તપ પણ કરવાનું હોય છે. આ પદ્ધતિને “દેશાવગાસિ' કહે, માને, બતાડે છે. અપેક્ષાએ આ કાર્ય પાછળ વિરાધનાથી બચવાનો મુખ્ય ઉદ્દેશ છે. આખા દિવસ દરમ્યાન વધુમાં વધુ આરાધના, તપ જપ, વાંચન કરી દિવસ સફળ કરવાનું, જીવન સફળ કરવાનું કાર્ય આરાધકે કરવાનું છે. આરંભ સમારંભ તેથી ઘટી જશે. આદર્શ શ્રાવકે જૈન ધર્મને પામ્યા પછી દુર્લભ એવા મનુષ્ય જન્મને સફળ કરવા માટે જીવનમાં વિવિધ દ્રષ્ટિથી શુભ આરાધના કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેના સંક્ષિપ્ત વિચાર આવા છે. ' (૧) દેનિક કર્તવ્યો-૧૪(૧૬). (૨) રાત્રિ કર્તવ્યો-૯. (૩) પર્વ કર્તવ્યો-૯૮ (૪) ચાતુર્માસિક કર્તવ્યો ૧૦-૩.(૫) વાર્ષિક કર્તવ્યો-૧૧.(૬) જીવન કર્તવ્યો ૧૦+૩. (૭) સમાધિ માટેના કર્તવ્ય-૧૦.(૮) પર્યુષણ પર્વના કર્તવ્ય-૫. (૯) શ્રાવકની પડિમા સંબંધિના કર્તવ્ય-૧૧. (૧૦) આવશ્યક ક્રિયાના કર્તવ્ય-૬. (૧૧) આવશ્યક દૈનિક કાર્યના કર્તવ્ય-૬. ઉપરના કર્તવ્યમાંથી દેશાવગાસિક વ્રત વર્તમાનમાં જે રીતે કરવામાં આવે છે. તેનો વિવેકી પુરુષોએ આખા દિવસમાં નીચે મુજબનો સામાયિકની સાથે સાથે કાર્યક્રમ કરી આ વ્રતને સફળ કરવું જોઇએ. સામાન્ય રીતે સામાયિક લીધા પછી જીવનમાં સમભાવની વૃદ્ધિ થવી જોઇએ. એ ત્યારે જ શક્ય છે જ્યારે સામાયિક કે દેશાવગાસિક વ્રત સ્વીકારવાનું મહત્ત્વ સમજાય અને વ્રત પાલન વખતે આરાધના માટે વ્રત પાલન કરવાની તૈયારી થાય. અન્યથા વ્રત લીધુ પણ સમયને પ્રમાદમાં પૂર્ણ કરી પુણ્યના બદલે પાપ બાંધવા જેવું કાર્ય કર્યું કહેવાય. સર્વ સામાન્ય આઠ સામાયિકનો કાર્યક્રમ : સામાયિક - ૧ પૌષધવાળા કરે તે રીતે પડિલેહણ દેવવંદનાદિ કરવું. સામાયિક - ૨ નવું અધ્યયન કરવું. (ગાથા કરવી, વાચના લેવી વિગેરે.) સામાયિક - ૩ વીતરાગ પરમાત્માની વાણી (વ્યાખ્યાન) શ્રવણ કરવું. સામાયિક - ૪ બપોરના દેવવંદન, પચ્ચકખાણ પારવાની વિધિ કરવી.

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198