________________
કેટલાક પ્રશ્નોત્તર હે વિશ્વવત્સલ વિભુ ! આપે આત્માને પુષ્ટ કર્યા તો પરમાનંદ પામ્યા. મેં તો આજ સુધી શરીર ઈન્દ્રિયોનું પોષણ અને આત્માનું શોષણ કર્યું ને રાગથી રંગાયો, દ્વેષથી દાઝયો. પક્ષપાતે પ્રજળ્યો, અજ્ઞાને આથડ્યો, કષાયોથી કૂટાયો બસ હવે બસ થાઓ આ યાતનાઓથી હવે હું આત્માને પુષ્ટ કરી આ ગતિમાં પરમ સમાધિ પામું..
પ્ર.૧ અતિથિ એટલે શું ? ઉત્તર જેની આવવાની તિથિ નક્કી નથી તે અતિથિ. પ્ર. ૨ અતિથિ કોને કહે છે ? ઉત્તર અચાનક ધરે આવનાર મહેમાનોને અતિથિ કહેવાય છે તથા સાધુ સાધ્વીને
પણ અતિથિ કહેવાય. પ્ર. ૩ અતિથિ વિભાગવત કોને કહેવાય છે ? ઉત્તર અતિથિને સાધુ સાધ્વીને) વિધિ પ્રમાણે અસણં, પાણે, ખાઇમં, સાઇમં આદિ
દાન દેવું તે. પ્ર.૪ દાન કેટલા પ્રકારના દેવાય છે ? ઉત્તર ૧૪ પ્રકારના
અન્ન, પાણી, મુખવાસ, મેવો, વસ્ત્ર, પાત્ર, કાંબળી, રજોહરણ, પાટપાટલા બાજોઠ, પાટીયું, ઉપાશ્રય, સંસ્કારક, દાભ વગેરેની પથારી, ઔષધ, ભેષજ
આમ ૧૪ પ્રકારના છે. પ્ર. ૫ ઔષધ અને ભેષજમાં શું ફરક છે? ઉત્તર ઔષધ એટલે એક દ્રવ્યવાળી ચીજ જેમ કે હરડે, બેહડા, સુંઠ, અનેક ઔષધિ
ભેગી કરીને બનાવેલ ચીજ ભેષજ જેમકે ત્રિફળા આદિ. પ્ર. ૬ સાધુએ ગ્રહણ કર્યા પછી પાછું અપાય નહિ તેવા કેટલા દાન છે ? ઉત્તર આઠ પ્રકારના છે. અન્ન, પાણી, મુખવાસ, મેવો, વસ્ત્ર, પાત્ર, કાંબળી અને
રજોહરણ.