Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 184
________________ દેવાત્માની આ વાણી સાંભળીને ત્યાં ને ત્યાં જ સહુએ ચારિત્ર સ્વીકારી લીધું ! શાસ્ત્રકારો કહે છે, પાપના કાર્યને વિલંબમાં નાખજોજ્યારે ધર્મને તો હાજરમાં જ પતાવજો.... કારણ કે જેને વિલંબમાં નાખશો તેની તાકાત ઘટી જશે.. જેને તુર્ત અમલમાં મૂકી દેશો તેની તાકાત વધી જશે ! જીવનને સન્માર્ગે લાવનારા વ્રત નિયમોના પાલનના અપૂર્વ લાભો તમે આટલા દિવસો સુધી સાંભળ્યા છે... તો એ નિયમોને ન સ્વીકારવાથી થતાં ભારે નુકશાનો પણ તમે સાંભળ્યા છે. હવે નિર્ણય તો તમારે જ કરવાનો છે કે આત્માને જિનાજ્ઞાના પાલન દ્વારા સાચી સ્વત્રતતા અપાવવી કે પછી જિનાજ્ઞા નિરપેક્ષ જીવન જીવવા દ્વારા આત્મામાં સ્વચ્છંદતા વધારવી ? ભૂલશો નહિ, અત્યાર સુધીમાં મળેલા જન્મો ચાલેલાં જીવનો અને આવેલાં મરણો જેવાં આ ગતિનાં જન્મ જીવન અને મરણ નથી... પરંતુ વિશિષ્ટ કોટિનાં છે.. ! જન્મ થઇ ગયો છે. જીવન ચાલી રહ્યું છે. મરણ નજીક આવી રહ્યું છે ! ચાલી રહેલા જીવનની તાકાત આ ગતિના મરણને સુધારવાની તો છે જ ઉપરાંત પછીના ભાવના જન્મને સુધારવાની પણ છે. પણ ક્યારે ? જિનાજ્ઞાપ્રધાન જીવન જીવાય ત્યારે.. ! ચાલો, સમર્પિત થઇ જઇએ જિનાજ્ઞાને ! આ સમર્પણના તીવ્ર સંકલ્પને અમલી બનાવવા દ્વારા આપણે વહેલામાં વહેલી તકે શાશ્વત સુખને પામી જઇએ ! આ બારેય વ્રતના પાલનથી આત્મા શું પામે છે તે ઉપદેશમાળાકાર શ્રી ધર્મદાસગરિજી મહારાજ પોતે ફરમાવે છે. તવનિયમસલકલિયા સુસાવગા જે હવંતિ સુગુણા. તેસિં ન દુલ્લહાર્દ, નિવાણવિમાસુમ્બાઈ ! જે ગુણિયલ સુશ્રાવકો તપ, નિયમો અને સદાચારોથી યુક્ત હોય છે, તેઓને સ્વર્ગ અને મોક્ષનાં સુખ દુર્લભ નથી. મોડું ન કરો.. જીવનને શીધ્ર આ વ્રતોના પાલનથી સુશોભિત કરી દો.

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198