Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 182
________________ આ આચારોનું પાલન જીવનમાં જે શાંતિ અર્પે છે તે શાંતિ કરોડો રૂપિયા આપવા છતાં ખરીદી શકાતી નથી. હિટલરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, “જો તમારે શાંતિથી જીવવું હોય તો દુશ્મન ન હોય તો પણ ઉભા કરી જ દેજો. કારણ કે વિના દુશ્મન શાંતિ કેવી...?' આની સામે પરમાત્માનું શાસન કહે છે કે, જો તમારે ખૂબ સ્વસ્થતાપૂર્વક જીવવું હોય તો જીવનમાં સહુ કોઇ ને મિત્ર બનાવી જ દેજો. કારણ કે વિના મિત્રના શાંતિ કેવી ?' ક્યાં મેળ સંસારનો અને શાસનનો...? જે હેયામાં પરમાત્માનું શાસન છે, તે હૈયામાં સંસાર નથી.. જે હૈયામાં સંસાર છે તે હૈયામાં પરમાત્માનું શાસન નથી. આ તારણહાર દેવાધિદેવ પરમાત્મા પ્રત્યે જેને ભારોભાર પ્રીતિ જામી જાય છે તેના ચિત્તની પ્રસન્નતાનું.. તેની અવિહડ ભક્તિની ખુમારીનું વર્ણન પણ થાય તેમ નથી... જુલસા શ્રાવિકા શ્રેણિક મહારાજા, મંત્રીશ્વર પેથડશા, શાસન સુભટ વસ્તુ તેજપાળ વગેરેનાં જ્વલંત દૃષ્ટાંતો આજે ય આપણને ભારે પ્રેરણા આપી રહ્યા હોય તેવું નથી લાગતું..? ૩૨-૩૨ પુત્રોના મોત પાછળ પણ સમાધિ ટકાવી રાખતી સુલતા.. રોજ હંટરોના ફટકા ખાવા છતાં ચિત્તની સ્વસ્થતા જાળવી રાખતા મહારાજા શ્રેણિક.... તુર્ત જ પોતાને મળી જવાની રાજાની આજ્ઞા છતાં પ્રભુભક્તિમાં લયલીન બની રહેતા મંત્રીશ્વર પેથડશા... ધરતીમાંથી પ્રાપ્ત થયેલી સંપત્તિ ઘર ભેગી કરવાને બદલે દેલવાડાના બેનમૂન મંદિરના નવનિર્માણ પાછળ પાણીની જેમ ફેંકી દેતી વસ્તુપાળ તેજપાળની બાંધવ બેલડી.. આ અને આવા અનેક પુણ્યવાન આત્માઓના જીવનનાં ભવ્ય પરાક્રમોની યશોગાથા વર્તમાનકાળમાં અનેકના જીવનમાં પ્રભુ પ્રત્યે અવિહડ ભક્તિ પ્રગટાવી રહી છે. ' અરે ! જિનશાસનને પામેલા આત્માઓની વાત તો છોડો...! જે આત્માઓને આવા સર્વગુણસંપન્ન દેવાધિદેવ વીતરાગ સર્વજ્ઞ ભગવંત પ્રાપ્ત નથી થયા પરંતુ પોતાના જીવનને શાંતિ બક્ષતી પ્રભુભક્તિ પણ જેના જીવનમાં વ્યાપ્ત થઇ ગઇ છે તેવા આત્માની ખુમારી પણ કેવી હોય છે તે જોવા જેવું છે. અકબરના દરબારમાં સતત હાજર રહેતા મહાકવિ ગંગા ક્યારેય અકબરની ખોટી ખુશામત ન કરતા. ઇર્ષાળુઓએ અકબરની કાન ભંભેરણી કરી કે, “આ ગંગ આપના દરબારમાં હાજર રહે અને આપની પ્રશંસા ક્યારેય ન કરે ?' અકબરને આ વાત બેસી ગઇ... કવિ ગંગ પાસે મારી પ્રશંશા ન કરાવું તો મારું નામ અકબર નહિ... ! બીજે દિવસે રાજસભામાં કવિગંગને અકબરે એક પાદપૂર્તિ આપી.. જેનું છેલ્લું પાદ હતું,“આશ કરો અકબરકી..” કવિ ગંગ ! આની પાદપૂર્તિ કરી આપો.”

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198