Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 187
________________ પ્ર. ૧૭ નામ છે ચોરેન્દ્રિયનું, રૂપ છે કષાયનું, દોષ છે દાનનો આનો અર્થનો મૂળ શબ્દ કયો છે ? ઉત્તર મસ્જીરિયાએ ચોરેન્દ્રિય - મચ્છ૨, અહંકારના દાન દઇને કરે કષાય ને ૧૨ માં વ્રતનો આ અતિચાર છે. પ્ર. ૧૮ તિર્યંચ કયું વ્રત પાળી ન શકે ? ઉત્તર ૧૨ મું વ્રત (અપવાદે હાથીએ કંદોઇની દુકાનેથી સંતને લાડુ વહોરાવ્યો તે પ્રસંગ) પ્ર. ૧૯ આ અવસર્પિણી કાળમાં દાનની શરૂઆત કોણે કરી ? ઉત્તરશ્રેયાંસકુમારે. ૫. ૨૦ અશુદ્ધ ભાવનાથી દાન દઇને નરકમાં કોણ ગયું ? ઉત્તર નાગેશ્રી બ્રાહ્મણી. પ્ર. ૨૧ દાનનું વર્ણન કયાં આગમમાં આવે છે ? ઉત્તર સુખવિપાક સૂત્રમાં ઉત્કૃષ્ટ દાન દેવાનું ફળ શું મળે છે તે બતાવ્યું. પ્ર. ૨૨ દાનની ભાવના વધારવા માટે શું ચિંતન કરવું જોઇએ ? ઉત્તર દાનથી ત્યાગ તથા સંતોષની ભાવના વધે છે, ભાવપૂર્વક દાન દેવાથી ભવઓછા થાય છે. શુદ્ધ ભાવનાથી દાન દેવાવાળા ચંદનબાળા, સુબાહુકુમાર, શ્રેયાંસકુમાર, શાલીભદ્ર આદિના આદર્શ ઉદાહરણ ધ્યાનમાં રાખી ચિંતન કરવું. અમદાવાદમાં એક ભાઇ સગાઇ પૂર્વે કહ્યું કે ‘મારું ઘર ધર્મશાળા છે અને રસોડું ભોજનશાળા છે એમ સમજીને આવવું હોય તો આવજો. કેટલી આતિથ્યસત્કારની ભાવના ! લગ્નના ફેરામાં આગ છે માટે જીવનમાં ભડકાં છે. વ્રત ગ્રહણના ફેરામાં આગ નથી ભગવાન છે. ૧૮૦ D

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198