Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 176
________________ થાય. ૧૮ પ્રકારના દોષોમાંથી કોઇ પણ દોષ લાગી ન જાય તેની કાળજી રાખવી. એક અહોરાત્રીને જે આત્મા પોષધ કરે તે આત્માને ૨૭ અબજ, ૭૭ કરોડ, ૭૭ લાખ, ૭૭ હજાર ૭૭૭ પલ્યોપમથી પણ અધિક દેવગતિનું આયુષ્ય બંધાય છે. પૌષધ સંબંધિ કેટલાક નિયમો (વિચારો) : • પૌષધ સૂર્યોદય પૂર્વે ન લેવો. સૂર્યાસ્ત પછી પારવો. પૌષધ આરંભ/સમારંભને ત્યજીને કરવો. પૌષધમાં ૧૮ દોષથી અલિપ્ત રહી કરવો. ત્યાજ્ય વસ્તુને ત્યજતા પૂર્વે “જયણા'ને પાળવી. ભોગ્ય વસ્તુને ભોગવતા પ્રથમ ભાગ્યનો વિચાર કરો. પૌષધની બધી ક્રિયા મૌન પૂર્વક કરો. પૌષધમાં પૈસા, દાગીના, ઘડિયાળાદિ વસ્તુ પાસે ન રાખો. પૌષધમાં જીવદયા પાળવા દરેક ક્રિયામાં પૂજવાનો ઉપયોગ રાખવો. આવત્સહિ, નિસીહી, અણુજ્જાણહ જસુગ્રહો, વોસિરે જેવા શબ્દોચ્ચાર સમયસમય પર ઉપયોગ સહિત કરો. આઠમ પાંખી પર્વ તિથિએ અવશ્ય પૌષધ કરો. પૌષધમાં જીવમાત્ર સાથે ભાવદયાના પરિણામ રાખો. મોક્ષપ્રાપ્તિ વિરતિ વિના શક્ય નથી. પૌષધ એ વિરતિમય જીવન છે. પૌષધ એ ધર્મારાધના છે. ધર્મ એ મંગળમય છે. શરણરૂપ છે. લોકમાં ઉત્તમોત્તમ કેટલાક પ્રશ્નોત્તર હે વિશ્વવત્સલ વિભુ ! આપે આત્માને પુષ્ટ કર્યા તો પરમાનંદ પામ્યા. મેં તો આજ સુધી શરીર ઈન્દ્રિયોનું પોષણ અને આત્માનું શોષણ કર્યું ને રાગથી રંગાયો, દ્વેષથી દાઝવો. પક્ષપાતે પ્રજળ્યો, અજ્ઞાને આથડ્યો, કષાયોથી કૂટાયો બસ.. બસ હવે બસ થાઓઆ યાતનાઓથી હવે હું આત્માને પુષ્ટ કરી આ ગતિમાં | પરમ સમાધિ પામે.....

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198