Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 175
________________ આ ઉપરાંત જિન મંદિરમાં દેવવંદન, વ્યાખ્યાન શ્રવણ, કાઉસગ્ગ ધ્યાન, સ્વાધ્યાય, નવિ ગાથા ગોખવી આદિ સમજી લેવું. પૌષધ કરનાર જો ચિત્ન કરે તો તેને (૧) સ્વીકારેલ સામાયિક પૌષધ આદિ વિરતિ ધર્મના ફળનું જ્ઞાન થાય. (૨) ભોગસુખની આશાથી તેની પાછળ કરેલી ઘોડાદોડના ફળસ્વરૂપ પામેલા અનુભવેલા વિવિધ દુઃખોનું પણ જ્ઞાન ભાન થાય. (૩) અને વિતરાગ પ્રરૂપિત સર્વવિરતિધર્મના આરાધક પૂ. સાધુઓના જીવનની ચર્યાની સુખની વ્યાખ્યા કહેવાનો ભાવાર્થ એજ પૌષધ કરનારને ધર્મમાં પુષ્ટ, દ્રઢ કરવાનું કામ આ રીતે અવશ્ય પાર પડે. ચાર પ્રકારનો જે આત્મા પૌષધ કરવાનો ઉદ્યમ કરે તે (૧) અનાહારી પદનો સર્વપ્રથમ અનુરાગી થાય. (૨) શરીરાદિ અનિત્ય છે તેના ઉપર રાગ મોહ કરવા જેવો નથી એવી ઉત્તમ અનિત્યાદિ ભાવના પણ દ્રઢ થાય. (૩) પવિત્ર જીવન જીવવા માટે પાયારૂપ બ્રહ્મચર્યનું પાલન કરવા તેના દ્વારા થતાં લાભને નજર સામે રાખવા આત્મા તૈયાર થાય અને અંતે (૪) આરંભ સમારંભ પંદર કર્માદાન, ૧૮ પાપસ્થાનકાદિના વ્યાપાર સાવદ્ય પ્રવૃત્તિથી મુક્તિનો અપૂર્વ ૪/૮ પહોર સુધી આનંદ અનુભવે. ધીરતાપૂર્વક દ્રઢતાપૂર્વક જે આત્મા પૌષધાદિ કરે છે. ઉપસર્ગ આવે તો પણ ચલિત થતા નથી. એ શંખ આનંદ શ્રાવક જેવા ધન્ય બને છે. પાંચ અતિચાર : (૧) અપ્રતિ લેખિત શવ્યાસંથારઃ બેસવા, ઊઠવા, સૂવા આદિ માટેની ભૂમિનું બરાબર પડિલેહણ ન કર્યું. (દ્રષ્ટિ પડિલેહણ પણ ન કરી) (૨) અપ્રમાર્જિત દુષ્પમાર્જિનઃ ઉપકરણો પડિલેહણ કર્યા વગરના તથા બરાબર વિવેકથી પડિલેહણ કર્યું ન હોય તેવા વાપર્યા. (૩) અપ્રતિ દુષ્પતિ ઉચ્ચાર ત્યજવા યોગ્ય પદાર્થ સ્પંડિલમાત્રાદિની જગ્યા સાંજે બરાબર નિર્દોષ શોધી ગવેષણા કરી નહીં. (૪) અપમા દુષ્પમા, ઉચ્ચાર પાસવણ ભૂમિ સ્પંડિલમાત્રાદિની જગ્યા પ્રમાર્યા વિના વાપરી, બરાબર પ્રમાર્જ નહીં (ભૂલી ગયો) (૫) પૌષધ વિધિ વિપરિતતાઃ પૌષધ સમયસરન લીધો સમયસર પાર્યો નહીં (કવેળાએ લીધો, કવેળાએ પાર્યો) પૌષધના સમયે ઉત્સાહ વગર પૂર્ણ કર્યો. પૌષધની આરાધના કરતા સંભવ છે કે ઉપસર્ગ કે પરિસહ થાય. (સાધુ મ. પણ સંયમમાં ૨૨ પરિષહ સમભાવે સહન કરે છે.) તે વખતે ચિંતામણિ રત્નથી પણ અધિક મહિમાવાળું, પુણ્ય બંધાવનારું, સંસારથી પાર પમાડનારું પૌષધવ્રત ખંડિત ન

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198