Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 173
________________ જિંદગીમાં આવા ધંધા હવે પછી નહિ કરીએ..” સુવતશેઠે તેઓને સારો ધંધો કરવા માટે રકમ આપી અને પાછું કહ્યું કે “ભવિષ્યમાં ક્યારેય જરૂર પડે તો મારી પાસે આવી જજો પરંતુ ચોરીના આવા પાપી ધંધા ન કરતા.' આવી ઉદાત્ત મનોવૃત્તિ પેદા કરવામાં ભારે ઉપકારી બનતા આ પૌષધવ્રતને જીવનમાં આચરવું જોઇએ. પૌષધ ચાર કે આઠ પહોરનો અને ઉપવાસ આયંબિલ નીવિ એકાસણાદિ તપ સહિત કરવાનો હોય છે. પૌષધના પચ્ચકખાણ કરેમિભંતે સૂત્ર દ્વારા જ થોડા સુધારા સાથે થાય છે. તેમાં મુખ્યત્વે શ્રાવક છ કોટી (પ્રકારના)ના પચ્ચકખાણ કરે ઉપરાંત નીચેની ચાર પ્રવૃત્તિનો વિશેષ ત્યાગ કરવાનો જ હોય છે. ૧. આહાર પોસહ - વ્રત દરમ્યાન ભોજન આહારનો સંપૂર્ણ ત્યાગ (અથવા ધારણા પ્રમાણે વસ્તુઓ વાપરવાની સ્વીકારી બાકીના ભોજનનો ત્યાગ) કરૂં . ૨. શરીર સક્કાર પોસ- શરીરની શોભા કરવા માટે પ્રવૃત્તિ કરાય છે. તે ન કરવા રૂપ પોસહ (પચ્ચકખાણ કરું છું.) ૩. ગંભીરે પોસહ-પૌષધના કાળ દરમ્યાન બ્રહ્મચર્યના પાલન કરવા રૂપ પોસહ કરું ૪. અવાયારય પોસહ - અવ્યાપાર (મન, વચન, કાયાના સાવદ્ય વ્યાપારરૂપ)ને પાલન કરવા પોસહ કરૂં છું. પૌષધની ૧૧ પડિયા ૧. સર્વદર્શન પડિમા- સુધી મહિના ધર્મમાં દ્રઢશ્રધ્ધા રૂચિ, સમ્યક્ત સમકિતના દોષોના ત્યાગ, ત્રિકાળ દર્શન, પૂજા, એકાસણું, પ્રતિક્રમણ વિ. ૨. વ્રત પડિયા - બે મહિના સુધી દર્શન પડિયા સહિત ૧૨ વ્રતોનું પાલન ત્રિકાળ પૂજા, એકાસણું પ્રતિક્રમણ વિ. - ૩. સામાયિક પડિયા - પ્રથમ બે પડિયા સહિત ત્રણ મહિના સુધી દેશાવગાસિક વ્રતનું પાલન. ૪. પૌષધ પરિમા - પ્રથમ ત્રણ ઉપરાંત ચાર મહિના (પાંચ દશ તિથી) પૌષધવ્રત પાલન. ૫. કાર્યોત્સર્ગ પડિ મા - પ્રથમ ચાર ઉપરાંત પાંચ મહિના સુધી ધ્યાન સંપૂર્ણ રાતના કરવી. તથા ૧. સ્નાન ન કરવું. ૨. રાત્રી ભોજન ત્યાગ. ૩. ધોતિયાનો કછોટો ન બાંધવો. ૪. બ્રહ્મચર્ય પાલન. ૫. રાત્રે અલ્પ પ્રમાદ કરે. ૬. બ્રહ્મચર્ય પડિયા - પ્રથમ પાંચ સહિત છ મહિના સુધી મન વચન કાયાથી બ્રહ્મચર્યનું

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198