Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 179
________________ (અતિથિ કહ્યા અણગારને... બારમું વ્રત છે “અતિથિ સંવિભાગ વત' ઉપવાસ સહિત અહોરાત્ર પૌષધને પારણે સાધુ યા સાધ્વીને વહોરાવીને પછી એકાસણું કરવું. સાધુ કે સાધ્વીજી ભગવંતનો યોગ ન હોય તો સાધર્મિકની ભક્તિ કરીને પછી એકાસણું કરવું. આખા વરસમાં એક વખત તો આ વ્રતનું પાલન કરવું જ ! અતિથિ = અભ્યાગત, જેને તિથિ વાર સાથે કોઈ સંબંધ નથી, સ્વભાવિક મળે તે. સંવિભાગ = સમાન વિભાગવાળું વ્રતના પારણાના દિવસે સ્વીકારવું, વાપરવું તે. શિક્ષાવ્રતનું ચોથું આ વ્રત આરાધકને ચારેય પ્રકારના ધર્મ કરવાની પ્રેરણા, તક આપે છે. જેમકે પારણામાં પૂજ્ય સાધુ, સાધ્વી, સાધર્મિક ભક્તિ કરી દાન ધર્મ પાળવામાં આવે. પૌષધ દરમ્યાન બ્રહ્મચર્યનું સુવિશુદ્ધ પાલન કરવું. તપ, વ્રત દરમ્યાન ચોવિહાર ઉપવાસ અને પારણામાં એકાસણું કરવાનું હોય છે. ભાવ ધર્મારાધના ઉચ્ચ પ્રકારની કરવાથી જીવનમાં શિક્ષાવ્રતનો વિકાસ થાય છે. એના દ્વારા આરાધકને ઘણાં લાભ થાય છે. જીવન આદર્શ બને. ” સાધુ અતિથિને ગ્રહાંગણે આદરથી વિનયથી બોલાવવી નિદોષ કથ્ય આહાર પાણી આપવા, વહોરાવવા અને લાભ આપેલા મુનિને સન્માનપૂર્વક ભાવપૂર્વક વળાવવાની શિક્ષા આ વ્રતને આચરણને અવસરે આરાધકને થાય છે. જો સાધુને ઉત્તમભાવથી દાન આપવામાં આવે તો દાન આપનાર જીવ તીર્થકર નામકર્મ સુધીના પુણ્યકર્મને બાંધી શકે છે. અન્યથા જો દાન આપતા તો લાભાંતરાય દાનાંતરાય વિગેરે અંતરાય કર્મને જીવ બાંધે. નરકાદિ દુર્ગતિને પામે. તેમાં નવાઇ નથી. પાંચ અતિચાર આ વ્રતના દાન આપવા સંબંધિ પાંચ અતિચાર નીચે મુજબ ધ્યાન ન રાખવાથી આરાધકને લાગે છે. તેનાથી બચવું જોઇએ. (૧) સચિત્તનિક્ષેપ - સચિત્ત (જીવવાળી) અચિત્ત (જીવ વગરની) વસ્તુ ભેગી કરી (વહોરાવવી) રાખવી. (૨) સચિત્ત પરિધાન - સચિત્ત વસ્તુ વડે અચિત્ત વસ્તુ ઢાંકવી, સ્પર્શ કરી રાખવી. અન્ય પ્રદેશને પોતાની વસ્તુને બીજાની કહેવી અથવા વહોરાવવાની ભાવનાથી બીજાની વસ્તુને પોતાની કહેવી. (૪) સંમત્સરદાન - ક્રોધ કષાય કરી અથવા મુનિની અવજ્ઞા કરી દાન આપવું. (૩)

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198