Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 174
________________ પાલન. આભૂષણ, શરીરશ્રુંગારાદિ ત્યાગ. ૭. સચિત્તાહાર વર્જન પડિમા – પ્રથમ છ સહિત સાત મહિના સુધી સચિત્ત દ્રવ્યનો ત્યાગ. ૮. આરંભ વર્જન પડિમા – પ્રથમ સાત પડિયા ઉપરાંત આઠ મહિના સુધી આરંભ સમારંભ પોતે ન કરવા. (કરાવવા છૂટ જયણા) આઠ પડિમા સહિત નવ પડિમા સુધી આરંભ કરવા, ૯. મહારંભ ત્યાગ પડિમા કરાવવા નહીં. ૧૦. પ્રખ્યારંભ પડિમા – નવ પડિયા ઉપરાંત દશ મહિના સુધી પોતાના નિમિત્તે બનાવેલ ભોજન ત્યાગ. માથે મુંડન કરાવવું. સંસાર સંબંધિ જવાબ જવાબ હા, ના આપવામાં ઉપયોગ. ૧૧. શ્રમણ ભૂત પડિમા - દશ પડિયા સાથે સ્વજન સંબંધ ત્યજી અગિયાર મહિના સુધી સાધુના જેવું જીવન ગાળવું. ભીક્ષા (ગોચરીની જેમ) લાવીને વાપરવી. શ્રમણોપાસક બનવું. કુલ અખંડ આરાધન કરે તો સાડા પાંચ વર્ષે પૂર્ણ થાય. આ સામાયિક કે પૌષધ ગુરુ સાધુ મહારાજની નિશ્રામાં કરવાની ભાવના રાખવી જોઇએ. તેનું કારણ ‘ભંતે’ પદથી સમજાઇ જાય છે, કે ત્યાગીની નિશ્રામાં, કરેલી આરાધના ત્યાગમાં સ્થિર કરે. પ્રવિણ બનાવે અને કલ્યાણ કરાવે. પૌષધમાં આરાધકે (પુરુષ) નીચે મુજબ ખૂબ જરૂરી એવી મર્યાદિત ઉપધિ રાખવી જોઇએ. જેથી પડીલેહણ આદિમાં પ્રમાદ ન થાય યા પરિગ્રહની વૃદ્ધિ કરવાનું મન ન થાય. ઉપધિ ઉપકરણના નામ : ૧. કટાસણું, ૨. ચરવળો, ૩. મુહપત્તિ, ૪. કંદોરો, ૫. કામળી, ૬. ધોતીયું(૨), ૭. ખેસ. ૮. સંથારો. ૯. ઉત્તરપટ્ટો, ૧૦. સુપડી, ૧૧. પુંજણી, ૧૨. દંડાસણ, ૧૩. સ્થાપનાજી, ૧૪. નવકારવાળી, ૧૫. સાપડો, ૧૬. પુસ્તક, ૧૭. હાથરૂમાલ. પૌષધ દરમ્યાન નીચેની ક્રિયા કરવાની હોય છે : (૧) પ્રતિક્રમણ (૨) પડિલેહણ (૩) દેવવંદન (૪) રાઇમુહપત્તી (૫) પોરસી (૬) પચ્ચકખાણ પારવાની વિધિ (૭) સજ્ઝાય (૮) સંથારા પોરસી (૯) ચૈત્યવંદન (૧૦) ગમણાગમશે. ૧૬૭

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198