Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 151
________________ સુધારવા ઘણું જોયું, ઘણું ભોગવ્યું, ઘણું ખાધું પીધું હવે એ અનર્થકારી અનર્થદંડની પ્રવૃત્તિઓ, બીજાના ઓટલા ભાંગવાની ટેવો ત્યજી શુભ ભાવના ભાવવી જરૂરી છે. સમાધિ મરણની જો ભાવના ભાવવાની આવે તો જન્મોજન્મ સુધરી જાય. અનાર્થદંડની કેટલીક પ્રવૃત્તિઓ સરકસ જોવા મદારીના ખેલ જોવા * જાદુના પ્રયોગો જોવા નાટક, તમાશા જોવા ટીવી, સિનેમા જોવા દાંડીયા રાસમાં જવું નવરાત્રીના ગરબા રમવા, પતંગ ચગાવવા શરતો લગાવવી, લોટરીની ટીકીટો ખરીદવી હોળી, ધૂળેટી રમવા, પત્તા જુગાર રમવા રાગદશા વિ. ૪ વિકથા કરવી વધારે પ્રમાદ કરી ઉઘવું બગીચામાં વનસ્પતિ ઉપર ચાલવું, બાથ માં સ્નાન કરવું મારી મારી, ગાળા ગાળી કરવી કુકડા કુતરાના યુદ્ધ જોવા નિંદા કુથલી કરવી, અપશબ્દો બોલવા આ રીતે અનર્ધદંડનો સમુહ છે, તેમાંથી કાંઇ પણ લાભ થતો નથી. એવું આધ્યાત્મિક રીતે ચિંતવનાર તેની વિરતિ સ્વીકારવા પ્રમાદ કરતો નથી. યાદ રાખો રાગ દ્વેષથી વ્યાકુલ બનેલા અંકુશ રહિત મદિરાદિના પાન (મદ) થી વિવહળ બનેલા યાદવોએ દ્વૈપાયનષિ મુનિ) ને હેરાન કરીને અનર્થદંડના કારણે અકાળે મૃત્યુ પામ્યા. પિાંચ અતિચાર) અનર્થદંડ વિરમણ વ્રતના નીચેના પાંચ અતિચારો વર્ણવાયા છે. ૧. કંદર્પ વિકાર વધે તેવી કુચેષ્ટાઓ કરવી. ૨. કોકુચ્ચ: કામ ઉત્પન્ન કરનારી (પ્રેમવાર્તા) વાતો કરવી. ૩. મીખાર્ય નિરર્થક મુખે હાસ્યાદિથી જેમ તેમ બોલવું. ખાનગી વાતો કોઇની પ્રગટ કરવી. લોકોને અલ્પ સમય માટે ગમે તેમ હસાવવા. ૪. અધિકરણઃ જરૂર કરતાં અધિક હથિયારો રાખવા તૈયાર કરવા. ૫. ભોગોતિરિક્તતા: ભોગ ઉપભોગના સાધનો જરૂર કરતાં વધારે રાખવા વાપરવા.

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198