________________
જાયાનું ઝેર છે....વર્તમાનપત્રો, મેગેઝીનો, નાટકો, સરકસો, સિનેમાઓ વગેરેએ અનેક આત્માઓના સુષુપ્ત પડેલા કુસંસ્કારોને ઉત્તેજિત કરીને તેઓને દુરાચારના માર્ગે ચઢાવી દીધા છે.
ચેષ્ટા પરસ્ય વૃત્તાન્ત મૂકાલ્પબધિરોપમેં પરની ચેષ્ટા માટે મૂંગા આંધળા બહેરા બની જાઓ પરનિંદા કરવા માટે મૂંગા. પરદોષદર્શન કરવા માટે આંધળા અને પરદોષ શ્રવણ કરવા બહેરા બની જાઓ...તો આત્મામાં અનેક પ્રકારના ગુણોનો પ્રવેશ ખૂબ સુલભ બની જશે.
દ્રવ્યો એ ક્ષેત્રના આધારે રહે છે...આરંભ સમારંભ એ દ્રવ્યોના આધારે થાય છે...માટે જેણે આવાગમનના ક્ષેત્રમાં નિયંત્રણ કરી દીધું તેણે દ્રવ્યનિમિત્તક થતા આરંભ સમારંભમાં પણ નિયંત્રણ કરી દીધું..
આ વાતને ખ્યાલમાં રાખી કદાચ ધંધા વગેરેને કારણે ક્ષેત્રની મર્યાદા વધારવી પડતી હોય તો ય મોજશોખ વગેરે માટે તો એ ક્ષેત્રમર્યાદાને વધારવી જ નહિ...અને તેનું ચોક્કસ નિયંત્રણ કરી દેવું.
સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં એક શ્રાવકે પોતાના જીવનમાં વરસો પહેલાં બનેલો પ્રસંગ તેમના જ શબ્દોમાં આપણે તે જોઇએ..
એક દિવસ મારે અચાનક રાતના મુંબઇ જવાનું થયું.. હું વિરમગામ આવ્યો...સૂવા રીઝર્વેશન ટિકિટ પણ મળી ગઇ... જગ્યા પર જઇને સૂઈ ગયો. ત્યાં અચાનક ડબ્બામા મારા નામની બૂમ પાડતો કોઇ માણસ ચડ્યો..મારી પાસે આવીને કહે કે “આ ગાડીમાં તમારે જવાનું જ નથી. નીચે ઊતરી જાઓ..”
પણ ભાઇ ! મારી પાસે ટિકિટ છે...મારે કોઇપણ હિસાબે આજે મુંબઈ જવું પડે તેમ જ છે.”
“એ કાંઇ સાંભળવા માંગતો નથી...તમે નીચે ઊતરી જાઓ..” જેની સાથે કોઇપણ જાતની મારે ઓળખાણ નહોતી તેવા માણસે મને કોઇપણ જાતના કારણ વિના સામાન સાથે નીચે ઉતાર્યો..બાંકડા પર મારી સાથે બેઠો. “આ ગાડી ચાલુ નહિ ત્યાં સુધી હું અહીંથી ખસવાનો નથી...' એમ કહી તે વાતોએ વળગ્યો...ત્યાં અચાનક મને યાદ આવ્યું કે, ૧૪ નિયમમાં મેં આજે વિરમગામ સુધી જવાની જ છૂટ રાખી છે.” ચાલો, સારું થયું - આ માણસે મને ઉતારી દીધો....
આ વિચારતો હતો, ત્યાં તો ગાડી ચાલુ થઇ. હું સામાન લઇને વેઇટીંગ રૂમ તરફ જવા તૈયાર ગયો. હજી તો માંડવેઇટીંગ રૂમ સુધી પહોંચ્યો હોઇશ ત્યાં તો સ્ટેશન પર કોલાહલ થયો..