________________
પ્ર. ૧૪. સોના રૂપાની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો કયો અતિચાર લાગે ? ઉત્તર હિરણ-સુવણ પમાણાઇક્કમેનો અતિચાર લાગે. પ્ર. ૧૫. ધન-અરની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો કયો અતિચાર લાગે ? ઉત્તર ધન-ધાન્ય પમાણાઇક્કમેનો અતિચાર લાગે. પ્ર. ૧૬. મનુષ્ય, પશુ, પંખી આદિમર્યાદાનું ઉલ્લંઘન કરે તો કયો અતિચાર લાગે? ઉત્તર દુપ્પય-ચપ્રિય પમાણાઇક્કમેનો અતિચાર લાગે. પ્ર. ૧૭. વાસણ આદિ ઘરવખરી મર્યાદાથી વધારે રાખે તો કયો અતિચાર લાગે ? ઉત્તર કુવિયપમાણાઇક્કમેનો અતિચાર લાગે. પ્ર. ૧૮. બંગલા (ફ્લેટ) નો પાઠ કયો ? ઉત્તર પાંચમું વ્રત વત્યુ. પ્ર. ૧૯ પરિગ્રહના કારણે ભાઇ-ભાઇ વચ્ચે મોટું યુદ્ધ કોને થયું ? ઉત્તર કોણિક અને હલ વિહલ વચ્ચે યુદ્ધ થયું. પ્ર. ૨૦. કઇ કઇ ચીજ માટે તે યુદ્ધ થયું હતું ? ઉત્તર હાર અને હાથી માટે થયું હતું. પ્ર. ૨૧. તે ચીજ કયા શબ્દોમાં આવે ? ઉત્તર તેમાં હાર હિરણ સુવણના શબ્દમાં સમાય છે અને હાથી ચઉપદમાં સમાય છે. પ્ર. ૨૨. પાંચમું પાપ, મૂકે કાપ, તો મનોરથ સફળ ગણાય ? ઉત્તર હે ભગવાન ! હું આરંભ પરિગ્રહ ક્યારે ઓછો કરું એમ પહેલો મનોરથ સફળ ગણાય. પ્ર. ૨૩. વર્તમાનકાળે પણ વિશ્વશાંતિ માટે ભગવાન મહાવીરે બતાવેલા સિદ્ધાંતોમાં મુખ્ય કયાં કયાં વ્રત છે? ઉત્તર અહિંસા અને અપરિગ્રહ વ્રત. પ્ર. ૨૪. પરિગ્રહની મમતા છોડી પરમકલ્યાણ કોણે કર્યું? ઉત્તર કપિલ કેવળી. પ્ર. ૨૫. પરિગ્રહ ઓછો કરવા માટે કયા પ્રકારનું ચિંતન કરવું જોઇએ ? ઉત્તર પરિગ્રહ પાપનું કારણ છે. સંકલ્પ વિકલ્પને વધારનાર છે. વિગ્રહનું કારણ છે. તેથી સંપૂર્ણ અપરિગ્રહી અને મુક્ત હું ક્યારે બનીશ ? પરિગ્રહમાં આસક્ત દુર્યોધન, કોણિક, સાગરદત્ત, મમ્મણ શેઠ વગેરેની કેવી દુર્દશા થઇ ? પરિગ્રહ સુખની ઉંઘ પણ લેવા દેતો નથી. સતત ભયમાં જીવાડે છે વગેરે....