________________
અભક્ષ્યભોજનને તો જીવનમાંથી સર્વથા દેશવટો જ દઇ દો..
ભોગોપભોગવિરમણ વ્રત' ની વાત આપણે ચાલે છે. તેમાં મુખ્ય વાત તો એ સમજવાની છે કે આ જીવને માની લીધેલા સુખની સામગ્રીઓ પાછળનું આકર્ષણ ઘટે નહિ ત્યાં સુધી ઇંદ્રિયોના વિષયોમાં નિયંત્રણ લાવતાં આવાં વ્રતો પ્રત્યે તેને આકર્ષણ પેદા થાય નહિ. આ વ્રતો પ્રત્યે સ્વાભાવિક રીતે રુચિ પેદા થાય તે માટે મૂળમાં જવું જરૂરી છે.
પોતાની જાતને મહાન દાનેશ્વરી ગણાવતા રાજાની સભામાં નાનું ભિક્ષાપાત્ર લઇને એક ફકીર આવ્યો. “રાજન્ ! આખા રાજ્યમાં ફેલાયેલી દાનેશ્વરી તરીકેની તારી ખ્યાતિ સાંભળી અહીંયા આવ્યો છું...તને સાચો દાનેશ્વરી ત્યારે માનું કે જ્યારે તું આ મારું ભિક્ષાપાત્ર ભરી આપે.
“બોલો મહાત્મન્ ! આ પાત્ર શેનાથી ભરી દઉં ?'
તને ઠીક લાગે એનાથી ! હીરા માણેકથી ન ભરતાં પથરાઓથી ભરીશ તોય ચાલશે !”
ના...ના... ભરી આપીશ તો હીરા માણેકથી જ !'
ખજાનચી ! તિજોરીમાંથી કિંમતી હીરાઓ લાવી આ ફકીરનું પાત્ર ભરી આપો,.”
...અને ફકીરના પાત્રમાં હીરાઓ ઠલવાતા જ ગયા. પાત્ર ભરાય જ નહિ.. સોનું..ચાંદી...રૂપિયા જે કાંઇ હતું તે બધુંય આ પાત્રમાં નાખ્યું છતાં તળિયું ય ઢંકાય નહિ..રાજા થાકી ગયો..
“મહાત્મન્ ! આ પાત્ર શેનું બનાવ્યું છે ? ... કે જેમાં આટલી બધી અઢળક સંપત્તિઓ નાખવા છતાં તે ભરાતું જ નથી !
ખડખડાટ હસતાં હસતાં ફકીર બોલ્યો, રાજન્ ! આ પાત્ર માણસના મનમાંથી બનાવ્યું છે ! પાત્ર નથી ભરાતું તેનું કારણ એ છે કે તે જે માણસના મનમાંથી બનાવ્યું છે તે મન પણ ગમે તેટલું આપવા છતાં ક્યારેય તૃપ્ત નથી થતું.
આ સાંભળી રાજા સ્તબ્ધ થઇ ગયો..
મનના આ અતૃપ્ત સ્વભાવને જે સતત નજર સામે રાખે છે તેને આવા અણમોલ વ્રતોના પાલન વખતે જે આનંદ આવે છે તે કલ્પનાતીત હોય છે..અભક્ષ્ય અનંતકાયનાં ભક્ષણો દ્વારા પોતાના પેટને કબ્રસ્તાન બનાવવા તે તૈયાર નથી થતો. કર્માદાનના ધંધાઓ કરવા દ્વારા જીવો પ્રત્યે તે નિર્દય પણ નથી બની શકતો...
ભૂતકાળના અનંતકાળમાં આ જીવે શું નથી ખાધું? શું નથી ભોગવ્યું ? શું