________________ 2) સુવિધા માટે જેવા કે સ્કૂટર, ફર્નિચર, ફોન, ફ્રીજ વગેરે. આ બધું મળ્યા પછી પણ તે દોડે છે. 3) વૈભવ માટે જેમ કે બંગલો, બે ત્રણ કાર, ચાર ફોન, નવી નવી જાતના ઉપભોગીય સાધનો વગેરે. આ બધું મળ્યા પછી પણ તે દોડે છે. 4) અહંને પોષવા માટે ? તેની ઇચ્છા બધા કરતાં આગળ જવાની છે. પ્રથમ નંબરે શ્રીમંત બનવાની અને પછી એ સ્થાન ટકાવી રાખવાની છે. પહેલા ત્રણ કારણોમાં સંતોષ થવાનો હજુ સંભવ છે, પરંતુ છેલ્લા કારણોમાં અંત જ નથી, કારણ કે ધન વધવાથી અહ વધે છે, એ અહંને ટકાવવા ધનની આવશ્યકતા રહે છે. વધુ પડતી વિષય વાસના દુનિયાની નજરે ખરાબ છે. એથી એને લોકો ધુત્કારે, નીદે છે, પરંતુ પરિગ્રહ તેમની નજરમાં પાપ નથી, આથી તેઓ અનુમોદના કરે છે. શાબાશી આપે છે. વર્તમાનકાળમાં સમાજમાં પૈસાનું પ્રભુત્વ જામ્યું છે. પૈસા હશે, તો લોકોમાં સન્માન મળશે. પૈસા નહિ તો સન્માન નહિ. ગુજરાતમાં કહેવત છે કે નાણા વગરનો નાથિયો, પૈસા હોય તો નાથાલાલ. જો કંગાલ થઇ ગયો તો “નાથિયો' વાસ્તવમાં આ એક ભ્રામક માન્યતા છે, કારણ કે નજર સામે માન દેનારા પીઠ પાછળ નિંદા જ કરતા હોય છે. ધન ન હોવાનું એક દુઃખને ધન હોવાના હજાર દુઃખ હોવા છતાં લોકોને ધનવાળું દુઃખ વધુ ગમે છે. જીવને “અહં' સૌથી વહાલો છે, અને એ માટે માલિક થવાનું - બધી વસ્તુઓમાં માલિકીનો ભાવ ઊભો કરવાનું ખૂબ ગમે છે. અનંતકાળથી એની આ પ્રિય પ્રવૃત્તિ રહી છે. ઘાસની ગંજીપર બેઠેલા કૂતરાને ઘાસ સાથે કોઇ લેવા દેવા નથી, છતાં ગાયને ખાવા ન દે. ભસે, કેમ કે માલિકીનો ભાવ આવી જાય છે. જરૂરિયાત કરતાં વધુ ભેગું કરી સંગ્રહ કરી રાખનાર અને બીજાના ઉપયોગમાં આવવા ન દેનારે આ દૃષ્ટાંત પોતાની સાથે ઘટાવવું. પરિગ્રહની વાસનાને લીધે ગૃહસ્થને સમ્યકત્વ ટકાવવું બધુ મુશ્કેલ બને છે. પૈસા વગર કશું થઈ શકતું નથી એવી દઢ માન્યતા રાખવાવાળાનું સમ્યકત્વ ચાલી જવાનો પૂરો સંભવ છે. તે અનીતિ તો કરે છે, પરંતુ સાથે એની વકીલાત પણ કરે છે કે અનીતિ વગર ચાલી શકે જ નહીં. અત્યારે લાગ મળે ત્યારે) નહીં કમાઇએ, તો ક્યારે કમાઇશું ? આમ મનની ભૂખ કદી સંતોષાતી નથી.