________________ વગેરે સામગ્રીઓ જેટલી વધું તેટલી સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનની શક્યતા વધુ ! જીવનમાં અશાંતિ અજંપા સંક્લેશ ઓછા કરવા હોય તો એ અશાંતિ વગેરેના જનક એવા સામગ્રીઓના ખડકલાઓને ઓછા કરતા ચાલો નહિતર તો બન્ને રીતે મોત છે. પ્રાપ્ત સામગ્રીઓની મૂછ મારશે...અપ્રાપ્ત સામગ્રીઓની લાલસા મારશે. જરૂરિયાતો કેટલી અલ્પ છે અને ઇચ્છાઓ કેટલી ભરપૂર છે ? જરૂરિયાતથી જેટલા આગળ વધશો તેટલા દુઃખી થશો !.. જરૂરિયાત પૂરતું મળી જવું કદાચ કઠિન હશે પરંતુ અશક્ય તો નથી જ્યારે ઇચ્છાપૂર્તિ થવી તો અસંભવિત જ છે ! - જરૂરિયાતોનું લીસ્ટ કરો તો ખબર પડશે કે કેટલી અલ્પ જરૂરિયાતો છે! રહેવા માટેની જગ્યા પહેરવાં માટેનાં કપડાં...ખાવા માટેના રોટલા. એ બધું આસાનીથી પ્રાપ્ત થઇ જાય તેલ્લા પૈસા. જીવન ટકાવવા આનાથી વધુ શું જોઈએ ? પણ ના.મનની વાત જ ન્યારી છે. તેને રહેવા માટે માત્ર જગ્યા જ નથી જોઇતી સાથે વાલકેશ્વરનો એરીયા પણ જોઇએ છે.. પહેરવા પુરતાં કપડામાંથી તેને નથી ચાલતું..ટેરેલીન ટેરીપુલના કપડાં જ તેને મંજૂછે...પેટ પુરતા રોટલા મળી જાય તેટલા માત્રથી તેને સંતોષ નથી.તેને તો ફરસાણ અને મિઠાઇવાળા ભોજન જ ફાવે છે..જરૂરિયાત પુરતા પૈસાથી તેને શાંતિ નથી..ચાર જણ વચ્ચે પોતાનો ભાવ પુછાય તેવી શ્રીમંતાઇ પણ તેને જોઇએ છે ! બસ. આ વિચારધારા જ બધા દુઃખોની જનક છે...! જે બીજાને નથી મળ્યું એ મને મળ્યું છે' એવો ભાવ આવવાથી આપણી અપેક્ષાએ તૃપ્તિ અને બીજાને માટે કરુણા થાય છે. જે બીજાને મળ્યું એ મને નથી મળ્યું, એવા ભાવ આવવાથી પોતે તૃષ્ણાથી પીડિત થાય છે, અને બીજાની ઇર્ષા થવાથી જલન થાય છે. સંસારની પ્રત્યેક તૃષ્ણા મૃગતૃષ્ણા હોય છે. તૃષ્ણાની શૂન્યતાપર જ અપૂર્વ તૃપ્તિની પૂર્ણતા ઊભી થાય છે. બંને એક જ મનની પુત્રી છે, પરંતુ વિરુદ્ધ દશામાં ઊભી છે. તૃષ્ણાના કારણે માનવી ભટકે છે. તેનું મન ભટકે છે. રમેશ મહેશને કહ્યું, “હું થોડા જ સમયમાં કરોડપતિ બની જઇશ” મહેશે પૂછ્યું, કેવી રીતે ?' રમેશે જણાવ્યું રેલ્વેમાં વગર કારણે સાંકળ ખેંચવા માટે સરકારે દંડના 250 રૂપિયામાં વધારો કરી 1000 રૂપિયા કરી દીધા છે. મહેશે નવાઇ પામતાં પૂછ્યું, એનાથી તને કઈ રીતે લાભ થાય ? તું કેવી રીતે કરોડપતિ બનીશ ?" રમેશે કહ્યું, ‘તું આટલું ય સમજતો નથી. હું રોજ બોરીવલીથી ચર્ચગેટ ટ્રેનમાં Up down કરું