________________ કેળવી કેળવીને મૂર્છાના સંસ્કારો ગાઢ બનાવ્યા છે. કીડીના ભાવોમાં સાકર પાછળ..તો મંકોડાના ભાવોમાં ગોળના રવા પાછળ..બિલાડીના ભાવોમાં ઉદર પાછળ...તો કૂતરાના ભવમાં રોટલાના ટુકડા પાછળ ! વાપીના ઉપાશ્રયની અંદરના ભાગમાં જ એક કુતરીએ ગલૂડિયાઓને જન્મ આપી દીધો...સવારના એ બાજુ મુનિવરને જવાનું થયું ત્યારે ખ્યાલ એમને આવ્યો...કરવું શું ? બાજુમાં જ રહેતા એક ભાઇએ ભૂખી થયેલી કુતરી પોતાનાં બચ્ચાઓને મારી ન નાખે તે માટે શીરો લાવીને કૂતરીને ખવડાવ્યો. કૂતરી તો એ ઘર ભાળી ગઇ. ચાર પાંચ દિવસ સુધી પેલા ભાઈ અવારનવાર કૂતરીને રોટલા આપ્યા કરે...એક વખત તો કૂતરીને 12/15 રોટલાઓ નાંખી મોઢામાં લઇને કૂતરી પોતાના ગલુડિયા આગળ આવી .કલાક બાદ પછી ક્યાંયથી મોઢામાં રોટલીઓ લઇને આવી..આશ્ચર્ય થયું કે શું આટલી બધી રોટલીઓ કૂતરી ખાઇ જાય છે ? પરંતુ જ્યાં કૂતરી બચ્ચાઓં સાથે રહેતી હતી ત્યાં જઈને જોયું, તો નવી રોટલીઓ બાજુમાં પડી હતી અને કૂતરી બે પગે ખાડો ખોદી રહી હતી. ખાડામાં નજર કરી તો 60/70 રોટલીઓ તેમાં પડી હતી. આ નવી રોટલીઓ પણ કૂતરીએ અંદર નાખી દીધી..અને ખાડો પાછો પુરી દીધો ! તિર્યંચના અવતારે પણ સંગ્રહવૃત્તિના કેવા કાતિલ સંસ્કાર ! એટલે ભેગું કરતાં માત્ર માનવને જ આવડે છે તેવું નથી. ઢોરને પણ આ બધું આવડે છે ! માનવ પાસે વિવેકદૃષ્ટિ છે..સારાસારનો ભેદ તે પાડી શકે છે..અને એટલા જ માટે તેના જીવનને અતિ કિંમતી જીવન ગયું છે... ગૃહસ્થ પોતાનું જીવન ચલાવવા માટે જીવન જરૂરિયાતની જોઇતી ચીજોમાં મૂછના ત્યાગ સાથે, રાખવાની વસ્તુઓનું જો પરિમાણ અર્થાત્ મર્યાદા નક્કી કરી દે, તો જીવન ખૂબ જ શાન્તિથી પસાર કરી શકે છે. આ એક અર્થમાં કહીએ તો પરિગ્રહ પરિમાણ એટલે ખવાઇ જતા પુણ્ય પર બ્રેક લગાવી દેવી...પાપકર્મના ઉદયથી આવતાં દુઃખોને અગવડોને પ્રતિકૂળતાઓને રોગોને વધાવી લેવાની વાત શ્રી જિનશાસને કહી છે, પરંતુ પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થતાં માન સન્માન, અનુકૂળતા સુખસાહ્યબી.સગવડો વગેરેને તો લાત મારવાની જ વાત કરી છે. પરિગ્રહપરિમાણમાં આજ વાત છે...પુય જોર લગાવતું હોય અને કદાચ કરોડપતિ થઇ જવાની શક્યતા દેખાતી હોય અને અત્યારથી જ પચાસ લાખનું પરિગ્રહપરિમાણ નક્કી કરી દે તો ખવાઇ જવાની શક્યતાવાળા પુણ્યકર્મને સ્થગિત જ કરી દીધું ને ? તુચ્છ ક્ષણભંગુર ચીજોની પ્રાપ્તિ ખાતર મહામૂલા પુણ્યકર્મના મૂડી જો વેડફી નાખવામાં આવે તો પછી આત્મકલ્યાણમાં સહાયક બનનારી ઉત્તમ ધર્મસામગ્રીની પ્રાપ્તિ કઈ મૂડીથી થાય ?