________________ 1. સ્મરણ, 2. કીર્તન, 3. કેલિ, 4. પ્રેક્ષણ, 5. ગુહ્મભાષણ, 6. સંકલ્પ, 7. અધ્યવસાય, 8. ક્રિયા નિવૃત્તિ. આ પ્રકારે મૈથુન છે. જેનાથી વિપરીત રીતે પ્રવૃત્તિ કરવી એ આઠ પ્રકારનું બ્રહ્મચર્ય સમજવું. ચક્રવર્તિનો ઘોડો (અચરત્ન) જે 14 રત્નમાં મહત્વનું સ્થાન શોભાવે છે. તેના દ્વારા પણ બળજબરીથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવામાં આવે છે. કારણ કે તેણે યુદ્ધભૂમિ આદિમાં મહત્વનું કાર્ય કરવાનું હોય છે. છેલ્લે એ તિર્યંચનો જીવ બ્રહ્મચર્યના કારણે ૮માં દેવલોકને પામે છે. સર્વ સામાન્ય રીતે નીચે મુજબના લાભો બ્રહ્મચર્યના વ્રતધારીને જીવનમાં થાય છે. 1. જીવનમાં આરંભેલા શુભ કાર્યમાં યશ મળે. 2. જીવનમાં આધિ વ્યાધિ, ઉપાધિ, રોગાદિને પ્રવેશ ન મળે. 3. લોકોપવાદ, લોકનિંદા, પ્રાણનાશાદિ ભયોથી બચી જવાય. 4. મન, વચન, કાયાની શુદ્ધિથી ધર્મધ્યાનમાં વૃદ્ધિ થાય. 5. પરભવમાં સદ્ગતિ, દેવગતિ, કર્મરહિત મોક્ષ પ્રાપ્તિ થાય. 6. સુસાહિત્ય વાંચન વિવેકબુદ્ધિ અપાવે. 7. વેષભૂષાથી સંસ્કારી સભ્ય, વ્યક્તિની ઓળખ થાય. 8. આંખો તેજસ્વી, નિર્વિકારી ને અમિદ્રષ્ટિવાળી બને. 9. વિચાર સાત્વિક, દયાળુ, હિતકાંક્ષી હોય. ૧૯માં મલ્લીનાથ ભગવાન પૂર્વ ભવમાં માયા કરવાના કારણે સ્ત્રી અવતારને પામ્યા હતા. સ્ત્રી ભવની ચિંતકોએ સારા સંસ્કારી પુત્ર આપનારી માતા હોવાથી પ્રશંસા કરી છે. તે જ રીતે સ્ત્રીને નરકની ખાણ તરીકે વર્ણવી છે. બ્રહ્મચર્યનું જે સ્ત્રી પુરુષ પાલન કરે છે તેના જન્મોજન્મ સુધરે છે. આ દ્રષ્ટિ નજર સમક્ષ રાખી મલ્લકુમારીએ પોતાનું માગણું કરવા આવનારને પ્રતિબોધ થાય તે ભાવથી એક સુવર્ણકુમારી(સોનાની પોતાના પુતળી) બનાવી હતી અને રાજપુત્રોને તેની મુલાકાત કરી આવવા કહેવામાં આવતું હતું. પુતળું જેટલું મોહક હતું તેટલી જ મલ્લીકુમારી સર્વ રીતે યોગ્ય જ હતી. રૂપમાં મોહીત થયેલા રાજપુત્રો માટે કુમારીએ પુતળાની નીચે વૈરાગ્યમય સંદેશો લખેલો સ્ત્રી - એ દુઝતી (દઝાડતી) વિષવેલી છે. હોઠ - પરવાળા જેવા લાલ (રાતા) હોઠ વિષવેલીના તાજા સુકમાળ પાન છે. હાસ્ય - મંદ મંદ હાસ્ય વિષવેલીના ફૂલ છે. સ્તન - કઠણ અને વિશાળ સ્તન વિષવેલીના તાજાં ખીલેલા ફળ છે.