________________ સાધ્વી લક્ષ્મણાએ 80 ચોવીસી સુધી સંસાર વધાર્યો. સ્વરૂપવાન સાધ્વી સુકુમાલિકા શીલને સાચવવા અનશન કર્યું, કાળધર્મ પામેલા સમજીને જંગલમાં ત્યજી દીધા. વટેમાર્ગુની ઉત્તમ સેવાના કારણે શુદ્ધિમાં આવ્યા પણ અંતે રૂપના કારણે પતન થયું. છેલ્લે] આ ભવનું પ્રથમ કર્તવ્ય છે પરિવર્તન અને પછીનું મહત્વનું કામ પરીવર્તનનાં ભાવોને ટકાવી રાખવાનાં અધ્યાત્મના માર્ગે ટકી રહેવા માટે સતત સત્સંગની જરૂર છે. અધ્યાત્મનો માર્ગ એ યુદ્ધનો માર્ગ છે. એ કુરુક્ષેત્રમાં બુંગીયા વાગવાના, શંખનાદ થવાના પણ વીરયોધ્ધો એનું નામ છે જે ગભરાયા વિના લડી લે. વ્યામોહમાં સપડાતો નથી. પાપના નિમિત્તો સાથે આવે ત્યારે હારી જાવ, કાયર બની એની શરણાગતિ સ્વીકારી લો. તે કેમ ચાલે ? એવા પ્રસંગે જોરથી લડી લેવાનું. કર્મોનું કામ હુમલા કરવાનું અને આપણું કામ પ્રત્યેક હુમલાને ફેઇલ કરવાનું. સાંજે રોડ પરથી પસાર થઇ રહ્યા હો સામે પાઉભાજીની લારી દેખાય, આઇસ્ક્રીમની રેંકડી દેખાય, પાન વાળાનો ગલ્લો દેખાય એટલે અંદરમાં એક હુમલાની તૈયારી શરૂ થઇ જાય. સૌ પ્રથમ મન તેયારી કરે પછી જીભસવવળે અને કરે તે સુતેલા આંતરડાને જગાડે. મન બ્લેક મેઇલ કરે. પણ આને ફેઇલ કરી નાખવાનું સત્વ તુરંત જ ફોરવવું પડશે. સત્વને ફોરવે એનું જ બીજું નામ યૌવન છે. સૌથી મહત્વની ટોપ મોસ્ટ પિરિયડ જ યુવાની છે. લસલસતા યૌવનને સત્વની સાંકળીથી બાંધી દો તો વિજય તમારે હાથ છે. યૌવન એકાંત અને અંધકાર ત્રણેય તત્વો ભેગા હોય અને નિમિત્ત પણ સાથે હોય આવી ક્ષણોમાં વિરોધ્ધાની જેમ નબળા વિચારોનું પોસ્ટમોર્ટમ કરી જીવનની ચાદરને પવિત્ર રાખવી જોઇએ. પાકીટમારની નજર ખીસ્સા તરફ હોય પણ યુવાનની નજર સદાચાર તરફ જ હોય. બેસ્ટમેન આઉટ થયા પછી અમ્પાયર આંગળી ઊંચી કરે છે. આંગળી ઉંચી કરનાર અમ્પાયર ખરાબ નથી. ચકલી ઉડી એ ખરાબ નથી પણ પોતે બરાબર ન રમ્યો એ ખરાબ છે. રાવણ જેવા રાવણ પણ જંગતને બે સંદેશા આપી ગયા કે કોઇ ચીજનો તંત પકડતા નહી અને પરસ્ત્રી પાછળ પાગલ બનતા નહી.