________________ ક્યારે વાપર્યું નહિ. કારણ? ઉચ્ચાસણનો દોષ લાગે. પોતાના દાદા ગુરુદેવ ગૌતમ સાગરજી મ. ની ગેરહાજરીમાં આ વિનય જાળવ્યો. દાદા ગુરુદેવની નાદુરુસ્ત તબિયતના કારણે બેસવા માં ત્રણેક આસન વાપરાતા. સ્વર્ગસ્થ ગુરુદેવનો પણ કેટલો વિનય ! એ વિનય દ્વારા કેટલો પુણ્યપ્રભાવ ભવ્ય તીર્થોના સંઘો, 72 જિનાલય - 20 જિનાલય જેવા ભગીરથ જિનાલયોની ભેટ સંઘને મળી. ગુરુકૃપા પણ મળે છે વિનયથી ગુરુભક્તિ અને ગુરુવિનયના કારણે આપત્તિ વાદળો પણ વિખરાય જાય છે. આવી લબ્ધિનો સ્ત્રોત કયો? વિનય છે. વર્તમાન કાળમાં ગૌતમ સ્વામિ જેવા ઉદયસૂરિ મહારાજ થઇ ગયા. રોજ નેમિસૂરિજી મહારાજના પગ દબાવે. જ્યાં સુધી ગુરુ મ. ના કહે નહીં ત્યાં સુધી સેવા છોડવાની નહિ. એક દિવસ રાતે ભક્તિ કરી. સવારે ચાર વાગ્યે નેમિસૂરિજી મહારાજની આંખ ખૂલી. દયસૂરિને બેઠેલા જોઈ પૂછ્યું અલ્યા ઉદય ! અત્યારમાં કેમ આવ્યો? ઉદયસૂરિજી જવાબ આપે છે સાહેબ! રાતથી જ બેઠો છું. આવો વિનય ક્યારે આવે. સંસારમાં લાભાલાભની દૃષ્ટિએ વિનય કરો છો. એ વિનય નહીં પણ દશ સુપાત્ર વ્યક્તિનો વિનય કરો. એનાથી કર્મજ દૂર થશે. લબ્ધિઓ પણ પ્રગટાવશે. અરિહંત, સિધ્ધિ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ ચૈત્ય છે. પ્રભુ સાથે અભેદ બનવા માટે જનરેટર સમાન આ ચૈત્ય છે. પાંચ પરમેષ્ઠિ, ગુણાધિક, રત્નાધિક સહુનો ઉછળતો વિનય કરી...પ્રભુના શાસનનો પણ વિનય કરો. જીવનમાં ત્રણ એલ ને સ્થાન આપજો. જીવનને દિવ્ય બનાવવા ત્રણ એલ ની જરૂર છે. 1) પ્રથમ એલ એટલે લર્ન - શીખવાની વૃત્તિ રાખજો. હાથ, પગ હલાવે તે બેગારી, હાથ પગ સાથે બુદ્ધિ હલાવે તે કારીગર અને હાથ, પગ, બુધ્ધિ સાથે હૃદય હલાવે તે કલાકાર છે. 2) બીજો એલ છે લવ - પ્રેમની શરૂઆત માતાપિતાથી કરજો. માતા-પિતા-ગુરુ અને ભગવાનનો બદલો વાળી શકાતો નથી. 3) ત્રીજો એલ લીવ - ખુમારીથી જીવવું. પદાર્થો વિના ચલાવી લેતા શીખજો. ઓછી સામગ્રી પ્રસન્નતાથી જીવી જાણજો.