________________ એક જ અણછાજતી છૂટ અને કેવું ભયંકર પરિણામ ! અશ્લીલ દશ્યોવાળાં સિનેમા નાટકોજાતીયવૃત્તિને ઉશ્કેરતાં માસિકો, નોવેલો, ઉદ્ભટવેશપરિધાનનાં ચારેય બાજુ ચાલતાં પ્રદર્શનો વિકારોની અગ્નઝાળ પેદા કરતાં મસાલેદાર ભોજનો આપતી હોટલો..આ બધા ય કુનિમિત્તોને સેવનારો જીવ પોતાના જીવનસત્ત્વને નીચોવી નાખવાનું કરુણ કૃત્ય રહ્યો છે ! પરિણામ ? આ લોક ભયંકર પરલોક તેથી વ વધુ ભયંકર ! યાદ રાખજો લોહી બળે છે કષાયોથી વીર્ય ઢળે છે વાસનાથી.. વિષયવાસના અને કષાયો આ બે ભયંકર પાપને જીવનમાંથી રવાના કરવા કુનિમિત્તો, કુવિચારોનો સર્વથા ત્યાગ કરી દો. તો પછી સત્તામાં રહેલાં કુસંસ્કારોના જોર માટે ભાગે ઘટ્યા વિના નામશેષ થયા વિના રહેશે નહિ ! ગૃહસ્થજીવનમાં ચોથા વ્રતને આસાનીથી પાળવાના શાસ્ત્રકારોએ આ ઉપાયો બતાવ્યા છે. બ્રહ્મચર્યની નવ વાડનું પાલન એ સૌથી સુંદર ઉપાય છે. બાકી તો, જેને પોતાના જીવનમાં બ્રહ્મચર્યનું લક્ષ્ય હોય છે તેને પોતાના જીવનને અને પોતાના આશ્રિતોના જીવનને પણ અપવિત્રતાનો કાળો પડછાયો ક્યાંય ન સ્પર્શી જાય તેની સતત કાળજી રહે જ છે... પેલા રાજાએ માત્ર છ મહિનાના બાળકની હાજરીમાં રાણીના શરીર સાથે અડપલું કર્યું. “અરરર ! આ તમે શું કર્યું ! રાણીએ પૂછ્યું.. “કેમ ! આમાં શું થઇ ગયું !" જુઓ, તમે અડપલું કર્યું ત્યારે આ બાળકની નજર મારા તરફ હતી. આપણી દૃષ્ટિએ સાવ અબૂઝ ગણાતા આ બાળકના મનમાં પણ આના ખરાબ સંસ્કારો પડી જ ગયા હશે. આ પાપનું પ્રાયશ્ચિત મારે કરવું પડશે' એમ કહીને રાણીએ તુર્ત જ જીભ કચડીને આપઘાત કરી નાખ્યો ! જેના જીવનમાં પવિત્રતા મુખ્ય છે તેના જીવનમાં એ પવિત્રતા ટકાવી રાખવાના તમામ ઉપાયો સ્વાભાવિક રીતે જ અમલમાં આવતા જાય. પછી પ્રાય: કરીને તેની પવિત્રતા ખંડિત થવાનો સંભવ નથી રહેતો. જ્યાં ક્યાંય પણ આ પવિત્રતા તૂટી છે ત્યાં તેનાં કારણો તપાસશો તો દેખાશે કે અણછાજતી છૂટે જ આ પરિણામ લાવીને મૂક્યું છે. આપણી પાસે તો અણમોલ જિનશાસન છે..કામવિજેતા સ્થૂલભદ્ર મહાસત્ત્વશાળી